સાત વર્ષમાં 37 લાખ ઔદ્યોગિક એકમ બંધ, 1.34 કરોડ લોકો બેકાર થયા; નોટબંધી, જીએસટી અને કોરોના વાયરસે કમર તોડી!

Unemployment In India: એનએસએસ 67મા અને 73મા રાઉન્ડના સર્વે રિપોર્ટ સાથે સાથે ASUSE 2021-22 અને ASUSE 2022-23ના ડેટા દર્શાવે છે કે નોટબંધી, જીએસટી અને કોવિડ લોકડાઉનના કારણે કોર્પોરેટ સેક્ટરને ઘણા ઝટકા લાગ્યા છે.

Written by Ajay Saroya
June 25, 2024 23:08 IST
સાત વર્ષમાં 37 લાખ ઔદ્યોગિક એકમ બંધ, 1.34 કરોડ લોકો બેકાર થયા; નોટબંધી, જીએસટી અને કોરોના વાયરસે કમર તોડી!
Unemployment Rate In India: ભારતમાં બેરોજગારી દર ઘણો ઉંચો છે. (File Image)

Unemployment In India: સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના વિશ્લેષણથી જાણવા મળે છે કે છેલ્લા સાત વર્ષમાં 37 લાખ નાના ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને તેમાં કામ કરતા 1 કરોડ 34 લાખ લોકો બેકાર થયા છે.

આ આંકડો નાના અસંગઠિત એકમો અથવા ઉત્પાદન, વેપાર અને સેવા ક્ષેત્ર સાથે સંબંધિત નાના વ્યવસાયો સાથે સંકળાયેલા લોકોનો છે. માત્ર મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જ 18 લાખ યુનિટ બંધ થયા હતા, જેના કારણે 54 લાખ લોકો બેરોજગાર થઈ ગયા હતા.

અસંગઠીત ક્ષેત્રમાં 54 લાખ લોકો બેકાર થયા

ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 દરમિયાન દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં લગભગ 17.82 કરોડ અસંગઠીત એકમો કાર્યરત હતા. જુલાઈ 2015થી જૂન 2016 વચ્ચે તેમની સંખ્યા 19.70 કરોડ હતી. એટલે કે સાત વર્ષમાં લગભગ 9.3 ટકા એકમો બંધ થયા હતા.

તો બીજી બાજુ આ મેન્યુફેક્ચરિંગ એકમોમાં નોકરી કરતા લોકોની સંખ્યા પણ 2015-16ના 3.60 કરોડથી 15 ટકા વધીને 2022-23માં 3.06 કરોડ થઈ ગઈ છે. એટલે કે આ ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા 54 લાખ લોકો બેકાર થયા છે.

ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ 2021-22 અને 2022-23 માટે અનઇન્કોર્પોટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (ASUSE)નો વાર્ષિક સર્વે જાહેર કર્યો છે. તેમા આપવામાં આવેલા આંકડા 2015-16માં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (એનએસઓ) તરફથી જાહેર કરાયેલા 73માં રાઉન્ડના સર્વે રિપોર્ટ સાથે ડેટાની તુલના છે.

જો કે, 2021-22થી 2022-23ની સરખામણીએ તેમાં ધંધાકીય એકમો અને લોકોને રોજગારી મળવાની સંખ્યામાં વધારો થયો છે. આ સર્વે પ્રથમ પાંચ વર્ષ પર કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત એનએસએસએ 73મા રાઉન્ડનો સર્વે અહેવાલ બહાર પાડ્યો હતો. ત્યાર બાદ 2019-20થી દર વર્ષે આ સર્વે કરવામાં આવે છે.

કોર્પોરેટ સેક્ટરને ફટકો

એનએસએસ 67મા અને 73મા રાઉન્ડના સર્વે રિપોર્ટ સાથે સાથે ASUSE 2021-22 અને ASUSE 2022-23ના ડેટા દર્શાવે છે કે નોટબંધી, જીએસટી અને કોવિડ લોકડાઉનના કારણે કોર્પોરેટ સેક્ટરને ઘણા ઝટકા લાગ્યા છે.

નીચેનું કોષ્ટક દર્શાવે છે કે 2015-16 અને 2021-22 દરમિયાન ઈનકોર્પોરેટેડ યુનિટની સંખ્યામાં 30 લાખથી વધુનો વધારો થયો છે અને તેમા રોજગાર મેળવનારા લોકોની સંખ્યામાં 1.30 કરોડથી વધુનો વધારો થયો છે. આ તે સમયગાળો હતો જ્યારે નોટબંધી, જીએસટી અને કોવિડ લોકડાઉનનો સામનો કરવો પડ્યો હતો.

આ આંકડો શેની સાથે સંબંધિત છેએનએસએસ 67મો રાઉન્ડ(2010-11)એનએસએસ 73મો રાઉન્ડ(2015-16)ASUSE(2021-22)ASUSE(2022- 23)
એકમોની સંખ્યા (લાખોમાં)57.763.459.765.4
કામદારોની સંખ્યા (લાખોમાં)108111.397.9109.6
એકમોમાં નોકરીએ રખાયેલા કામદારોની ટકાવારી (%)15.415.81415

તમને જણાવી દઇયે કે, અનઈનકોર્પોરેટેડ એન્ટરપ્રાઇસ એવા વસાયો અથવા વ્યવસાયિક સંસ્થાઓ છે જેમને કાયદેસર રીતે સ્વતંત્ર કંપનીઓ માનવામાં આવતી નથી. એકંદરે, તે એક અનૌપચારિક ક્ષેત્રના નાના વ્યવસાય છે જે વ્યક્તિ તેની જાતે અથવા ભાગીદારીમાં સંચાલિત કરે છે.

2020-21નો સર્વે પાયલોટ તરીકે કરવામાં આવ્યો હતો. ASUSEનો પ્રથમ સર્વે 2021-22 માં એપ્રિલ 2021 થી માર્ચ 2022 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. બીજો ASUSE 2022-23 સર્વે ઓક્ટોબર 2022 થી સપ્ટેમ્બર 2023 વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ