છેલ્લા કેટલાક દિવસોથી ટ્વિટ્ટરને લઈને ઉથલ-પાથલ ચાલી રહી છે. ટ્વિટ્ટરના સીઈઓ એલન મસ્ક દ્વારા સતત ટ્વિટ્ટરમાં બદલાવ થઇ રહ્યા છે જેમાં યુઝર્સ ઘણી હાલાકીનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં ટ્વિટરએ અન-રજીસ્ટર્ડ યુઝર્સને બ્રાઉઝર દ્વારા ટ્વિટ જોવા પર પ્રતિબંધ હતો. તેના માટે યુઝર્સને પ્લેટફોર્મ પર સાઈન અપ કે લોગ ઈન કરવું જરૂરી હતું, પરંતુ હવે તમને બ્રાઉઝરમાં ટ્વિટર લિંક જોવા માટે ટ્વિટર એકાઉન્ટની જરૂરિયાત રહેશે નહિ. ટ્વિટરને રજીસ્ટ્રેશન હટાવી લીધું છે. એક રિપોર્ટમાં આ વાતની જાણકારી અપાઈ હતી.
કેમ રિસ્ટ્રિક્શન લગાવ્યા હતા?
જયારે ટ્વિટરએ ઘણા પ્રકારના રેસ્ટ્રિક્શન લાગુ કરવાનું શરૂ કર્યું હતું તો તેને ” અસ્થાયી” કહેવાયું હતું,પ્લેટફોર્મએ દાવો કર્યો છે કે, આ ઉપાય ડેટા સ્ક્રેપિંગ સમસ્યાના કારણે સામે આવે છે. ટ્વિટરના પ્રમુખએ ટ્વિટ કરી હતી કે આ આ ટેમ્પરરી ઉપાયોને લાગુ કરી રહ્યા છે કારણ કે, આ ડેટા સ્ક્રેપિંગ પ્લેટફોર્મ પર યુઝર્સના અનુભવને પ્રભાવિત કરી રહી છે. ટ્વિટર દ્વારા આ પ્રતિબંધને હટાવવાની સૂચના ટેક ક્ર્ન્ચ દ્વારા અપાઈ હતી, અને કંપનીએ હજુ સુધી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપ્યું નથી.
આ પણ વાંચો: Threads Meta : ઝકરબર્ગ અને એલન મસ્કની લડાઈ શરૂ, મેટાએ ટ્વિટ્ટરને ટક્કર આપતી થ્રેડ એપ કરી લોન્ચ
ટ્વિટરને ટક્કર આપવા માટે થ્રેડસને લોન્ચ થયું
ટ્વિટરએ હજુ સુધી આ એલાન કર્યું નથી કે, તે યુઝર્સને લોગ ઈન કરેલ લિંકના માધ્યમથી ટ્વિટ જોવાની અનુમતિ આપી છે, જો કે, પ્રતિબંધ હટાવવનો ટ્વિટરનો નિર્ણય ત્યારે આયો છે જયારે મેટાએ થ્રેડસ લોન્ચ ર્ક્યું છે, જે હવે એપ સ્ટોર અને ગુગલ પ્લેય સ્ટોરના માધ્યમથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે, ટ્વિટરએ પહેલા વેબ સ્ક્રેપર્સએ પોતાની કાર્યવાહી મજબૂત કરીને ટ્વિટ જોવા પર એક લિમિટ લગાઈ દીધી છે, વેરિફાઇડ એકાઉન્ટ એક દિવસમાં 6,000 પોસ્ટ સુધી રીડ કરી શકે છે અને જેનું એકાઉન્ટ વેરિફાઇડ નથી તેઓ એક દિવસમાં 600 પોસ્ટ સુધી રીડ કરી શકે છે, જો કે, પોતાની બ્લોગ પોસ્ટમાં ટ્વિટરએ દાવો કર્યો છે કે પ્લેટફોર્મના નિર્ણયથી થોડાજ લોકો પ્રભાવિત થશે.