Budget 2024 Highlights: સામાન્ય જનતાને નાણામંત્રીએ શું આપ્યું, જાણો મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટની ખાસ વાતો

Budget 2024 Highlights : આ બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતા, કૃષિ ક્ષેત્ર, રોજગાર, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. અમે તમને જણાવી રહ્યા છીએ કે સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટ 2024માં શું ખાસ છે

Written by Ashish Goyal
July 23, 2024 18:06 IST
Budget 2024 Highlights: સામાન્ય જનતાને નાણામંત્રીએ શું આપ્યું, જાણો મોદી સરકાર 3.0 ના પ્રથમ બજેટની ખાસ વાતો
Budget 2024 Highlights : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે લોકસભામાં સામાન્ય બજેટ 2024-25 રજૂ કર્યું હતું

Budget 2024 Highlights and Important Points : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે (23 જુલાઈ 2024) લોકસભામાં સામાન્ય બજેટ 2024-25 રજૂ કર્યું હતું. આ બજેટમાં નાણામંત્રીએ સામાન્ય જનતા, કૃષિ ક્ષેત્ર, રોજગાર, કૌશલ્ય વિકાસ અને શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું કે આ બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા અસ્થિર છે, ત્યારે ભારતીય અર્થતંત્ર સ્થિર છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટ 2024માં શું ખાસ છે.

સામાન્ય જનતા માટે કેન્દ્રીય બજેટ 2024માં શું ખાસ છે

  • નવા ટેક્સ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા 50,000 રૂપયાથી વધારીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.

  • પેન્શનરો માટે ફેમિલી પેન્શન પરની કપાત 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે.

  • નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સ સ્લેબમાં ફેરફારઃ રૂપિયા 3-7 લાખની આવક પર પાંચ ટકા, 7-10 લાખ માટે 10 ટકા, 10-12 લાખ માટે 15 ટકા.

  • નવા ટેક્સ રિજીમમાં પગારદાર કર્મચારીઓ ઇન્કમટેક્સમાં 17,500 રૂપિયા સુધીની બચત કરી શકશે.

  • કેન્સરની ત્રણ દવાઓ – ટ્રેસ્ટુજુમૈબડેરક્સટેકન, ઓસિમર્ટિનિબ અને ડુર્વાલુમાબને કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી.

  • મોબાઈલ ફોન, મોબાઈલ સર્કિટ બોર્ડ એસેમ્બલી અને મોબાઈલ ચાર્જર પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 15 ટકા કરી દેવામાં આવી છે.

  • બાળકો માટે NPS વાત્સલ્ય યોજના શરૂ, માતા-પિતા પૈસા જમા કરાવી શકશે. 18 વર્ષ થવા પર તેને નિયમિત NPS એકાઉન્ટમાં રૂપાંતરિત કરવામાં આવશે.

  • બિહારમાં હાઈવે માટે 26 હજાર કરોડ રૂપિયાનું બજેટ.

  • સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6 ટકા અને પ્લેટિનમ પર 6.4 ટકા કરવામાં આવી છે.

  • સિક્યોરિટીઝમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ ડીલ્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધારીને અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા કરવામાં આવ્યો હતો.

  • શેરના બાયબેકથી થતી આવક પર ટેક્સ લાગશે.

  • સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે તમામ કેટેગરીના રોકાણકારો માટે એન્જલ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો

  • વિદેશી કંપનીઓ પર કોર્પોરેટ ટેક્સ રેટ 40 થી ઘટાડીને 35 ટકા કરવાનો પ્રસ્તાવ.

  • અપીલમાં પડતર આવકવેરાના વિવાદોના ઉકેલ માટે ‘વિવાદ સે વિશ્વાસ’ યોજના 2024માં લાવવામાં આવશે.

  • કેટલીક નાણાકીય અસ્કયામતો પર ટૂંકા ગાળાના લાભો પર 20 ટકા ટેક્સ.

  • તમામ નાણાકીય અને બિન-નાણાકીય સંપત્તિઓ પર લાંબા ગાળાના લાભ પર 12.5 ટકા કર.

આ પણ વાંચો – બજેટ 2024 : મોબાઈલ ફોન, કેન્સરની દવા, સોના-ચાંદીના ઘરેણા સસ્તા થશે, જાણો શું થયું મોંઘું

  • લિસ્ટેડ શેર્સમાંથી રૂપિયા 1.25 લાખ સુધીના લાંબા ગાળાના મૂડી લાભને કર મુક્તિ આપવામાં આવી હતી.

  • ઈ-કોમર્સ કંપનીઓ પર ટીડીએસ રેટ 1 થી ઘટાડીને 0.1 ટકા કરવામાં આવ્યો છે.

  • રિટર્ન ભરવાની નિયત તારીખ સુધી ટીડીએસની ચુકવણીમાં વિલંબને અપરાધની શ્રેણીમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

  • આવકવેરા આકારણી ત્રણથી પાંચ વર્ષ સુધી ફરીથી ખોલી શકાય છે. જોકે આ ત્યારે જ થશે જ્યારે બાકી બચેલી આવક રૂ. 50 લાખ કે તેથી વધુ હશે.

  • સરકાર આવકવેરા કાયદા, 1961ની વ્યાપક સમીક્ષા છ મહિનામાં પૂર્ણ કરશે.

  • GSTને સરળ અને આસાન બનાવવામાં આવશે જેથી કરીને તેને અન્ય વિસ્તારોમાં પણ લંબાવી શકાય.

  • નાણાકીય વર્ષ 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 4.9 ટકા રહેવાનો અંદાજ છે, જે આવતા વર્ષે 4.5 ટકાથી ઓછી રહેવાની ધારણા છે.

  • બજેટમાં વિકસિત ભારતના ધ્યેયને હાંસલ કરવા માટે ઉત્પાદન અને સેવાઓ અને આગામી પેઢીના સુધારાઓ સહિત નવ અગ્રતા ક્ષેત્રોની રૂપરેખા આપવામાં આવી છે.

  • બજેટમાં રોજગાર, કૌશલ્ય વિકાસ, MSME, મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

  • કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડની ફાળવણી.

  • બિહારમાં અમુક સિંચાઈ અને પૂર નિવારણ યોજનાઓ માટે રૂ. 11,500 કરોડની નાણાકીય સહાય. નેપાળ સાથે મળીને કામ થશે.

  • બહુપક્ષીય વિકાસ એજન્સીઓ દ્વારા આંધ્ર પ્રદેશને 15,000 કરોડ રૂપિયાની વિશેષ નાણાકીય સહાય

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ