twitter logo : એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો, બ્લૂ બર્ડના બદલે લગાવી ડોગીની તસવીર

Elon Musk change twitter logo : એલન મસ્કે ટ્વીટરની ઓળખ બની ચૂકેલા બ્લૂ બર્ડ લોકોને હટાવી દીધો હતો. અને તેની જગ્યાએ ડોગીની તસવીર લગાવી હતી. પહેલા તો યુઝર્સને લાગ્યું કે કદચાર ટ્વીટર હેક થઈ ગયું હશે પરંતુ એલન મસ્કે એક ટ્વીટ કર્યું અને યુઝર્સનો વહેમ દૂર થયો હતો.

Written by Ankit Patel
Updated : April 04, 2023 08:45 IST
twitter logo : એલન મસ્કે બદલ્યો ટ્વિટરનો લોગો, બ્લૂ બર્ડના બદલે લગાવી ડોગીની તસવીર
એલન મસ્ક ફાઇલ તસવીર

twitter logo changed : ટ્વિટરના સીઇઓ બન્યા બાદ એલન મસ્ક કંપનીમાં અનેક ફેરફાર કરી ચૂક્યા છે. સોમવારે મોડી રાત્રે તેમણે એક મોટો ફેરફાર કર્યો હતો. જેના પગલે યુઝર્સ ચોંકી ગયા હતા. એલન મસ્કે ટ્વીટરની ઓળખ બની ચૂકેલા બ્લૂ બર્ડ લોકોને હટાવી દીધો હતો. અને તેની જગ્યાએ ડોગીની તસવીર લગાવી હતી. પહેલા તો યુઝર્સને લાગ્યું કે કદચાર ટ્વીટર હેક થઈ ગયું હશે પરંતુ એલન મસ્કે એક ટ્વીટ કર્યું અને યુઝર્સનો વહેમ દૂર થયો હતો. એલન મસ્ક ટ્વીટ બાદ સ્પષ્ટ થયું કે ટ્વીટરનો લોગો બદલવામાં આવ્યો છે.

હવે ડોગી થશે ટ્વિટરનો નવો લોગો?

એલન મસ્કે ટ્વીટર કરીને ડોગીની તસવીર લગાવી છે. ટ્વીટર એકાઉન્ટ પર પહેલા બ્લૂ બર્ડ દેખાતી હતી પરંતુ હવે બ્લૂ ડોગી દેખાવા લાગ્યું છે. આને જોઇને એકવાર તો બધા યુઝર્સ ચોંકી ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે આશરે 12.20 વાગ્યે એલન મસ્કે એક ફોટો ટ્વીટ કર્યો હતો. જેમાં એક ડોગી દેખાતું હતું. ડોગી કારની ડ્રાઇવિંગ સીટ પર બેઠેલું હતું અને તે ટ્રાફિક પોલીસને પોતાનું લાઇસન્સ દેખાતું હતું. આ લાયસન્સમાં બ્લૂ બર્ડનો ફોટો છે. ત્યારબાદ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યું છે કે આ જૂનો ફોટો છે.

થોડા દિવસો પહેલા આપ્યા હતા સંકેત

ઉલ્લેખનીય છે કે એલન મસ્કે થોડા દિવસ પહેલા આ અંગે સંકેત આપ્યા હતા. ફેબ્રુઆરીમાં એલન મસ્કે એક ફોટો ટ્વીટ કર્યો હતો. આ ટ્વીટમાં એક ડોગી સીઇઓની ખુરશી પર બેઠો હતો. આ ટ્વીટમાં તેમણે લખ્યું હતું કે ટ્વીટરના નવા સીઇઓની કમાલ છે. આ ટ્વીટમાં ડોગી આગળ એક પેપર પર નું નામ ફ્લોકી લખ્યું હતું. ત્યારબાદ અલગ અલગ અટકળો લગાવવામાં આવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ