માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ડાઉન થયું છે. જાણકારી પ્રમાણે બુધવારે 8 ફેબ્રુઆરી રાતથી જ ટ્વિટર યુઝર્સ માટે અનેક પ્રકારની તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક યુઝર્સને ટ્વીટ કરવા પર મેસેજ મળી રહ્યા છે કે “તમે રોજની લિમિટ પાર કરી ચૂક્યા છે. “
twitterનું સર્વર ડાઉન
દુનિયા ભરના અનેક દેશોમાં ટ્વિટર ડાઉન થયું છે. ટ્વિટર સપોર્ટે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ટ્વીટર સપોર્ટે ટ્વીટમાં કહ્યું હતું કે “બની શકે કે તમારામાંથી અનેક લોકોનું ટ્વીટર અપેક્ષા જેવું કામ ન કરી રહ્યું હોય. મુશ્કેલી માટે દુઃખ છે. અમને જાણ છે અને આ ખામીને દૂર કરવા માટે કામ કરી રહ્યા છીએ.” ટ્વિટર તરફથી આ નિવેદન સામે આવ્યું છે કે હજારો યુઝર્સે ટ્વીટ કરીને સર્વિસ એક્સેસ ન કરી શકવાની જાણકારી આપી હતી.
ટ્વીટ, મેસેજ અને પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ ફોલો કરવામાં તકલિફ
માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટર યુઝર્સની ટ્વીટ કરવા, મેસેજ કરવા, પ્લેટફોર્મ પર નવું એકાઉન્ટ ફોલો કરવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નવું ટ્વીટ પોસ્ટ કરનારા કેટલાક ઉપયોગકર્તાઓને એક પોપ-અપ મેસેજ મળી રહ્યો છે. જેમાં લખ્યું છે કે “તમે ટ્વીટ મોકલવાની દિવસની લિમિટ પાર કરી ચૂક્યા છો.”
કેટલાક ટ્વિટર યુઝર્સને મેસેજમાં લખ્યું હતું કે “અમને દુઃખ છે કે અમે તમારું ટ્વીટ મોકલાવાં સક્ષમ નથી.” અનેક ટ્વીટર યુઝર્સ જે માઇક્રોબ્લોગિંગ સાઇટ ઉપર બીજું એકાઉન્ટ ફોલો કરવાની કોશિશ કરી રહ્યા હતા. તેમને પણ મેસેજમાં લખ્યું હતું કે “લિમિટ પુરી થઈ ગઈ છે. તમે આ સમેય વધારે લોકોને ફોલો કરવામાં અસમર્થ છો”
Elon Musk ની કંપનીએ શરુ કરી સબ્સક્રિપ્શન સર્વિસ
ટ્વિટરની સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ દુનિયાભરમાં હજારો યુઝર્સ માટે ડાઉન છે. યુઝર્સમાં ઉપયોગકર્તાઓથી વધારે આઉટેઝની સૂચના મળી હતી. યુઝર્સને આ તકલિફ એવા સમયે થઇ રહી હતી જ્યારે એલન મસ્કની કંપની ટ્વિટરે સબ્સક્રિપ્શન સર્વિસ શરુ કરી હતી. આ અંતર્ગત સબ્સક્રિપ્શન લેનારા યુઝર્સ 4000 શબ્દો સુધીનું ટ્વીટ કરી શકે છે.
આ પહેલા ટ્વિટરના સીઇઓ એલન મસ્કે સોમવારે કહ્યું હતું કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મના યુઝર્સોને “આ ટ્વીટ અનુપલબ્ધ છે” દેખાતા બગને ઠીક કરી દીધું છે. એક યુઝર્સે ટ્વીટ કરીને કહ્યું હતું કે “અમે ફીડમાં વધારેમાં વધારે ટ્વીટ્સ પર આ ટ્વીટ અનુપલબ્ધ છે એવું જોઇ રહ્યા છીએ. પરંતુ જ્યારે તેના ઉપર ક્લિક કરીએ છીએ તો ટ્વીટ દેખાય છે. જેના પર મસ્કે જવાબ આપ્યો હતો કે અમને લાગે છે કે અમે આ બગને ઠીક કરી દીધું છે.”