/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/2024-tvs-jupiter-110-engine.jpg)
TVS Jupiter 110 2024: ટીવીએસ જ્યુપીટર 110 બ્લૂટૂથ, કોલ નોટિફિકેશન, વોઇસ કમાન્ડ અને નેવિગેશન સાથે રંગીન એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે. (Photo: Social Media)
TVS Jupiter 110 Review: ટીવીએસ મોટર્સ દ્વારા નવા લુક સાથે ટીવીએસ જ્યુપિટર 110 લોન્ચ કરવામાં આવી છે. ટીવીએસ જ્યુપીટર કંપનીની સૌથી લોકપ્રિય અને બેસ્ટ સેલિંગ ટુ વ્હીલર છે. આ નવા ટીવીએસ જ્યુપીટરમાં એક્સ્ટ્રા સ્ટાઇલિંગ અને ઘણા સેગમેન્ટ ફર્સ્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે, જે તેને આરામદાયક મુસાફરી બનાવી છે. ટીવીએસ જ્યુપિટરની કટ્ટર સ્પર્ધા આ સેગમેન્ટના ચેમ્પિયન હોન્ડા એક્ટિવા સાથે છે, જેણે તેના બમ્પર વેચાણને કારણે દેશના બીજા નંબરના સ્કૂટર પર ટીવીએસ જ્યુપિટરને રોકી રાખ્યું છે.
નવા ટીવીએસ જ્યુપીટર 110ના ફીચર્સ તેને હોન્ડા એક્ટિવાની તુલના ખાસ બનાવે છે. જે હોન્ડામાં નથી. અહીં ટીવીએસ જ્યુપીટર 110ના 5 ખાસ ફીચર્સ વિશે જાણકારી આપવામાં આવી છે, જે હોન્ડા એક્ટિવમાં જોવા મળશે નહીં.
TVS Jupiter 110: ટીવીએસ જ્યુપિટર 110 - ફ્રન્ટ ફ્યૂઅલ-ફિલર
નવી ટીવીએસ જ્યુપિટર 110માં પરંપરાગત મોટરસાઈકલની જેમ જ આગળની તરફ ફ્યુઅલ ફિલર મળે છે, જેના કારણે ઈંધણ ભરવામાં સરળતા રહે છે. ઉપરાંત, ફ્યુઅલ ટેન્ક સ્કૂટરના ફ્લોરબોર્ડ પર જ મૂકવામાં આવી છે, જે તેને હોન્ડા એક્ટિવા કરતા વધુ સારું માસ સેન્ટ્રલાઇઝેશન આપે છે. હોન્ડા એક્ટિવાએ તેના અંડર સીટ ફ્યુઅલ ફિલરને રિયરમાં ફેરવી દીધું છે, જે જ્યુપિટર 110ની તુલનામાં હજુ પણ મુશ્કેલીભર્યું છે.
TVS Jupiter 110: ટીવીએસ જ્યુપિટર 110 - બૂટ સ્પેસ
હવે ફ્યૂઅલ ટેન્કને સીટની નીચેથી ફ્રન્ટ ફ્લોરબોર્ડ પર ખસેડવાથી ટીવીએસને વધુ સ્ટોરેજ સ્પેસ મળે છે. જ્યુપીટર સીટ નીચે બે હેલ્મેટ મૂકી શકાય તેટલી સ્પેસ મળે છે - હાઇ હેલ્મેટ - અને સ્ટોરેજ સ્પેસ 33 લિટર છે. તે આઇસીઇ સ્કૂટર માટે ખૂબ જ મોટું છે, લગભગ ઇલેક્ટ્રિક સ્કૂટરની બરાબર છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/2024-tvs-jupiter-110-launched-in-india-1.jpg)
TVS Jupiter 110: ટીવીએસ જ્યુપિટર 110 - ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર
આધુનિક વિશ્વમાં ગ્રાહકો ઇન્સ્ટ્રુમેન્ટ પેનલને તેમના સ્માર્ટફોનના એક્સટેંશન તરીકે જોઈ રહ્યા છે. ટીવીએસ જ્યુપિટર 110 ને બ્લૂટૂથ, કોલ નોટિફિકેશન, વોઇસ કમાન્ડ અને નેવિગેશન સાથે રંગીન એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપ્યું છે. જ્યારે આ ફીચર્સ કામમાં આવે છે પરંતુ હોન્ડા એક્ટિવામાં ઉપલબ્ધ નથી કારણ કે એક્ટિવા જુના એનાલોગ ડિસ્પ્લે પર ટકેલું છે.
TVS Jupiter 110 : ડિસ્ક બ્રેક્સ
ટીવીએસ જ્યુપિટર 110 સેગમેન્ટમાં એકમાત્ર સ્કૂટર છે જે આગળની તરફ ડિસ્ક બ્રેક્સ પ્રદાન કરે છે. હોન્ડા એક્ટિવાને આગળ અને પાછળ ડ્રમ બ્રેક મળે છે, જ્યારે ટોપ-સ્પેક ટીવીએસ જ્યુપિટરને ડિસ્ક બ્રેક મળે છે. પેટલ ડિસ્ક સારી રીતે કામ કરે છે અને જ્યારે જોર થી દબાવવામાં આવે છે ત્યારે પ્રોગ્રેસિવ ફીલ આપે છે. તેમાં એટલો પાવર છે કે તે સ્કૂટરને થોડા જ સમયમાં સંપૂર્ણ રીતે રોકી શકે છે.
TVS Jupiter 110 : ઇમરજન્સી સ્ટોપ સિગ્નલ
જ્યપીટરમાં કાર્યક્ષમ બ્રેકિંગ ખાસ ફીચર્સ છે, જે ઇમરજન્સી સ્ટોપ વોર્નિંગ સાથે આવે છે. ફાસ્ટ બ્રેકિંગ દરમિયાન, ચારેય બ્લિન્કર્સ એક સાથે સાંભળી શકાય તેવી બીપ સાથે ચાલુ થાય છે, જે અન્ય વાહનચાલકને ઝડપથી બ્રેકિંગ લગાવવાની ચેતવણી આપે છે. તે ભારતીય ટ્રાફિકની સ્થિતિમાં જીવનરક્ષક બની શકે છે અને હોન્ડા એક્ટિવામાં આ ફીચર્સ જોવા મળતા નથી.
TVS Jupiter 110 Price: ટીવીએસ જ્યુપીટર 101 કિંમત
ટીવીએસ જ્યુપીટર 110 આકર્ષક ડિઝાઇન અને એડવાન્સ ટેકનોલોજી સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. કિંમતના મામલે પણ અન્ય હરિફ સ્કૂટર્સ ને ટક્કર આપવામાં સક્ષમ છે. 2024 ટીવીએસ જ્યુપિટર 110ની કિંમત 73700 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે.જ્યારે હોન્ડા એક્ટિવ 76684 રૂપિયાથી શરૂ થાય છે.
#ScooterThatsMore has arrived—the all-new TVS Jupiter. More style, more features, and so much more than you'd expect!
#TVS#TVSMotorCompany#AllNewTVSJupiter#RedefineMobilitypic.twitter.com/oHwwfzT3W3— TVS Motor Company (@tvsmotorcompany) August 22, 2024
હવે આ સ્કૂટરમાં ફ્રન્ટ અને રિયર બંને સાઇડ પર મોટી એલઇડી ડીઆરએલ લગાવવામાં આવી છે, જેમાં ટર્ન સિગ્નલ ઇન્ટિગ્રેટેડ હોય છે. 2024 જ્યુપિટર 110ની બોડી પેનલ્સ પણ હવે ઘણી શાર્પ છે અને એકંદરે, તે 110 સીસી ફેમિલી સ્કૂટર કેટેગરીમાં સૌથી શાર્પ ડિઝાઇન પૈકીની એક છે.
આ પણ વાંચો | Ola થી એથર સુધી ભારતના બેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર, પાવરફુલ બેટરી અને આકર્ષક કિંમત
TVS Jupiter 110 Mileage: ટીવીએસ જ્યુપીટર 110 માઇલેજ
ટીવીએસ જ્યુપીટર 110 113.3 સીસી, સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક એન્જિન દ્વારા સંચાલિત છે જે 6500 rpm પર 5.9 kW અને 5000 rpm (iGO આસિસ્ટ સાથે) પર 9.8 Nm અને 5000 rpm પર 9.2 Nm (આસિસ્ટન્ટ વગર) નો ટોર્ક જનરેટ કરે છે. આ સ્કૂટરમાં ઇનોવેટિવ iGO આસિસ્ટ ટેક્નોલોજી છે, જે તેના જૂના વર્ઝનની સરખામણીમાં 10 ટકા વધારે માઇલેજ આપે છે. તેમાં ઓટો સ્ટાર્ટ-સ્ટોપ કાર્યક્ષમતા સાથે એક ઇન્ટેલિજન્ટ ઇગ્નીશન સિસ્ટમ અને ઇન્ટિગ્રેટેડ સ્ટાર્ટર જનરેટર (ISG)નો પણ સમાવેશ થાય છે જે વધુ કાર્યક્ષમતા આપે છે, ખાસ કરીને ઓવરટેકિંગ અને ક્લાઇમ્બીંગ દરમિયાન.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us