Unified Pension Scheme: બજેટ પહેલા કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઇડ પેન્શન સ્કીમ એટલે કે UPS શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ યુનિફાઇડ પેન્શન યોજના 25 જાન્યુઆરીએ નોટિફાઇડ કરવામાં આવી છે. દેશમાં આ નવી પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી લાગુ કરવામાં આવશે. યુનિફાઇડ પેન્શન સ્કીમનો હેતુ કર્મચારીઓને ખાતરીપૂર્વક ચૂકવણી, માળખાગત નિવૃત્તિ લાભો અને વધારાની સુગમતા પ્રદાન કરવાનો છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ એવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ થશે જેઓ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આવે છે અને જેઓ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ આ વિકલ્પ પસંદ કરે છે. યુનિફાઇડ પેન્શન સ્કીમની મુખ્ય ખાસિયતો અને તેની અસરોનું સંક્ષિપ્ત વર્ણન અહીં છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ માટે કોણ પાત્ર છે?
- યુનિફાઇડ પેન્શન સ્કીમ તેવા કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડે છે જેઓ NPS હેઠળ છે અને UPS વિકલ્પ પસંદ કરે છે. જો કે, આ યોજના હેઠળ ખાતરીપૂર્વકની ચૂકવણી માત્ર અમુક પરિસ્થિતિઓમાં જ ઉપલબ્ધ થશે, જે નીચે મુજબ છે.
- જો કોઈ કર્મચારી 10 વર્ષ કે તેથી વધુ વર્ષની નોકરી બાદ નિવૃત્તિ લે છે
- FR 56 (I) નિયમ હેઠળ દંડ વગર રિટાયરમેન્ટના કિસ્સામાં સરકાર દ્વારા આવી નિવૃત્તિની તારીખથી 25 વર્ષની નોકરી પુરી કર્યા બાદ VRSના કિસ્સામાં, જો નોકરીનો કાર્યકાળ રિટાયરમેન્ટ સુધી ચાલુ રહે છે તો તે તારીખથી આવા કર્મચારી જો નિવૃત્ત થાય તો
- એક વાતનું ધ્યાન રાખો કે, સેવા માંથી દૂર કરવા અથવા બરતરફી અથવા રાજીનામું આપવાના કિસ્સામાં ખાતરીપૂર્વકની ચૂકવણી લાગુ થશે નહીં. આવા કિસ્સાઓમાં યુનિફાઇડ પેન્શન સ્કીમનો વિકલ્પ લાગુ થશે નહીં.
યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) ના મુખ્ય લાભો
- યુનિફાઇડ પેન્શન સ્કીમ (UPS) યોજનામાં જોડાવાનું પસંદ કરતા કર્મચારીઓને સ્ટ્રક્ચર્ડ રિટાયરમેન્ટ લાભો આપે છે.
- 25 વર્ષ કે તેથી વધુ નોકરી કરનાર કર્મચારીઓને તેમના છેલ્લા 12 મહિનાના સરેરાશ બેઝિક પગારના 50 ટકા ખાતરીપૂર્વક ચૂકવણી તરીકે મળશે.
- 25 વર્ષથી ઓછી સેવા કરનારાઓને ગુણોત્તર અનુસાર પેન્શન આપવામાં આવશે.
- ઉપરાંત, જે કર્મચારીઓની સેવા 10 વર્ષ કે તેથી વધુ છે તેમને દર મહિને 10,000 રૂપિયાનું લઘુત્તમ ખાતરીપૂર્વકનું પેઆઉટ મળશે.
- નિવૃત્તિ પછી પેન્શનરનું મૃત્યુ થવાના કિસ્સામાં, તેના કાયદેસર રીતે પરિણીત જીવનસાથીને પારિવારિક લાભ તરીકે ખાતરીપૂર્વકની ચૂકવણીના 60 ટકા મળશે.
મોંઘવારી ભથ્થું (DR)
મોંઘવારી ભથ્થું એટલે કે ડિયરનેસ રિલિફ એશ્યોર્ડ પેઆઉટ અને ફેમિલી પેન્શન, જેવા પણ કિસ્સો હોય, પર ઉપલબ્ધ રહેશે. ડીઆરની ગણતરી કાર્યરત કર્મચારી પર લાગુ મોંઘવારી ભથ્થાની જે કરાશે. જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, મોંઘવારી ભથ્થાની ચૂકવણી શરૂ થયા પછી જ ચૂકવવાપાત્ર થશે.
લમ સમ લાભ
નિવૃત્તિ પર, કર્મચારીઓને તેમના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા (DA) ના 10 ટકા બરાબર વન ટાઇમ લમ સમ પેમેન્ટ મળશે, જે સેવાના દરેક સંપૂર્ણ છ મહિના માટે હશે.આ તમામ લાભો કર્મચારીઓ અને તેમના પરિવારોને નિવૃત્તિ પછી આર્થિક સુરક્ષા અને સહાય આપવા માટે છે.





