Miyazaki mango: ત્રિપુરામાં દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરીની સફળ ખેતી, પેઇન્ટરમાંથી ખેડૂત બની પ્રજ્ઞાન ચક્રમાન કરે છે લાખોની કમાણી

World costliest Miyazaki mango in Tripura: મિયાઝાકી કેરી ઉગાડવામાં પ્રજ્ઞાન ચકમાની સફળતા જોઇ ત્રિપુરા કૃષિ વિભાગે રાજ્યમાં આ વિદેશી ફળની ખેતી માટે વિસ્તૃત યોજના તૈયાર કરવાની યોજના ઘડી

Written by Ajay Saroya
June 18, 2023 18:02 IST
Miyazaki mango: ત્રિપુરામાં દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરીની સફળ ખેતી, પેઇન્ટરમાંથી ખેડૂત બની પ્રજ્ઞાન ચક્રમાન કરે છે લાખોની કમાણી
પ્રજ્ઞાન ચકમા ધલાઈ જિલ્લામાં તેમના મિયાઝાકી કેરીના બગીચામાં Express Photo by Debraj Deb)

(દેબરાજ દેબ) Pragyan Chakma grew Miyazaki mango in Tripura: 42 વર્ષીય પ્રજ્ઞાન ચકમાને મળો. ચિત્રકારમાંથી ખેડૂત બનેલા ઉત્સાહી અને ઉદ્યોગસાહસિક પ્રજ્ઞાને ત્રિપુરામાં વિશ્વની સૌથી મોંઘી કેરી ‘મિયાઝાકી’ કેરી સફળતાપૂર્વક ઉગાડી છે. સતત બીજા વર્ષે બમ્પર પાક મેળવવાની તેમની સફળતાએ હવે સરકારનું પણ ધ્યાન ખેંચ્યું છે. અને સમજી શકાય તેવું છે. મિયાઝાકી કેરી, તેની ખાસિયત એ છે કે તે પાકી જાય ત્યારે લાલ રંગની થઇ જાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો 2.75 લાખ રૂપિયાના ભાવે વેચાય છે.

પ્રજ્ઞાને indianexpress.com ને કહ્યું, “મેં પાંચ વર્ષ પહેલા કેરી ઉગાડવાનું શરૂ કર્યું હતું અને બે વર્ષથી મિયાઝાકી કેરી વેચું છું.” પ્રજ્ઞાને 4 એકર જમીનમાં ફળોનો બગીચો ઉભો કર્યો છે – જેમાં રેમ્બુટન, ડ્રેગન ફ્રુટ અને એપલ બેર અને મિયાઝાકી, ખાટીમોન, અમેરિકન પામર, રંગુઇ, આમ્રપાલી વગેરે જેવી વિવિધ કેરીઓનો સમાવેશ થાય છે.

તેની મિયાઝાકી કેરીઓનું બાગાયત વિભાગ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું ન હોવાથી અને તેની પાસે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ નથી, પ્રજ્ઞાન તેને ગાંડાચેરાના સ્થાનિક બજારમાં રૂ. 1,500 પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યો છે. તે કહે છે કે તેણે ગયા વર્ષે તેના વિસ્તારમાં આશરે 20 કિલો મિયાઝાકી કેરી વેચી હતી. તેના બગીચામાં મિયાઝાકી કેરીના થોડાંક જ વૃક્ષો છે અને હવે આ ખાસ વેરાયટીની કેરીનો આશરે 40 કિલો પાક થવાની આશા રાખે છે.

ધલાઈ જિલ્લાના કૃષિ અધિક્ષક સીકે ​​રેઆંગે જણાવ્યું હતું કે, “એવું લાગે છે કે મિયાઝાકી કેરી માટે સારી સંભાવના છે. તેની પાસે હાલ મિયાઝાકી કેરીના ગણતરીના વૃક્ષો હોવાથી તેના પાકમાં થોડોક સમય લાગે છે. પરંતુ અમે તેમના માટે નહેર બનાવીને અમારો ટેકો વધાર્યો છે, અમે તેમને ટેકનિકલ જાણકારી પણ આપી છે,” .

પ્રજ્ઞાનની એક કલાકારથી ખેડૂત સુધીની સફર સરળ નહોતી. અગરતલાથી લગભગ 82 કિમી દૂર, ધલાઈ જિલ્લામાં ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ (TTAADC) ના કાર્યક્ષેત્રમાં આવેલા એક નાનકડા ગામ પંચરતન ખાતે પ્રજ્ઞાન એક ચિત્રકાર અને પેઇન્ટિંગના શિક્ષક તરીકે કામગીરી કરતા હતા અને તેમના ગામમાં કોવિડ-19ની મહામારી આવી ત્યાં સુધી ચુનીલાલ લલિતકલા એકેડેમીના નામ એક આર્ટ સ્કૂલ પણ ચલાવતા હતા.

બંગાળમાં એક મિત્રને ત્યારે મુલાકાત વખતે તેમમે થોડાક “બારોમાશી” કેરીના ઝાડ જોયા, જે આખું વર્ષ ફળ આપે છે. તેને પ્રેરણમાં મળી. પ્રજ્ઞાને જણાવે છે કે, “મે અમુક પેઇન્ટિંગ બનાવવાનુ ચાલુ રાખું છું. મને મારી આર્ટ સ્કૂલમાંથી થોડાક પૈસા મળે છે અને હું કેટલીક વિચિત્ર નોકરીઓ પણ કરું છું. મને યાદ છે કે મેં મારા બગીચામાં બધું જ રોકાણ કર્યું છે. કેટલી વખત તો અમને બીજા દિવસે ખાવાનું ભોજન કેવી રીતે મળશે તેના વિશે પણ કોઇ ખ્યાલ ન હતો. પરંતુ મારી પત્નીએ મને આ બધામાં સાથ આપ્યો.” .

તેઓ કહે છે કે, સરકારની કોઈ પણ પ્રકારની મદદ વગર, મિયાઝાકી કેરી વિશે જાણવા અને તેના વિસ્તારમાં કોઈએ સાંભળ્યું ન હોય તેવા છોડને ઉગાડવાની રીત જાણવા માટે તે સામાન્ય રીતે YouTube અને ઈન્ટરનેટ પર જ વધારે પડતા આધાર રાખે છે. “મેં સરકાર પાસે મદદ માટે અરજી કરી ન હતી, ન તો તેઓએ મદદ કરી હતી. પરંતુ હવે તેઓનું થોડુંક ધ્યાન આ તરફ ખેંચાયું છે, મને થોડી મદદ મળવાની આશા છે.” તે ઉમેરે છે કે, તેણે અમુક છોડ ઓનલાઈન ઓર્ડર કર્યા છે.

જ્યારે તેણે પ્રથમ વખત તેનો મિયાઝાકીની ખેતી શરૂ કરી ત્યારે તેણે સ્થાનિક ઠાકુરાચેરાના પ્રવાહમાંથી પંપ વડે પાણી મેળવ્યું હતું. તેમનો પ્રથમ પાક વેચાયાના એક વર્ષ બાદ સ્થાનિક કૃષિ અને બાગાયત વિભાગે તેની નોંધ લીધી. સરકારી અધિકારીઓએ હવે તેના બગીચા માટે નહેર ખોદી આપી છે.

દર વર્ષે એપ્રિલ અને ઑગસ્ટ વચ્ચે આ કેરીનો પાક આવે છે. પ્રજ્ઞાને વાવેલી મિયાઝાકી કેરીઓ આ વર્ષે જ ઝાર પર લાગી આવી છે. ધલાઈ ખાતે મિયાઝાકીનું વાવેતર હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં હોવા છતાં. રેઆંગ કહે છે કે ત્રિપુરાની જમીનની સ્થિતિ અને આબોહવા ‘સૂર્યના ઇંડા’ માટે યોગ્ય છે. મૂળભૂત રીતે ત્રિપુરાનું ન હોવા છતાં, આ વર્ષે સિલિગુડીમાં ત્રણ દિવસીય કેરી ઉત્સવની સાતમી આવૃત્તિમાં પણ આ ફળનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તેમના પ્રકાશિત રંગ અને સંપૂર્ણ ઇંડા જેવો આકાર હોવાથી તેને ‘એગ ઓફ ધ સન’ એટલે કે ‘સૂર્યનું ઈંડું’ કહેવાય છે, મિયાઝાકી કેરી મુળભૂત રીતે જાપાનના ક્યુશુ પ્રાંતના મિયાઝાકી શહેરની પેદાશ છે. તેનો ઇતિહાસ 1980ના દાયકામાં શરૂ થયો જ્યારે સ્થાનિક ખેડૂતો અને સંશોધકોની એક ટીમે સંપૂર્ણ કેરીના છોડને ઉગાડવાના વિચાર પર કામગીરી કરવાનું શરૂ કર્યું.

મિયાઝાકીની આબોહવા અને જમીનમાં સારી રીતે વૃદ્ધિ પામી શકે તેવી કેરી બનાવવા માટે નવી ટેક્નોલોજીને જૂના જમાનાની સંવર્ધન તકનીકો સાથે જોડવામાં આવી હતી, અને છેવટે એક સ્વાદિષ્ટ ફળનું ઉત્પાદન થયું જે લાંબા સમય સુધી સારી રહે છે અને જીવજંતુઓ દ્વારા ખાવાની શક્યતા ઓછી છે.

મિયાઝાકી કેરીઓ સાથે પ્રજ્ઞાનની સફળતાએ રાજ્યના અન્ય ઘણા બાગાયતકારોને તેનું અનુસરણ કરવા માટે પ્રેરિત કર્યા છે, પરંતુ તેમાંથી લગભગ કોઈએ તેના જેવું ઉત્પાદન કર્યું નથી, રેઆંગે જણાવ્યું હતું. રેઆંગ હવે ત્રિપુરામાં મિયાઝાકી કેરીના લક્ષ્યાંકિત વિકાસ માટે યોજના ઘડવાની યોજના બનાવી રહ્યા છે. “હું ટૂંક સમયમાં સરકાર સમક્ષ સંપૂર્ણ દરખાસ્ત મૂકીશ,” તેમણે કહ્યું.

ફ્રૂટ ડિપ્લોમસી?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કેરી હંમેશા રાજકારણ અને રાજનીતિના કેન્દ્રમાં રહી છે. બુધવારે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના વાઝેદે ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાને ભેટ તરીકે 500 કિલો કેરી મોકલી હતી. બાંગ્લાદેશના વડાપ્રધાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી , આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા અને નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયો સહિત અન્ય લોકોને સદ્ભાવના સંકેત તરીકે આટલા જ પ્રમાણમાં કેરીઓ મોકલી હતી.

કેરીએ સરહદ ઓળંગી હોય તેવી આ પહેલી ઘટના નથી. ગયા વર્ષે જુલાઈની શરૂઆતમાં ત્રિપુરાએ શેખ હસીનાને લગભગ 100 બોક્સ લગભગ 750 કિલો અનાનસ મોકલ્યા હતા, તો તેમણે તેમને ત્યાં ઉગાડવામાં આવવી કેરીની એક વિશેષ જાતની 300 કિલો ‘હારીભંગા’ કેરી ત્રિપુરાના તત્કાલિન મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને મોકલી હતી. ત્રિપુરા સાથે તેની ‘ફ્રુટ ડિપ્લોમસી’ એક મહત્વપૂર્ણ હિસ્સો છે અને આ રાજ્ય 856 કિમી લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે.

આ પણ વાંચોઃ ઓછી જમીનમાં કરોડોની કમાણી? આ ખેતી કરી દો, સાત પેઢી તરી જશે, ગુજરાત સરકાર પણ કરશે મદદ

બિપ્લબ કુમાર જ્યારે સત્તામાં હતા ત્યારે રાજ્યમાં સ્વદેશી રીતે ઉગાડવામાં આવતી પેદાશોને લોકપ્રિય બનાવવા અને પ્રાયોગિક વિદેશી ફળોના પાકને પ્રોત્સાહન આપવા માટે કવાયત હાથ ધરી હતી. ત્રિપુરામાં પરંપરાગત રીતે ઉગાડવામાં આવતા રાણી પાઈનેપલને GI ટેગ આપવામાં આવ્યો અને તેને ‘રાજ્ય ફળ’ જાહેર કરવામાં આવ્યો હતો. ઘણા ઉદ્યોગસાહસિકો એપલ બેર, ડ્રેગન ફ્રૂટ, દ્રાક્ષ વગેરે જેવા વિદેશી ફળો ઉગાડતા જોવા મળ્યા હતા. દેબે મિયાઝાકી કેરીની ખેતી કરવા માટે પણ દબાણ કર્યું હતું. સીએમ સાહા, જેમણે અગરતલામાં G20 મીટનું આયોજન કર્યું હતું, કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની નિકાસમાં રસ ધરાવતા રોકાણકારો સાથે ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહી ક્લિક કરો

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ