TVS NTorq 150 Launch Price : ટીવીએસ મોટર કંપનીએ TVS NTorq 150 (ટીવીએસ એનટોર્ક 150) સ્કૂટર લોન્ચ કર્યું છે, જે ભારતનું સૌથી ઝડપી હાઇપર સ્પોર્ટ સ્કૂટર છે. નવા ટીવીએસ સ્કૂટરની આકર્ષક ડિઝાઇન અને પાવરફુલ એન્જિન ઓફિસ કે ઘર વપરાશ માટે ઉત્તમ વિકલ્પ બની છે. તેમા 147.7 સીસીનું રેશ ટ્યૂન એન્જિન આવે છે. આ સ્કૂટર હાઇ પર્ફોર્મન્સ, સ્પોર્ટી લૂક અને એડવાન્સ ટેકનોલોજીનું ઉત્તમ સંયોજન છે, જે આજની યંગ જનરેશન માટે ઉત્તમ છે. જો તમે નવું સ્કૂટર ખરીદવાનું વિચારો છો તો તમારે નવા ટીવીએસ એનટોર્ક 150 સ્કૂટર વિશે વિચારવું જોઇએ.
TVS NTorq 150 : ફીચર્સ
ફીચર્સની વાત કરીયે તો કંપનીએ ટીવીએસ એનટોર્ક 150 સ્કૂટરને એડવાન્સ ફીચર્સ સાથે લોન્ચ કર્યું છે. તેમા ક્વાડ એલઇડી હેડલાઇટ વિથ DRLs, LED ટેલલાઇટ્સ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવા એડવાન્સ ફીચર્સ આપ્યા છે.
સ્કૂટરને દમદાર લૂક આપવા માટે તેમા 14 ઇંચના એલોટ વ્હીલ્સ અને સુરક્ષા માટે ABS આપ્યું છે. ઉપરાંત તેમાં ટર્ન બાય ટર્ન નેવિગેશન, એન્જિન સ્ટાર્ટ/ સ્ટોપ ફંક્શન અને હેજાર્ડ લાઇટ્સ પણ આપી છે.
TVS NTorq 150 : એન્જિન
ઓટો કંપનીએ ટીવીએસ એનટોર્ક 150 સ્કૂટરમાં 149.7 સીસી કેપેસિટીનું સિંગલ સિલિન્ડર એન્જિન આપ્યું છે, જે 9.7 KW પાવર અને 14.2Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનથી સ્કૂટરને 6.3 સેકન્ડમાં 0 થી 60 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે.
TVS NTorq 150 : કિંમત
કિંમતની વાત કરીયે તો કંપનીએ ભારતમાં બે વેરિયન્ટમાં TVS NTorq 150 અને TVS NTorq 150 TFT સાથે લોન્ચ કર્યા છે. ટીવીએસ એનટોર્ક 150 સ્કૂટરના બેઝ વેરિયન્ટની એક્સ શોરૂમ કિંમત 1.19 લાખ રૂપિયા છે.
TVS NTorq 150 : હરિફ
ટીવીએસ એનટોર્ક 150 સ્કૂટરની સ્પર્ધા 150 સીસી સેગમેન્ટના સ્કૂટર સાથે થશે. TVS NTorq 150 સ્કૂટર ભારતીય બજારમાં મુખ્યત્વે Yamaha Aerox 155 અને Aprilia 150 જેવા સ્કૂટરને ટક્કર આપશે.