TVS NTORQ 125 રેસ XP એડિશન માત્ર 11,000 રૂપિયા આપીને વસાવો, જાણો કેટલી માસિક EMI ચૂકવવી પડશે

Automobile News : જો તમે સ્પોર્ટી ડિઝાઇન અને હાઇટેક ફીચર્સ સાથે 125સીસી સ્કૂટરની શોધમાં છો, તો અહીં જાણો ટીવીએસ એનટીઓઆરક્યુ 125 રેસ એક્સપીની સંપૂર્ણ વિગતો સાથે તેને ખરીદવાનો સરળ ફાયનાન્સ પ્લાન

Automobile News : જો તમે સ્પોર્ટી ડિઝાઇન અને હાઇટેક ફીચર્સ સાથે 125સીસી સ્કૂટરની શોધમાં છો, તો અહીં જાણો ટીવીએસ એનટીઓઆરક્યુ 125 રેસ એક્સપીની સંપૂર્ણ વિગતો સાથે તેને ખરીદવાનો સરળ ફાયનાન્સ પ્લાન

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
TVS NTORQ 125 race XP | automobile | tvs

TVS NTORQ 125 race XP માં ડિસ્ક અને ડ્રમ બ્રેકનું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે

TVS NTORQ 125 Race XP : ટુ-વ્હીલર સેક્ટરમાં 125સીસી એન્જિનવાળા સ્કૂટર્સની લાંબી રેન્જ છે જેમાં ટીવીએસ મોટર્સથી લઇને હોન્ડા સુધીના સ્કૂટર સામેલ છે. એન્જિન ઉપરાંત ડિઝાઇન, ફીચર્સ અને માઇલેજ માટે પણ તેમને પસંદ કરવામાં આવે છે. આ સેગમેન્ટની હાલની રેન્જમાં આજે અમે ટીવીએસ એનટીઓઆરક્યુ 125 રેસ એક્સપીની વાત કરી રહ્યા છીએ. જે આ સેગમેન્ટના સૌથી લોકપ્રિય સ્કૂટર્સમાંથી એક છે.

Advertisment

જો તમે પણ સ્પોર્ટી ડિઝાઇન અને હાઇટેક ફીચર્સ સાથે 125સીસી સ્કૂટરની શોધમાં છો, તો અહીં જાણો ટીવીએસ એનટીઓઆરક્યુ 125 રેસ એક્સપીની સંપૂર્ણ વિગતો સાથે તેને ખરીદવાનો સરળ ફાઇનાન્સ પ્લાન, જેમાં તમે આ સ્કૂટરને ખૂબ જ ઓછા ડાઉન પેમેન્ટ પર મેળવી શકો છો.

TVS NTORQ 125 રેસ એક્સપી: કિંમત કેટલી છે?

ટીવીએસ TORQ 125 રેસ એક્સપીની કિંમત 96,741 રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી)થી શરૂ થાય છે અને તે ઓન-રોડ થયા પછી આ કિંમત વધીને 1,11,084 રૂપિયા થઈ જાય છે.

TVS NTORQ 125 રેસ એક્સપીઃ ફાયનાન્સ પ્લાન

જો તમે કેશ પેમેન્ટ દ્વારા ટીવીએસ NTORQ ખરીદો છો, તો આ માટે તમારી પાસે 1.11 લાખ રૂપિયા હોવા જરૂરી છે. જો તમારી પાસે આટલું મોટું બજેટ નથી તો તમે નીચે જણાવેલા ફાયનાન્સ પ્લાન દ્વારા 11 હજાર રૂપિયા ચૂકવીને તેને ઘરે લઈ જઈ શકો છો.

Advertisment

આ પણ વાંચો - ભારતનો દુનિયામાં ડંકો વાગશે! Tata Group ભારતમાં iPhones બનાવશે, વૈશ્વિક બજારમાં વેચાશે

ઓનલાઇન ફાઇનાન્સ પ્લાન કેલ્ક્યુલેટર અનુસાર જો તમારી પાસે 11 હજાર રૂપિયા છે અને તમે માસિક ઇએમઆઈ ચૂકવી શકો છો, તો આ આધારે બેંક દ્વારા 1,00,084 રૂપિયાની લોન જારી કરી શકાય છે. બેંક આ લોનની રકમ પર વાર્ષિક 9.7 ટકાના દરે વ્યાજ લેશે.

ટીવીએસ NTORQ 125 રેસ એક્સપી પર લોન આપવામાં આવ્યા બાદ તમારે આ સ્કૂટર માટે 11,000 રૂપિયાનું ડાઉન પેમેન્ટ ચૂકવવું પડશે અને ત્યારબાદ લોન ચૂકવવા માટે બેંક દ્વારા નક્કી કરવામાં આવેલા 3 વર્ષના સમયગાળા દરમિયાન દર મહિને 3,215 રૂપિયાની માસિક ઇએમઆઇ જમા કરાવવી પડશે.

આ સરળ ડાઉન પેમેન્ટ અને ઈએમઆઈ પ્લાનની ડિટેલ વાંચ્યા બાદ જો તમે TVS NTORQ 125 રેસ એક્સપી ખરીદવાનું વિચારી રહ્યા છો તો જાણી લો તેના એન્જિન અને માઈલેજની સંપૂર્ણ વિગતો.

TVS NTORQ 125 રેસ એક્સપીઃ એન્જિન સ્પેસિફિકેશન્સ અને માઇલેજ

ટીવીએસ NTORQ 125ને પાવર આપવા માટે સિંગલ-સિલિન્ડર 124.8સીસી, ફોર-સ્ટ્રોક એન્જિન દ્વારા સંચાલિત છે, જે એર-કૂલ્ડ ફ્યૂઅલ ઇન્જેક્ટેડ ટેકનોલોજી પર આધારિત છે. આ એન્જિન 7000 આરપીએમ પર 10.2 પીએસ પાવર અને 5500 આરપીએમ પર 10.8 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. માઇલેજને લઇને કંપનીનો દાવો છે કે આ સ્કૂટરની માઇલેજ 56.23 કિલોમીટર પ્રતિ લીટર છે જેને ARAI દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે.

ટેકનોલોજી બિઝનેસ