TVS Orbiter vs Bajaj Chetak 3001 Comparison : ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની લોકપ્રિયતા વધી રહી છે. ઘણી ઓટો કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રિક સ્કૂટરના વિવિધ મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે. હાલ ટીવીએસ અને બજાજ કંપનીના ઇવી સ્કૂટર લોકો વધુ પસંદ કરી રહ્યા છે. જો તમારે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું છે અને બજેટ 1 લાખ રૂપિયા છે, તો ટીવીએસ ઓર્બિટર અને બજાજ ચેતક 3001 સારો વિકલ્પ છે. જો કે બજેટ ફ્રેન્ડલી બંને ઇલેક્ટ્રિક સ્કૂટર માંથી કઇ વેલ્યૂ ફોર મની છે, તે વિશે લોકો મૂંઝવણ અનુભવે છે. અહીં TVS Orbiter અને Bajaj Chetak 3001 ની કિંમત, બેટરી, રેન્જ સહિત તમામ વિગત આપી છે, જે તમને ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદ કરવામાં મદદ કરશે.
TVS Orbiter VS Bajaj Chetak 3001 : ફીચર્સ અને સ્પેસિફિકેશન
ફીચર્સની વાત કરીયે તો TVS Orbiter વધારે શાનદાર છે. તેમા આપેલા કનેક્ટેડ ફીચર્સ અને રાઇડિંગ એડ્સ તમામ વેરિયન્ટમાં સ્ટાન્ડર્ડ આવે છે. તેનું વિશાળ અને સરળતાથી વાંચી શકાય તેવું કોન્સોલ પણ યુઝર્સ માટે વધારે સુવિધાજનક છે. ટીવીએસ ઓર્બિટર ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 34 લીટર અંડરસીટ સ્ટોરેજ કેપેસિટી આવે છે.
Bajaj Chetak 3001નું રાઉન્ડ કોન્સોલે થોડુંક કૈમ્ડ દેખાય છે, તેના એડવાન્સ ફીચર્સ મેળવવા માટે અલગથી TecPac પેક લેવું પડશે, જેની કિંમત લગભગ 8000 રૂપિયા વધારે છે અને તે 5 વર્ષ સુધી માન્ય હોય છે. જો કે TecPac સાથે કોલ રિસિવ – રિજેક્ટ અને મ્યુઝિક કોન્સોલ જેવા ફીચર્સ આવે છે, જે ભારતીય ટ્રાફિક કન્ડિશનમાં ક્રૂઝ કન્ટ્રોલથી ઘણું ઓછું આવે છે. બજાજ ચેતક 3001 ઇલેક્ટ્રિક સ્કૂટરની અંડરસીટ કેપેસિટી 35 લીટર છે.
TVS Orbiter vs Bajaj Chetak 3001 : કિંમત
જો તમારું બજેટ 1 લાખ રૂપિયા આસપાસ છે, તો બંને ઇલેક્ટ્રિક સ્કૂટર તમારા માટે ઉત્તમ છે. TVS Orbiter ની એક્સ શોરૂમ કિંમત 99,999 રૂપિયા થી શરૂ થાય છે. તો Bajaj Chetak 3001ની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 99,990 છે. આમ બંને ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત લગભગ સમાન છે.
TVS Orbiter vs Bajaj Chetak 3001 : બેટરી
ઇલેક્ટ્રિક સ્કૂટર ટીવીએસ ઓર્બિટર માં 3.1 kWh ની ફિક્સ્ડ બેટરી આવે છે, જે સિંગલ ચાર્જિંગમાં 158 કિમી રેન્જ આપવાનો દાવો કરે છે. તો બજાજ ચેતક 3001 માં 3 kWh ક્ષમતાનું બેટરી પેક આવે છે. આ બેટરી પેક સિંગલ ચાર્જિંગમાં 127 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.