Tatkal Ticket Booking Aadhaar OTP Verification Rules : રેલવે વિભાગે ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ (Tatkal Ticket Booking) કરવા માટે આજથી નવા નિયમ લાગુ કર્યા છે. આજે 15 જુલાઇથી ટ્રેનની તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ માટે આધાર ઓટીપી વેરિફિકેશન ફરજિયાત બનાવ્યું છે. આધાર OTP વગર તત્કાલિક ટિકિટ બુકિંગ થશે નહીં. નવા નિયમથી સામાન્ય લોકોને સરળતાથી ટ્રેનની તત્કાલ ટિકિટ મળશે. હવે ટ્રેન ટિકિટ બુક કરતા એજન્ટોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. શું રેલવે સ્ટેશન પરથી તત્કાલ ટિકિટ બુક કરવાતી વખતે આધાર OTP જરૂરી છે?
તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર OTP ફરજિયાત
જો તમે IRCTC ની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા તત્કાલ ટિકિટ બુક (IRCTC Tatkal Trains Booking) કરો છો, તમારે આધાર ઓટીપી વેરિફિકેશન કરવું પડશે. આધાર વેરિફિકેશન વગર તત્કાલ ટિકિટ બુક થશે નહીં.
તત્કાલ ટિકિટ બુકિંગ માટ 30 મિનિટનો નિયમ લાગુ
સામાન્ય લોકો સરળતાથી ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરી શકે તેની માટે રેલવે વિભાગે તત્કાલ ટિકિટ બુકિંગના સમયમાં પણ ફેરફાર કર્યો છે. સામાન્ય નાગરિક હવે AC કોચની તત્કાલ ટિકિટ બુકિંગ સવારે 10 થી 10.30 વાગ્યા દરમિયાન કરી શકશે. તો સ્લીપર કોચની તત્કાલ ટિકિટનું બુકિંગ સવારે 11 થી 11.30 વાગે દરમિયાન થશે. ઉપરોક્ત સમય દરમિયાન એજન્ટો ટ્રેન ટિકિટ બુક કરી શકશે નહીં. તેનાથી સામાન્ય લોકોને સરળતાથી ટ્રેનની કન્ફર્મ તત્કાલ ટિકિટ મેળવવાની શક્યતા વધી જશે.
અગાઉ ટ્રેનન ટિકિટ બુકિંગ માટે કોઇ OTPની જરૂર પડતી ન હતી. જેના કારણે એજન્ટો સોફ્ટવેર દ્વારા ગણતરીની મિનિટોમાં સેંકડો ટિકિટ બુક કરી લેતા હતા. પરંતુ હવે રેલવે વિભાગે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) માં ટેકનિકલ ફેરફાર કર્યા છે, જેમા આધાર OTP વેરિફિકેશન ફરજિયાત કર્યું છે.
રેલવે સ્ટેશન પરથી તત્કાલ ટિકિટ બુક માટે પણ આધાર OTP ફરજિયાત
જો તમે રેલવે સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી ટ્રેનની તત્કાલ ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છો, તો ત્યાં પણ તમારે આધાર ઓટીપી વેરિફાઇડ કરવું પડશે. અગાઉ આ નિયમ ન હતો. તત્કાલ ટિકિટ ત્યારે જ બુક થશે જ્યારે મોબાઇલ નંબર આધાર સાથે લિંક હશે. શું તમારે IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાનું બાકી છે? IRCTC એકાઉન્ટ સાથે આધાર લિંક કરવાની સરળ પ્રક્રિયા વાંચા અહીં ક્લિક કરો
આધાર લિંક નહીં હોય તો તત્કાલ ટિકિટ નહીં મળશે
જો તમારે મોબાઇલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક નથી, તો તત્કાલ ટિકિટ બુક થશે નહીં. આથી તત્કાલ ટિકિટ બુક કરવા માટે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. સાથે જ તમે અન્ય કોઇ વ્યક્તિની તત્કાલ ટિકિટ બુક કરી રહ્યા છો તો તેના આધાર નંબર અને OTP ની જરૂર પડશે
શું જનરલ ટિકિટ માટે પણ આધાર OTP લાગુ થશે?
રેલવે વિભાગે જણાવ્યું છે કે, આધાર OTP વેરિફિકેશન નિયમ માત્ર તત્કા ટિકિટ બુકિંગ માટે લાગુ થયા છે. સામાન્ય ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે હાલ આધાર ઓટીપી વેરિફિકેશન જરૂરી નથી. પરંતુ આગામી સમયમાં રેલવે પ્લેટફોર્મના ટિકિટ કાઉન્ટર પરથી બુક કરવામાં આવતી ટ્રેન ટિકિટ માટે પણ આ નિયમ લાગુ કરવામાં આવી શકે છે.