UPS Vs NPS Vs OPS: કેન્દ્રની મોદી સરકારે શનિવારે યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી આપી છે. તે નિવૃત્તિ પછી સરકારી કર્મચારીઓને એક નિશ્ચિત પેન્શન આપશે. આ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગુ થશે. નવી પેન્શન યોજના સામે ભારે વિરોધ વચ્ચે આ સમગ્ર ઘટના બની હતી. વિપક્ષે રાજકીય ફાયદા માટે આ મુદ્દો ઉઠાવ્યો છે.
હિમાચલ પ્રદેશ (2023), રાજસ્થાન (2022), છત્તીસગઢ (2022) અને પંજાબ (2022) જ્યાં વિરોધી પક્ષોની સરકાર હતી અથવા છે, ત્યાં જુની પેન્શન યોજના ફરીથી લાગુ કરવામાં આવ્યું છે. જમ્મુ-કાશ્મીર, હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે નવી પેન્શન સ્કીમની જાહેરાત કરીને મોટું રાજકીય કાર્ડ ખેલ્યું છે.
યુનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ) સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના છે. આ યોજના હેઠળ કર્મચારીઓ માટે એક નિશ્ચિત પેન્શન યોજના આપવામાં આવશે. આ નવી પેન્શન યોજનાથી એકદમ અલગ છે. આમાં પેન્શનની રકમ નક્કી કરવામાં આવી ન હતી. કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર યુનિફાઇડ પેન્શન સ્કીમના પાંચ મુખ્ય સ્તંભ છે.
ફિક્સ પેન્શન
સરકારી કર્મચારીની નિવૃત્તિ બાદ ફિક્સ પેન્શન મળશે. નિવૃત્તિ પહેલાના 12 મહિના માટે આ સરેરાશ મૂળ પગારના 50 ટકા હશે. જો કે તેનો લાભ ઓછામાં ઓછા 25 વર્ષ સુધી કામ કરનારને આપવામાં આવશે.
ચોક્કસ લઘુત્તમ પેન્શન
યુપીએસ હેઠળ જો કોઈ કર્મચારી ઓછામાં ઓછી 10 વર્ષની નોકરી પછી નિવૃત્ત થાય છે, તો તેને દર મહિને ઓછામાં ઓછું દસ હજાર રૂપિયાનું પેન્શન મળશે.

યુનિફાઇડ પેન્શન સ્કીમ હેઠળ ફેમિલી પેન્શન પણ આપવામાં આવશે. આ કર્મચારીના બેઝિક સેલરીના 60 ટકા હશે. આ પેન્શન કર્મચારીના મૃત્યુ પછી તરત જ પરિવારને આપવામાં આવશે.
ઇન્ફ્લેશન ઇન્ડેક્સેશનનો લાભ
આ ત્રણ પેન્શનમાં ફુગાવા પ્રમાણે ડીઆર (ડિયરનેસ રિલીફ)ના નાણાં મળશે. જે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત હશે.
ગ્રેચ્યુઇટી
કર્મચારીને તેની નોકરીના છેલ્લા 6 મહિનાનો પગાર અને ભથ્થું એકમુશ્ત રકમ તરીકે આપવામાં આવશે. યુનિફાઇડ પેન્શન સ્કીમના સમયે એકમુશ્ત ચુકવણી કરવામાં આવશે. આ કર્મચારીના છેલ્લા બેઝિક પગારનો 1/10મો ભાગ હશે.
ઓપીએસ બદલે એનપીએસ
કેન્દ્ર સરકાર દ્વારા ભારતની પેન્શન નીતિઓમાં સુધારો કરવાના પ્રયાસ બાદ 1 જાન્યુઆરી, 2004ના રોજ એનપીએસે ઓપીએસનું સ્થાન લીધું હતું. આ તારીખ બાદ સરકારી નોકરીમાં જોડાનારા લોકોને એનપીએસ હેઠળ રાખવામાં આવ્યા હતા. ઓપીએસ હેઠળ કર્મચારીઓ નિવૃત્તિ બાદ તેમના છેલ્લા પગારના 50 ટકા પેન્શન તરીકે ઉપાડી શકતા હતા. એનપીએસની શરૂઆત અટલ બિહારી વાજપેયી સરકારે કરી હતી. ઓપીએસમાં પણ ખામી હતી. તેમાં કોઈ ખાસ અનામત નહોતી. આ કારણોસર, ઓપીએસ લાંબા સમય સુધી ટકાઉ ન હતું.
પેન્શન પાછળ ખર્ચ વધ્યો
આંકડા દર્શાવે છે કે, છેલ્લા ત્રણ દાયકામાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે પેન્શન ચુકવણીમાં નોંધપાત્ર વધારો થયો છે. 1990-91માં કેન્દ્રનું પેન્શન બિલ 3,272 કરોડ રૂપિયા હતું અને તમામ રાજ્યોનો કુલ ખર્ચ 3,131 કરોડ રૂપિયા હતો. 2020-21 સુધીમાં કેન્દ્રનું બિલ 58 ગણું વધીને 1,90,886 કરોડ રૂપિયા અને રાજ્યો માટે 125 ગણું વધીને 3,86,001 કરોડ રૂપિયા થઈ ગયું છે.
UPS લાભ કોને મળશે?
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને એ નક્કી કરવાનો અધિકાર હશે કે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં ચાલુ રહેવું કે યૂનિફાઇડ પેન્શન સ્કીમ (યુપીએસ)માં જોડાવું. કેબિનેટ સચિવ ટી વી સોમનાથને એમ પણ કહ્યું હતું કે, આ યોજના તે તમામ લોકો માટે લાગુ થશે જેઓ 2004 થી એનપીએસ હેઠળ નિવૃત્ત થયા છે. જો કે યુપીએસ 1 એપ્રિલ 2025થી લાગુ થશે. પરંતુ એનપીએસ હેઠળ 2004થી 31 માર્ચ, 2025 સુધીમાં નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓ યુપીએસના તમામ પાંચ લાભો માટે પાત્ર બનશે. “મને લાગે છે કે 99 ટકાથી વધુ કેસોમાં, યુપીએસ જવું વધુ સારું રહેશે. મારી જાણકારી મુજબ, કોઈ પણ વ્યક્તિ એનપીએસમાં રહેવાનું પસંદ નહીં કરે.
UPS અને OPS વચ્ચે તફાવત
યુપીએસ અને એનપીએસ વચ્ચેના તફાવત અંગે વાત કરતા સોમનાથે જણાવ્યું હતું કે બાકી રકમ પાછળ આશરે 800 રૂપિયા ખર્ચ થશે અને પ્રથમ વર્ષમાં તેનો અમલ કરવા માટે સરકારી તિજોરી પર આશરે 6250 કરોડ રૂપિયાનો બોજ આવશે. જુની પેન્શન યોજનામાં નિવૃત્તિ બાદ છેલ્લા પગારનો અડધો ભાગ પેન્શન તરીકે આપવામાં આવતો હતો. તેમાં કર્મચારીનો બેઝિક પગાર મોંઘવારીના આંકડા પરથી નક્કી કરવામાં આવતો હતો.
આ પણ વાંચો | સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજનાની જાહેરાત, મોદી કેબિનેટમાં UPS ને મળી મંજૂરી
જુના પેન્શન યોજનામાં 20 લાખ રૂપિયાની ગ્રેચ્યુઇટી આપવામાં આવી હતી અને મૃત્યુની સ્થિતિમાં નિવૃત્ત કર્મચારીના પરિવારને પૈસા આપવામાં આવ્યા હતા. આમાં સરકાર કર્મચારીના પગારમાંથી કોઇ પણ પ્રકારની કપાત વગર સંપૂર્ણ પેન્શન કવર આપતી હતી. સોમનાથે કહ્યું કે આજે જે ફેરફાર કરવામાં આવ્યા છે તેમાંનું એક એ છે કે આશ્વાસન આપવામાં આવ્યું છે કે અને બાબતોને બજારની તાકાતના વિશ્વાસ પર છોડી શકાતી નથી.