TVS iQube ST Vs Ather Rizta Z: ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડ બંનેમાંથી શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટર ક્યુ? બેટરી, ફીચર્સ, કિંમત સહિત જાણો વિગત

TVS iQube ST Vs Ather Rizta Z Comparison: ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડ બંને ભારતમાં લોકપ્રિય ઇલેક્ટ્રિક સ્કૂટર છે. અહીં આપેલી બંને Electric Scooterની બેટરી, ફીચર્સ અને કિંમત સહિત તમામ વિગતનો તુલનાત્મક માહિતી જાણો અને પછી નક્કી કરો.

Written by Ajay Saroya
May 23, 2024 14:59 IST
TVS iQube ST Vs Ather Rizta Z: ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડ બંનેમાંથી શ્રેષ્ઠ ઇલેક્ટ્રિક સ્કૂટર ક્યુ? બેટરી, ફીચર્સ, કિંમત સહિત જાણો વિગત
TVS iQube ST Vs Ather Rizta Z: ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડ. (Photo - tvsmotor.com / Ather Energy)

TVS iQube ST Vs Ather Rizta Z: ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોકપ્રિય થઇ હ્યા છે. ભારતમાં ઘણી કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટર ઉપલબ્ધ છે. પરંતુ ઇવી સ્કૂટર સેગમેન્ટમાં ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. ટીવીએસ આઇક્યુબ એસટી અને એથર રિઝ્ટા ઝેડ બંનેમાંથી કયું બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર છે? ક્યા ઇલે સ્કૂટરમાં પાવરફુલ બેટરી આવે છે? કિંમત અને ફીચર્સ સહિત તમામ વિગત જાણો

ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં ઘણા વિકલ્પો છે. પરંતુ ટીવીએસએ તાજેતરમાં જ એસટી વેરિઅન્ટ રજૂ કર્યું છે. આ સમાચારમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ટીવીએસ આઇક્યૂબે એસટી અને એથર રિઝ્ટા ઝેડમાં કેવા કેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. તેમાં મોટર અને બેટરી કેટલી પાવરફુલ આપવામાં આવે છે અને તેને કેટલી કિંમતે ખરીદી શકાય છે.

TVS iQube ST Vs Ather Rizta Z: મોટર અને બેટરી

ટીવીએસ આઇક્યુબમાં બે બેટરી વિકલ્પ સાથે BLDC Hub માઉન્ટ મોટર આપવામાં આવે છે. જેનાથી 4.4 કિલોવોટનો પીક પાવર મળે છે અને 140 ન્યૂટન મીટરનો પીક ટોર્ક જનરેટ થાય છે. તે આઈપી67 રેટિંગ સાથે આવે છે. તેમાં 3.4 કિલોવોટની ક્ષમતા ધરાવતી બેટરી આપવામાં આવી છે. આ વેરિયન્ટને 0-80 ટકાથી ચાર્જ કરવામાં લગભગ ત્રણ કલાકનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 78 કિલોમીટર પ્રતિ કલાક છે અને રિયલ વર્લ્ડ રેન્જ 100 કિમી છે.

TVS iQube ST | TVS iQube ST Price | TVS iQube ST Battery | TVS iQube ST electric scooter | best electric scooter in india
TVS iQube ST Price : ટીવીએસ આઇક્યુબ એસટી કિંમત (Photo – tvsmotor.com)

તો એથર રિઝ્ટા ઝેડમાં 3.7 kWhની બેટરી આપવામાં આવી છે. જેનાથી તેને 159 કિલોમીટરની રેન્જ મળે છે. તેને ચાર્જ કરવામાં ચાર કલાક અને 30 મિનિટનો સમય લાગે છે અને તેની ટોપ સ્પીડ 80 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં આઇપી 66 રેટિંગવાળી મોટર અને આઇપી67 રેટિંગ બેટરી આવે છે.

TVS iQube ST Vs Ather Rizta Z: ફીચર્સ

ઇલેક્ટ્રિક સ્કૂટર ટીવીએસ આઇક્યુબ એસટી 3.4 કિલોવોટના વેરિઅન્ટમાં સાત ઇંચની ફુલ-કલર ટીએફટી ટચસ્ક્રીન, 118થી વધુ કનેક્ટેડ ફીચર્સ, વોઇસ આસિસ્ટન્ટ અને એલેક્સા સ્કિલસેટ, ડિજિટલ ડોક્યુમેન્ટ સ્ટોરેજ, ટીપીએમએસ, મ્યુઝિક કન્ટ્રોલ, ફ્લિપ કી, લિટર અંડરસીટ સ્ટોરેજ અને બીજું ઘણું બધું આવે છે. તો એથર રિઝતા ઝેડમાં સાત ઇંચની ટચસ્ક્રીન, ગૂગલ મેપ્સ, પ્રીમિયમ સીટ, એલઇડી લાઇટ્સ, સાઇડ સ્ટેન્ડ મોટર કટ ઓફ, રિવર્સ મોડ, ઓટીએ અપડેટ, મ્યુઝિક જેવા ફીચર્સ મળે છે.

TVS iQube ST Vs Ather Rizta Z: લંબાઇ અને પહોળાઇ

ટીવીએસ આઈક્યુબ એસટી લંબાઈમાં 1085 એમએમ છે. તેની પહોળાઈ 645 મીમી અને ઉંચાઈ 1140 મીમી છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 157 મિમી છે. તેની સીટની ઉંચાઈ 770 મિમી અને તેની વ્હીલબેઝ 1301 મિમી છે. એથર રિઝ્ટા ઝેડ લંબાઈ 1850 મીમી, પહોળાઈ 750 મીમી અને ઊંચાઈ 1140 મીમી છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 165 મીમી અને તેનું વ્હીલબેઝ 1285 મીમી છે.

Ather rizta Vs TVS iQube | Ather rizta Electric Scooter | TVS iQube Electric Scooter | Best Electric Scooter In India | Electric Bike
એથર રિઝતા વિ ટીવીએસ iQube (Photo – atherenergy/ @tvsiqube)

TVS iQube ST Vs Ather Rizta Z: સેફ્ટિ ફીચર્સ

ઇલેક્ટ્રિક વ્હીકલ ટીવીએસ આઇક્યુબ એસટીમાં આગળના ભાગમાં 220 એમએમ ડિસ્ક અને રિયરમાં 130 એમએમ ડ્રમ બ્રેક આવે છે. તો એથર રિઝતા ઝેડના ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ સાથે સીબીએસ આપવામાં આવી છે.

આ પણ વાંચો | બજાજ પ્લસર એફ250 લોન્ચ; યામાહા, કેટીએમ ડ્યૂકને આપશે ટક્કર, જાણો કિંમત, માઇલેજ સહિત તમામ વિગત

TVS iQube ST Vs Ather Rizta Z: કિંમત

ઓટો કંપની ટીવીએસ આઇક્યુબ એસટી વેરિએન્ટમાં 3.4 કિલોવોટ બેટરી સ્કૂટર છે જેની કિંમત 1.55 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. તો એથર રિઝતા ઝેડને 1.45 લાખ રૂપિયાની એક્સ શોરૂમ કિંમતે ઓફર કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ