Truecaller Max AI Features To Detect And Block Spam Call : ટ્રુકોલર એક નવું એઆઈ સંચાલિત ફીચર લાવી રહ્યું છે જે સ્પામ શોધવા અને તેને રોકવામાં મદદ કરે છે. મેક્સ તરીકે ઓળખાતી આ સર્વિસ હાલ એપના એન્ડ્રોઇડ વર્ઝન પર ઉપલબ્ધ છે અને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં ન હોય તેવા કોલને બ્લૉક કરવાનું કામ કરે છે.
TechCrunch અનુસાર , જો કોઈ નંબર Truecallerના ડેટાબેઝમાં નથી, તો તે કોલ સ્પામ છે કે નહીં તે નક્કી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)નો ઉપયોગ કરશે. અત્યાર સુધી, એપ તેના ડેટાબેઝનો ઉપયોગ કરે છે, જેમાં કોલ સ્પામ છે કે કેમ તે મેચ કરવા અને શોધવા માટે લાખો ફોન નંબરો છે. જો કે, તેમાં અજાણ્યા નંબરો અને નોન-સ્પામર્સના કોલ્સને બ્લોક કરવાની ક્ષમતા પણ છે.
નવું એઆઈ સંચાલિત ટુલ હાલમાં Truecaller પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ માટે મર્યાદિત છે જેઓ એન્ડ્રોઇડ ડિવાઇસનો ઉપયોગ કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે, ગૂગલ થી વિપરીત , એપલ ટ્રુકોલર જેવી કોલર આઈડી સર્વિસને સ્પામ કૉલને ચેક કરવા અને બ્લોક કરવાની મંજૂરી આપતું નથી. એવું લાગે છે કે કંપની યુઝર્સને ઈન એપ સેટિંગ સાથે બાંધછોડ કર્યા વગર સ્પામ કૉલ સિક્યોરિટીને વધારવાની ટ્રીક અજમાવી રહી છે.
ટ્રુકોલર મેક્સ ફીચર સ્માર્ટફોનમાં સક્ષમ કરવાની રીતે
નવા ફીચરને સક્ષમ કરવા અને સ્પામ કોલ થી પોતાને સુરક્ષિત રાખવા માટે, તમારા ફોનમાં Truecaller એપ ઓપન કરો. હવે સેટિંગ્સમાં જાઓ અને બ્લોક ઓપ્શન પર ટેપ કરો. સ્ક્રીન પર દેખાત સિક્યોરિટી લેવલને મેક્સ પર સેટ કરો.
મોબાઈલ યુઝર્સને સ્પામ કોલ વિશે ચેતવણી આપશે
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) એ તાજેતરમાં કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) નામના નવા કોલર આઈડીની દરખાસ્ત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે., જે Truecaller જેવું જ છે જે સ્માર્ટફોન યુઝર્સને કોલર એટલે કે ફોન કરનારનું નામ જોવામાં મદદ કરે છે અને સંભવિતપણે યુઝર્સને સ્પામ કોલ વિશે ચેતવણી આપી શકે છે.
આ પણ વાંચો | Circle to Search : સર્કલ ટુ સર્ચ શું છે? સ્માર્ટફોન પર આ રીતે કરો ઉપયોગ
એક બાજુ CNAP એ ટ્રુકોલર તરફથી કટ્ટર હરિફાઈનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયા જેવી ટેલિકોમ કંપનીઓએ આનો વિરોધ કર્યો છે. તેમના મતે આ ફીચર્સ સબસ્ક્રાઇબર ડેટા ગોપનીયતાના ભંગમાં પરિણમી શકે છે.





