/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/Trump-Mobile-T1-Phone-Launch-Price.jpg)
Trump Mobile T1 Phone Launch Price : ટ્રમ્પ મોબાઈલ ટી 1 ફોન ગોલ્ડન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. (Photo: Social Media)
Trump Mobile T1 Phone Launch: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની Trump Organisation ઘણા બિઝનેસો કરે છે. યુએસ પ્રમુખની કંપની દુનિયાભરમાં ઘણા અલગ અલગ સેક્ટરમાં બિઝનેસ કરે છે અને હવે ટેલિકોમ બિઝનેસનું નામ પણ તેના બિઝનેસની યાદીમાં સામેલ થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રમ્પ મોબાઇલ નામથી ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો છે અને તેનો વહેલી તકે લાભ લેવાનો ઇરાદો ધરાવે છે. કંપનીએ એક સ્માર્ટફોન પણ લોન્ચ કર્યો છે. ટ્રમ્પ મોબાઇલની નવી કંપનીનું નામ ટ્રમ્પ મોબાઇલ ટી1 ફોન (Trump Mobile T1 Phone) છે અને આ હેન્ડસેટની કિંમત 499 ડોલર રાખવામાં આવી છે. Trump Mobile T1 Phone એપલ આઈફોનને આપશે.
ટ્રમ્પ મોબાઈલ ટી1 ફોનના રિયર લુકની વાત કરીએ તો દેખાવમાં ટિમ કૂકના એપલ આઈફોન 16 પ્રો જેવો દેખાય છે. આ ફોન ગૂગલ એન્ડ્રોઇડ ઇકોસિસ્ટમ સાથે આવે છે. આ ફોનને ગોલ્ડ બાર જેવી ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવ્યો છે અને તેના પર ટ્રમ્પ ટી1નો લોગો અને અમેરિકન ધ્વજ ઉપસાવેલો છે. ફોન તેના લુક્સ સાથે આકર્ષિત કરે છે. 499 ડોલરની કિંમત રજૂ કરેલો Trump Mobile T1 Phone સેમસંગ, મોટોરોલા, ગૂગલ જેવી ઘણી બ્રાન્ડના મિડરેંજ સ્માર્ટફોન માટે મુશ્કેલી ઉભો કરી શકે છે.
Trump Mobile T1 Phoneનું વેચાણ શરૂ થવામાં હજી થોડા મહિનાનો સમય લાગી શકે છે. ટ્રમ્પ મોબાઇલે ફોનના સ્પેસિફિકેશન્સ અને ડિઝાઇન રેન્ડર્સ જાહેર કર્યા છે.
Trump Mobile T1 Phone Specifications : ટ્રમ્પ મોબાઈલ ટી 1 સ્પેસિફિકેશન
ટ્રમ્પ મોબાઈલ ટી 1 ફોનને એક Made In The UAS એન્ડ્રોઇડ સ્માર્ટફોન તરીકે રજૂ કરવામાં આવ્યો છે. અને તેની કિંમત 499 ડોલર છે. આ ફોન 100 ડોલરના ડાઉન પેમેન્ટ સાથે પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
ટ્રમ્પ મોબાઈલ ટી1 ફોનમાં 6.8 ઇંચની પંચ-હોલ એમોલેડ ડિસ્પ્લે છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે છે. આ ડિવાઇસની પીક બ્રાઇટનેસ અને ડિસ્પ્લે પેનલના અન્ય પાસાઓ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.
ટ્રમ્પ મોબાઇલ ટી 1 ફોનમાં 50 એમપીનો પ્રાઇમરી રિયર કેમેરો છે. ફોનમાં 2 એમપી મેક્રો સેન્સર અને 2 એમપી ડેપ્થ સેન્સ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે હેન્ડસેટમાં 16 એમપીનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.
ડિવાઇસને પાવર આપવો એ 5000mAhની બેટરી છે જેમાં 20W વાયર્ડ ચાર્જિંગ સોલ્યુશન છે.
ટ્રમ્પ મોબાઇલ ટી1 ફોન ગૂગલની એન્ડ્રોઇડ 15 ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે. ટ્રમ્પ મોબાઇલે એ વાતનો ખુલાસો કર્યો નથી કે આ ફોનને એન્ડ્રોઇડ 16 અને અન્ય એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ મળશે કે નહીં. ટ્રમ્પ મોબાઇલે ડિવાઇસના ચિપસેટનો ખુલાસો કર્યો નથી. જો કે ફોનમાં 12 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ છે જેને માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે.
ટ્રમ્પ મોબાઈલ ટી1 ફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં AI ફેસ અનલોક ફીચર આપવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us