TVS Jupiter 110 Launch Date: નવું ટીવીએસ જ્યુપિટર 110 આ તારીખ લોન્ચ થશે, જાણો કિંમત થી લઇ ફીચર્સ સુધી લેટેસ્ટ અપટેડ

TVS Jupiter 110 Launch Date, Price And Features: ટીવીએસ મોટર્સ બેસ્ટ સેલિંગ સ્કૂટર ટીવીએસ જ્યુપિટર 110 તદ્દન નવા અંદાજમાં લોન્ચ કરવા જઈ રહી છે. ટીવીએસ જ્યુપિટર 110 ટુ વ્હીલરની ડિઝાઇન, ફીચર્સ અને કિંમત સંબંધિત લેટેસ્ટ અપડેટ જાણો

TVS Jupiter 110 Launch Date, Price And Features: ટીવીએસ મોટર્સ બેસ્ટ સેલિંગ સ્કૂટર ટીવીએસ જ્યુપિટર 110 તદ્દન નવા અંદાજમાં લોન્ચ કરવા જઈ રહી છે. ટીવીએસ જ્યુપિટર 110 ટુ વ્હીલરની ડિઝાઇન, ફીચર્સ અને કિંમત સંબંધિત લેટેસ્ટ અપડેટ જાણો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
New tvs jupiter 110 | tvs jupiter 110 launch | tvs jupiter 110 price | tvs jupiter 110 features |

TVS Jupiter 110 Launch: ટીવીએસ કંપની લોકપ્રિય ટીવીએસ જ્યુપિટર 100 નવા અવતારમાં રજૂ કરવાની છે. (Photo: TVS Motor Company)

TVS Jupiter 110 Launch Date, Price And Features: ટીવીએસ મોટર્સ પોતાના લોકપ્રિય સ્કૂટર જ્યુપિટર 110 નવા અવતાર સાથે ભારતમાં 22 ઓગસ્ટના રોજ લોન્ચ કરશે. ટુ-વ્હીલર સેક્ટરમાં આ લોન્ચિંગ ટીવીએસ કંપની માટે ખૂબ જ ખાસ રહેવાનું છે કારણ કે જ્યુપિટર પોતાની કંપનીના બેસ્ટ સેલિંગ સ્કૂટરમાં ટોપ પોઝિશન પર છે. જો કે કંપનીએ લાંબા સમયથી તેને અપડેટ કરી ન હતી, તો પછી આ લોન્ચને એક મોટા અને મહત્વપૂર્ણ અપડેટ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

Advertisment

New TVS Jupiter 110 : ન્યૂ ટીવીએસ જ્યુપિટર 110 : સંભવિત ડિઝાઇન અને લુક

ઓલ ન્યૂ ટીવીએસ જ્યુપિટર 110 ડિઝાઇન અંગેના અહેવાલો અનુસાર, નવા મોડલની ડિઝાઇન જૂના મોડલથી સંપૂર્ણપણે અલગ અને એગ્રેસિવ રહેવાની સંભાવના છે. જૂની મોડલ ડિઝાઇન એકદમ સરળ છે, જ્યારે નવી ડિઝાઇન તદ્દન વિપરીત હશે.

New TVS Jupiter 110 : નવું ટીવીએસ જ્યુપિટર 110 : ફીચર્સ અપડેટ

તેમા એક એંગુલર રીતે માઉન્ટ કરવામાં આવેલું ડીઆરએલ મળશે જે સ્કૂટરની ફ્રન્ટ પેનલ પર ચાલશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટર્ન ઇન્ડિકેટર આ ડીઆરએલની કિનારી પર હશે અને તે નવા જ્યુપિટરની વિઝ્યુઅલ પહોળાઇને વધારશે. સાઇડ અને ટેલ સેક્શન પણ નવા હશે.

New tvs jupiter 110 | tvs jupiter 110 launch | tvs jupiter 110 price | tvs jupiter 110 features |
TVS Jupiter 110 Teazed: ટીવીએસ જ્યુપિટર 110 ટીઝર (Image: TVS)

આશા છે કે એલઇડી લાઇટ્સ, બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે ડિજિટલ ડિસ્પ્લે અને કદાચ નેવિગેશન પણ જોવા મળશે. ટોપ વેરિઅન્ટમાં ફ્રન્ટમાં ડિસ્ક બ્રેક્સ હશે. ઉપરાંત અન્ય ફીચર્સ જે ઉમેરી શકાય છે તેમાં મોબાઇલ ફોન ચાર્જર, એક્સટર્નલ ફ્યુઅલ ફિલર કેપ અને મોટા બૂટ સ્પેસનો સમાવેશ થાય છે જેમાં બે હેલ્મેટ રાખી શકાય છે. તે કદાચ ટીવીએસ જ્યુપિટર 125 જેવું જ હશે અને આટલું મોટું બૂટ બનાવવાનો એકમાત્ર રસ્તો સ્કૂટરના ફ્લોરબોર્ડમાં ફ્યુઅલ ટેન્ક રાખવાનો છે.

Advertisment

આ પણ વાંચો | ટોપ 10 બેસ્ટ સેલિંગ કારની યાદીમાં મોટો ફેરફાર, જુલાઇમાં ટાટા પંચ નહીં આ કાર સૌથી વધુ વેચાઇ

New TVS Jupiter 110 : નવું ટીવીએસ જ્યુપિટર 110 : કિંમત અને મુકાબલો

નવું ટીવીએસ જ્યુપિટર 110 ને કંપની નવી ડિઝાઇન અને ફીચર્સ ઉપરાંત નવા કલર કોમ્બિનેશન સાથે રજૂ કરી શકે છે. નવા ટીવીએસ જ્યુપિટરની આરંભિક કિંમત 80 હજાર રૂપિયા હોવાની આશા છે. નવા ટીવીએસ જ્યુપિટરની ટક્કર સીધી હોન્ડા એક્ટિવા સાથે છે.

Auto news ટેકનોલોજી બિઝનેસ