Budget 2024 : ભારતના બજેટનો ઇતિહાસ, સૌથી વધારે કોણે રજુ કર્યું છે બજેટ, જાણો રસપ્રદ ફેક્ટ

Budget History: નાણામંત્રી નિર્મલા સીતારમણ 23 જુલાઈના રોજ સવારે 11 કલાકે બજેટ રજુ કરશે, તેઓ સતત સાતમી વખત યુનિયન બજેટ રજુ કરશે. યુનિયન બજેટ સાથે જોડાયેલા રસપ્રદ ફેક્ટ અહીં જણાવી રહ્યા છીએ

Written by Ashish Goyal
July 22, 2024 18:40 IST
Budget 2024 : ભારતના બજેટનો ઇતિહાસ, સૌથી વધારે કોણે રજુ કર્યું છે બજેટ, જાણો રસપ્રદ ફેક્ટ
Indian Budget History: નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ 23 જુલાઈના રોજ રજુ કરશે

Indian Budget History: આ વર્ષે સરકારનું બીજું બજેટ 23 જુલાઈના રોજ રજુ થશે. આ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. લોકસભા ચૂંટણીના વર્ષમાં સરકાર બે વખત બજેટ રજુ કરે છે. સૌથી પહેલાં વચગાળાનું બજેટ આવે છે. આ પછી નવી સરકારની રચના બાદ પૂર્ણ બજેટ આવે છે.

આઝાદી પહેલાનું બજેટ

આઝાદી પહેલા ભારતમાં પ્રથમ વખત બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ રજુ કરવામાં આવ્યું હતું. તેને જેમ્સ વિલ્સને રજુ કર્યું હતું. જેમ્સ ઇન્ડિયન કાઉન્સિલ (આઝાદી પહેલાં)ના ફાઇનાન્સ મેમ્બર હતા, જેમનું કામ વાઇસરોયને આર્થિક બાબતોમાં સલાહ આપવાનું હતું.

આઝાદી પછીનું પહેલું બજેટ

આઝાદીનું પ્રથમ બજેટ 26 નવેમ્બર, 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. તેને દેશના પ્રથમ નાણાં મંત્રી આર.કે.શનમુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. ત્યારથી સરકાર દર વર્ષે કેન્દ્રીય બજેટ રજૂ કરે છે. તેમાં નાણાકીય વર્ષ માટે સરકારની આવકના અંદાજો છે અને ખર્ચની દરખાસ્ત છે.

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ

સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઇના નામે છે. તેમણે 10 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. ત્યાર બાદ પી ચિદમ્બરમના નામે 9 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આઠ વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું.

આ પણ વાંચો – Budget 2024: બજેટ રજૂ કરવામાં ન આવે તો દેશમાં શું થાય? તમે ક્યારેય વિચાર્યું છે

બજેટ રજૂ કરવાના સમયમાં ફેરફાર

કેન્દ્રીય બજેટ પહેલા ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે 5 વાગ્યે રજુ કરવામાં આવતું હતું. જોકે 1999માં સમયમાં ફેરફાર કરાયો હતો. 1999માં બાજપેયીજીની સરકારમાં તત્કાલિન નાણા મંત્રી યશવંત સિન્હાએ સવારે 11 વાગે બજેટ રજુ કર્યું હતું. ત્યારથી 11 વાગે બજેટ રજુ થાય છે. આ પછી 2017માં બજેટ રજુ કરવાની તારીખ 1 ફેબ્રુઆરી કરી દેવામાં આવી હતી.

નિર્મલા સીતારમણ આ રેકોર્ડ નોંધાવશે

જોકે સૌથી વધુ સતત 7 વખત કેન્દ્રીય બજેટ રજૂ કરવાનો રેકોર્ડ 23 જુલાઇના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે નોંધાશે. તેમણે 2019માં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.

સૌથી લાંબુ બજેટ ભાષણ

સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ નિર્મલા સીતારમણના નામે છે. 1 ફેબ્રુઆરી 2020 ના રોજ તેમણે બીજી વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. તેમણે 2 કલાક 32 મિનિટ સુધી બજેટ ભાષણ આપ્યું હતું. આમ છતાં તેમનું બજેટ ભાષણ પૂર્ણ થયું ન હતું. નાદુરસ્ત તબિયતના કારણે જ્યારે તેમણે પોતાનું ભાષણ બંધ કર્યું ત્યારે બે પાના વાંચવાના બાકી હતા.

સૌથી નાનું બજેટ ભાષણ

1977માં હીરુભાઇ મુળજીભાઇ પટેલનું અંતરિમ બજેટ ભાષણ અત્યાર સુધીનું સૌથી નાનું ભાષણ છે. જેના ફક્ત 800 શબ્દ હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ