Triumph Speed Twin 900 : ભારતમાં ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન બાઇક લોન્ચ, જાણો કિંમતથી લઇને ફિચર્સ સુધીની ડિટેલ્સ

Triumph Speed Twin 900 : ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 મોટરસાયકલનું વેચાણ આ મહિને થશે અને ગ્રાહકો પાસે મોટરસાયકલને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ છે. જાણો આ બાઇકમાં શું છે ખાસ

Triumph Speed Twin 900 : ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 મોટરસાયકલનું વેચાણ આ મહિને થશે અને ગ્રાહકો પાસે મોટરસાયકલને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ છે. જાણો આ બાઇકમાં શું છે ખાસ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Triumph Speed Twin 900 launched, Triumph Speed Twin 900

Triumph Speed Twin 900 launched : ટ્રાયમ્ફે ભારતમાં અપડેટેડ સ્પીડ ટ્વિન 900ને લોન્ચ કર્યું છે

Triumph Speed Twin 900 launched : ટ્રાયમ્ફે ભારતમાં અપડેટેડ સ્પીડ ટ્વિન 900ને 8.89 લાખ રૂપિયા (એક્સ શો રુમ)માં લોન્ચ કરી છે. નવી ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 ડિઝાઇન અને કમ્પોનેંટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે, જેના કારણે આ પહેલા કરતા વધારે સ્પોર્ટિં થઇ ગઇ છે. મોટરસાયકલનું વેચાણ આ મહિને થશે અને ગ્રાહકો પાસે મોટરસાયકલને કસ્ટમાઇઝ કરવાનો વિકલ્પ પણ છે. 2025 ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900માં શું નવું છે અહીં જાણો.

Advertisment

ન્યૂ ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 ડિઝાઇન

ડિઝાઇનની વાત કરીએ તો નવી સ્પીડ ટ્વિન 900એ પોતાની ચેસિસ અપડેટ કરી છે અને પાછળનો ભાગ પહેલા કરતા ઘણો સાંકડો છે. એકંદરે ડિઝાઇનની દ્રષ્ટિએ મોટરસાઇકલ પહેલા કરતા પાતળી અને સ્પોર્ટી છે, જ્યારે તેની ક્લાસિક ડિઝાઇન લેંગ્વેજ યથાવત્ છે. મોટરસાઇકલમાં થોડા નાના-મોટા ફેરફારો પણ કરવામાં આવ્યા છે જેથી રાઇડિંગ પોસ્ચર વધુ આરામદાયક બની રહે છે. જ્યારે સ્વિંગ આર્મ એલ્યુમિનિયમનો બનેલો છે, જેનાથી તે હલકી થઇ ગઇ છે.

નવી ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900માં નવી કલર સ્કીમ સાથે સ્કલ્પ્ટેડ ટેન્ક મળે છે, જ્યારે નાના ફેંડર અને કોમ્પેક્ટ ટેલ લેમ્પ તેને એક મિનમલિસ્ટિક લુક આપે છે. બ્લેક-આઉટ કમ્પોનન્ટ્સ અને અપસ્વેપ્ટ એક્ઝોસ્ટ સાથે બ્લેક રેડ સ્ટેઈનલેસ સ્ટીલ એક્ઝોસ્ટ હેડર્સ નવા સ્પીડ ટ્વિન 900ના ક્લાસિક લુકને વધુ શાનદાર બનાવે છે.

ન્યૂ ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 ફિચર્સ

ઉપકરણની વાત કરીએ તો નવી ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900માં યુએસડી (USD) ફોર્ક્સ, પાછળના ભાગે ડ્યુઅલ શોક, બંને છેડે ડ્યુઅલ-ચેનલ એબીએસ સાથે ડિસ્ક બ્રેક્સ, બ્રેક્સ માટે ચાર-પિસ્ટન કેલિપર્સ, 18 ઇંચના ફ્રન્ટ અને 17 ઇંચના રિયર વ્હીલ્સ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળે છે.

Advertisment

આ પણ વાંચો - 1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોનમાં વોટ્સએપ નહીં ચાલે, તમારી પાસે હોય તો બદલાવી નાખો, જુઓ લિસ્ટ

ઇલેક્ટ્રોનિક્સના મામલે સ્પીડ ટ્વિન 900 કોર્નરિંગ એબીએસ, ટ્રેક્શન કન્ટ્રોલ, હીટેડ ગ્રિપ, ક્રુઝ કન્ટ્રોલ અને ચારેય તરફ એલઇડી લાઇટિંગ સાથે તેને સરળ બનાવી રાખે છે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર એ એક એલસીડી યુનિટ છે જેમાં વધારાની માહિતી વાંચવા માટે એકીકૃત ટીએફટી સ્ક્રીન છે. અપડેટના ભાગ રૂપે મોટરસાયકલને બ્લુટૂથ કનેક્ટિવિટી પણ મળે છે.

ન્યૂ ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 એન્જિન સ્પેસિફિકેશન્સ

નવું ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 માં 900 સીસી લિક્વિડ-કૂલ્ડ પેરેલલ ટ્વિન એન્જિન છે જેમાં 270 ડિગ્રી ફાયરિંગ ઓર્ડર છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સની મદદથી 64bhp અને 80Nm ટોર્ક બનાવે છે. એન્જિન ફ્યુઅલ-ઇન્જેક્ટેડ છે અને તેમાં બે રાઇડ મોડ છે - રોડ અને રેન.

ભારતમાં ટ્રાયમ્ફ સ્પીડ ટ્વિન 900 માટે કાવાસાકી ઝેડ900 આરએસ સિવાય કોઇ સીધા પ્રતિસ્પર્ધી નથી. જાપાનની આ મોટરસાઇકલની કિંમત 16.9 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે, જે સ્પીડ ટ્વિન 900થી લગભગ બમણી છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ