Truecaller AI Feature: ટ્રુકોલર લાવ્યું શાનદાર ફીચર, તમારા અવાજમાં વાત કરશે AI, જાણો સ્માર્ટફોનમાં ઉપયોગ કરવાની રીત

Truecaller Microsoft AI Voice Assistant Feature: ટ્રુકોલર અને માઇક્રોસોફ્ટ સાથે મળી એઆઈ પર્સનલ વોઇસ આસિસ્ટન્ટ ફીચર રજૂ કરાયું છે, જે સ્માર્ટફોન યુઝર્સના અવાજમાં વાત કરશે. જાણો ભારતમાં આ ફીચર્સ ક્યારે ઉપલબ્ધ થશે

Written by Ajay Saroya
May 24, 2024 18:42 IST
Truecaller AI Feature: ટ્રુકોલર લાવ્યું શાનદાર ફીચર, તમારા અવાજમાં વાત કરશે AI, જાણો સ્માર્ટફોનમાં ઉપયોગ કરવાની રીત
Truecaller AI Voice Feature: ટ્રુકોલર એઆઈ વોઇસ આસિસ્ટન્ટ ફીચર રજૂ કરવામાં આવ્યું છે. (Image: Truecaller)

Truecaller Microsoft AI Voice Assistant Feature: સ્માર્ટફોન યુઝર્સ માટે ટ્રુકોલર એક શાનદાર ફીચર્સ લાવ્યું છે. માની લો તમે કોઇ મિટિંગમાં છો કે વાહન ડ્રાઇવ કરી રહ્યો છો ત્યારે તમારા મોબાઇલની રિંગટોન વાગે છે ત્યારે તમે ફોન રિસિવ કરો છો. પણ હવે આવી સ્થિતિમાં તમારે ફોન રિસિવ કરવાની જરૂર પડશે નહીં. હવે આ કામ ટ્રુકોલરનું નવું એઆઈ ફીચર્સ કરશે અને તે પણ તમારા વતી તમારી જ અવાજમાં. જી હાં, ટ્રુકોલર અને માઇક્રોસોફ્ટે સાથે મળી એક એઆઈ વોઇસ આસિસ્ટન્ટ ફીચર્સ પર કામગીરી કરી રહ્યા છે, જે કોઇ ફણ વ્યક્તિના ફોન કોલનો જવાબ તેના અવાજમાં આપશે.

ટ્રુકોલર નવું એઆી ફીચર શું છે?

ટ્રુકોલર દ્વારા તેના યુઝર્સને પોતાનું એઆઈ વર્ઝન બનાવવાની સુવિધા આપવા તૈયારી કરી રહ્યું છે. તેમા યુઝર્સ પોતાના એઆઈ વર્ઝનમાં પોતાનો રિયલ અવાજ જોડી શકશે. તેનાથી ફોન કોલ આવશે ત્યારે એઆઈ એકદમ યુઝર્સની અવાજમાં વાત કરશે. ટ્રુકોલર બોગસ કોલ અને સ્પામ કોલ વગેરે ફોન કોલને પણ ઓળખી શકશે. નવા એઆઈ વોઇસ આસિસ્ટન્ટ માટે ટ્રુકોલર અને માઇક્રોસોફ્ટ એઝ્યુર એઆઈ સ્પીચ સાથે કામગીરી કરી રહ્યા છે. નવું AI આસિસ્ટન્ટ માઇક્રોસોફ્ટના પર્સનલ વૉઇસ દ્વારા સંચાલિત છે, જે ટેક જાયન્ટે ગયા વર્ષે નવેમ્બરમાં Azure AI સ્પીચના ભાગરૂપે રજૂ કર્યું હતું.

ટ્રુકોલર એઆઈ વોઇસ આસિસ્ટન્ટ ફીચર મફત મળશે?

ટ્રુકોલર એઆઈ વોઇસ આસિસ્ટન્ટ ફીચર્સ દરેક માટે ઉપલબ્ધ નથી. આ એઆઈ ફીચર્સ Truecallerના પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ હશે. આ એઆઇ ફીચર્સમાં ટ્રુકોલર યુઝર્સે થોડાક સેકન્ડનો અવાજ રેકોર્ડ કરવાનો રહેશે, જેથી જ્યારે કોઈ ફોન કૉલ કરે ત્યારે AI તેની નકલ કરી શકે. કંપનીના AI આસિસ્ટન્ટ યુઝર્સને ઇનકમિંગ કોલ્સ પણ સ્ક્રીન કરવા દે છે અને કોલ કેમ કરવામાં આવી રહ્યો છે તે પણ જણાવે છે.

Smartphone Users | Smartphone Use Tips | Smartphone Feature
સ્માર્ટફોન યુઝર્સ પ્રતિકાત્મક તસવીર (Photo – Freepik)

અલબત્ત ટ્રુકોલર પાસે પહેલેથી જ અવાજનો સમૂહ છે જેનો ઉપયોગ ફોન કોલનો જવાબ આપવા માટે થઈ શકે છે. આવું પહેલીવાર છે જ્યારે કંપની AI-સંચાલિત વૉઇસ ક્લોનિંગ ફીચર્સ રજૂ કરી રહી છે. જો કે પર્સનલ વોઈસ ને સક્ષમ કરવાથી હાલના ટ્રુકોલર આસિસ્ટન્ટ ફીચર્સ બદલાશે, જે યુઝર્સને તેમના વૉઇસના ડિજિટલ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છે તે અન્ય લોકોને જણાવવા માટે પ્રારંભિક ગ્રેટિંગ ટેમ્પલેટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં સક્ષમ કરશે. સ્માર્ટફોન યુઝર્સ પોતાની રુચિ અનુસાર ફોલો-અપ જવાબને પણ કસ્ટમાઇઝ કરી શકે છે.

ટ્રુોલર એઆઈ વોઇસ કોલર આસિસ્ટન્ટ ફીચર ભારતમાં ક્યારે રજૂ થશે?

Microsoft કહે છે કે Azure AI સ્પીચ ટેકનોલોજી, હાલમાં મુઠ્ઠીભર વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, ડિજિટલ વૉઇસમાં આપમેળે વોટરમાર્ક ઉમેરે છે, જે ટૂલ્સ માટે આર્ટિફિશિયલ ઑડિયોને શોધવાનું સરળ બનાવે છે. ટ્રુકોલર કહે છે કે પર્સનલ વોઈસ ફીચર આગામી થોડા અઠવાડિયામાં ભારત, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સ્વીડન, ચિલી અને દક્ષિણ આફ્રિકામાં રહેતા પબ્લિક બીટા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.

આ પણ વાંચો | 108MP કેમેરા સાથે ઈન્ફિનિક્સ નોટ 40 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

ટ્રુકોલર પર્સનલ વોઇસ ફીચરનો ઉપયોગ કરવાની રીત (How To Use Truecaller AI Voice Assistant Feature)

સૌથી પહેલા તમારા સ્માર્ટફોન માં ટ્રુકોલર એપ ડાઉનલોડ કરો

એક સાથે ધ્યાનમાં રાખો કે આ ફીચર્સ હાલ માત્ર ટ્રુકોલર પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. ભારતમાં આ સર્વિસ 132 રૂપિયા પ્રતિ માસિક અને 925 રૂપિયા વાર્ષિક પર ઉપલબ્ધ છે.

ટ્રુકોલર એપ ઓપન કરો અને સેટિંગમાં જાઓ. ત્યાં આસિસ્ટન્ટ સેટિંગ્સ શોધો અને તેને ઓપન કરો.

હવે સ્કીન પર જણાવેલા નિર્દેશને ફોલો કરો. જેમા તમારે તમારો અવાજ રેકોર્ડ કરવો પડશે જેથી એઆઈ તમારા અવાજની નકલ કરી શકે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ