Union Budget 2023-24 Live Updates: દેશના નાણા મંત્રી નિર્મલા સીતારમન આજે વર્ષ 2023-2024 માટેનું બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમનનું આ પાંચમું બજેટ છે. આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય બજેટ પેપરલેસ છે.. મંગળવારે બજેટ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સમગ્ર વિશ્વની નજર ભારતીય બજેટ પર છે. તેમણે કહ્યું હતું કે, “આજની વૈશ્વિક પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું ધ્યાન ભારતના બજેટ તરફ છે. વિશ્વની અસ્થિર આર્થિક પરિસ્થિતિમાં ભારતનું બજેટ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓને પૂર્ણ કરશે.









