TVS X ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ, માત્ર 5000 ચૂકવી ઘર લઇ જાવો; બેટરી, રેન્જ અને કિંમત સહિત તમામ વિગતો જાણો

TVS X Electric Scooter Launch : ટીવીએસ કંપનીએ નવું ઇલેક્ટ્રિક સ્કુટર ટીવીએસ એક્સ લોન્ચ કર્યુ છે. શાનદાર બેટરી, ચાર્જિંગ વાળા આ ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે માત્ર 5000 રૂપિયા ભરીને ઘરે લઇ જઇ શકો છો

TVS X Electric Scooter Launch : ટીવીએસ કંપનીએ નવું ઇલેક્ટ્રિક સ્કુટર ટીવીએસ એક્સ લોન્ચ કર્યુ છે. શાનદાર બેટરી, ચાર્જિંગ વાળા આ ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે માત્ર 5000 રૂપિયા ભરીને ઘરે લઇ જઇ શકો છો

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
TVS x bike | TVS X Electric Scooter Launch | TVS Bike | TVS x price | tvs x battery charging | electric two wheeler

ટીવીએસ એક્સ ઇલેક્ટ્રિક સ્કુટર લોન્ચ કરાયું છે.

TVS X Electric Scooter Booking Price: ટીવીએસ મોટર કંપનીએ તેના પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ટીવીએસ X લોન્ચ કર્યું છે. કંપની આ ટુ- વ્હીલર દ્વારા યુવાનોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ટીવીએસ-એક્સ બાઇકની પ્રારંભિક 2.50 લાખ રૂપિયા છે. તે ઉચ્ચ-પ્રદર્શન બેટરી પેકથી સજ્જ પાવરફુલ બાઇક છે.

Advertisment

TVS X Bike EV Launch

ટીવીએસ મોટરના સીઈઓ કે. એન. રાધાક્રિષ્નને કહ્યું, “ટીવીએસ-એક્સ 2,49,990 રૂપિયા (એક્સ-શોરૂમ બેંગલુરુ)ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ થશે. પોર્ટેબલ 950W ચાર્જર રૂ. 16,275 (GST સહિત)માં ઉપલબ્ધ છે અને 3KW સ્માર્ટ એક્સ હોમ રેપિડ ચાર્જર પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, તે ગ્રીન અને ટકાઉ ભવિષ્ય માટે ટેક્નોલોજી અને ઇનોવેશનનો ઉપયોગ કરવાની કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

આ પણ વાંચો | ભારતમાં ક્રેશ ટેસ્ટ અને સેફ્ટી રેટિંગવાળી જ કાર વેચાશે, કાર એક્સિડેન્ટ રોકવા નીતિન ગડકરીએ ભારત NCAP લોન્ચ કર્યુ, જાણો ક્યારથી લાગુ થશે

Advertisment

TVS-X બાઇકની બેટરી, ચાર્જિંગ અને સ્પેસિફિકેશન (TVS X Bike Battery, Charging, Specification)

TVS-X બાઇક TVSના નવા XLETON પ્લેટફોર્મ પર મેન્યુફેક્ચરિંગ કરાઇ છે અને તેને મેક્સી-સ્ટાઈલનું ફોર્મેટ મળે છે. TVS X બાઇક એક ચાર્જિંગમાં 140 કિલોમીટરનો માઇલેજ આપતી હોવાનો દાવા કરાયો છે. તેની ટોપ સ્પીડ 105 kmph હશે અને બેટરી પરનો તાણ ઘટાડવા અને ડ્રાઇવિંગ રેન્જ વધારવા માટે રિજનરેટિવ બ્રેકિંગની સુવિધા હશે. ઉપરાંત તે Nav Pro નામની ઓનબોર્ડ નેવિગેશન સિસ્ટમનો ઉપયોગ કરશે. TVS Xનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે અને નવેમ્બરથી ડિલિવરી શરૂ થશે. કોઇ પણ વ્યક્તિ માત્ર 5000 રૂપિયાની બુકિંગ એમાઉન્ટ સાથે આ શાનદાર ટીવીએસ-એક્સ બાઇક ઘરે લઇ જઇ શકે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ Auto news બિઝનેસ