TVS Jupiter 125 with SmartXonnect Launched In India : ટીવીએસ મોટરે તહેવારની સિઝનમાં એડવાન્સ ફિચર્સવાળું તેનું જુપીટર 125 સ્માર્ટએક્સનેક્ટ લૉન્ચ કર્યું. SmartXonnect બ્લૂટૂથ કનેક્ટિવિટીથી સજ્જ TVS Jupiter 125ના નવા મોડલની દિલ્હીમાં એક્સ શોરૂમ પ્રાઇમ 96,855 રૂપિયા છે. આ ટીવીએસ સ્કૂટર હવે વધુ બે નવા કલર – એલિગન્ટ રેડ અને મેટ કોપર બ્રોન્ઝમાં ઉપલબ્ધ છે. નવા સ્કૂટરમાં અનેક એડવાન્સ કનેક્ટેડ ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે.
ટીવીએસ જ્યુપિટર 125ની કિંમત (TVS Jupiter 125 SmartXonnect Price)
નવા મૉડલને લૉન્ચ કર્યા પછી, TVS Jupiter 125 હવે ભારતીય બજારમાં ત્રણ વિકલ્પોમાં ઉપલબ્ધ છે. તમે અહીં મોડલના આધારે ત્રણેય સ્કૂટરની કિંમતો જોઈ શકો છો.
મોડેલ કિંમત (એક્સ-શોરૂમ, દિલ્હી) ડ્રમ-એલોય 86 405 રૂપિયા ડિસ્ક 90 655 રૂપિયા SmartXonnect 96 855 રૂપિયા
ટીવીએસ જુપીટર 125 એડવાન્સ ફિચર્સ (TVS Jupiter 125 SmartXonnect Features)

ઓટો કંપનીનું ટીવીએસ જુપીટર 125 સ્માર્ટએક્સનેક્ટ મોડલમાં બ્લૂટૂથ-કનેક્ટિવિટીથી સજ્જ TFT ડિજિટલ ક્લસ્ટર આવે છે. આ ઉપરાંત તેમાં બ્લૂટૂથ કનેક્ટેડ SmartXtalk અને SmartXtrack જેવા એડવાન્સ ફિચર્સ પણ ઉપલબ્ધ છે. સ્કૂટરની આ તમામ એડવાન્સ્ડ કનેક્ટેડ ફીચર્સ ડ્રાઇવિંગ દરમિયાન ડ્રાઇવરને અપડેટ રાખવામાં મદદરૂપ થાય છે. તેમાં પહેલેથી જ ઇન્સ્ટોલ ઈન્ટીગ્રેટેડ મોબાઈલ ચાર્જિંગની સુવિધા તેને વધુ ઉત્કૃષ્ઠ બનાવે છે.
આ પણ વાંચો | ટ્રાફિક પોલીસે ખોટી રીતે ઇ-ચલણ મોકલ્યુ છે? રદ કરવા શું કરશો?
ટીવીએસ જુપીટર 125 સ્માર્ટએક્સનેક્ટ મોડલમાં ઘણા બધા ફંક્શન આપવાં આવ્યા છે. સ્કૂટર ડ્રાઇવરો તેમના એન્ડ્રોઇડ અને આઈફોન પર ટીવીએસ કનેક્ટ મોબાઇલ એપ્લિકેશન દ્વારા તમામ ફંક્શનને હેન્ડલ કરી શકે છે.





