Budget 2025 Date and Time (કેન્દ્રીય બજેટ 2025 તારીખ અને સમય): બજેટ 2025 વિશે ચર્ચા થઇ રહી છે. ફરી એકવાર વર્ષનો એ સમય આવી ગયો છે જ્યારે દેશની જનતા કેન્દ્રીય બજેટની રાહ જોઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ ફેબ્રુઆરી 2025માં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ બીજું બજેટ હશે. આ સાથે જ નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવશે. આ લેખમાં અમે તમને યુનિયન બજેટ 2025 રજૂ થવાની તારીખ અને સમય વિશે જણાવીશું. સાથે જ અમે તમને જણાવીશું કે તમે આ બજેટ ક્યાં જોઈ શકશો
Union Budget 2025 Date, Time: યુનિયન બજેટ 2025 તારીખ, સમય
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025ના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરશે. નાણાં પ્રધાન સવારે 11 વાગ્યે લોકસભામાં તેમના બજેટ ભાષણની શરૂઆત કરશે. છેલ્લા કેટલાક વર્ષોથી સામાન્ય બજેટ (અંતરિમ બજેટને બાદ કરતા) 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે.

What Is Union Budget : કેન્દ્રીય બજેટ એટલે શું?
બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના બુજે (Bougette) પરથી આવ્યો હોવાનું કહેવાય છે. તેનો અર્થ થાય છે ચામડાની થેલી. એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં લોકો તેમની કમાણી અને મહત્વપૂર્ણ કાગળો ચામડાની બેગમાં રાખતા હતા. સરળ ભાષામાં કહીએ તો બજેટ એક વર્ષનું નાણાકીય સરવૈયું છે. બજેટમાં કોઇ વર્ષમાં સરકારની આવક અને ખર્ચનો અંદાજ હોય છે. સરકારને ક્યાંથી આવક થશે અને ક્યાં ખર્ચ કરવામાં આવશે.
બંધારણની કલમ 112 – વાર્ષિક નાણાકીય નિવેદન સાથે સંબંધિત છે. બજેટ એ એક પ્રકારનું મની બિલ હોય છે. આ બજેટ સૌથી પહેલા સંસદના નીચલા ગૃહ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. અને ત્યારપછી તેને ઉપલા ગૃહ રાજ્યસભામાં મંજૂર કરવામાં આવે છે.
આ પણ વાંચો | ભારતનું પ્રથમ બજેટ કોણ અને ક્યારે રજૂ કર્યુ હતું? જાણો બજેટ વિશે રસપ્રદ માહિતી
આ વખતે કેન્દ્રીય બજેટ 2025માં મુખ્ય ફોકસ અમૃત કાળ અને વિકસિત ભારત ની આસપાસ રાખવામાં આવે તેવી અપેક્ષા છે. જુદા જુદા ક્ષેત્રોમાં ઝડપી વૃદ્ધિ અને વિકાસ અનુસાર બજેટને પ્રાથમિકતા આપવામાં આવે છે. અને બજેટ 2025 ની રચના વિકાસશીલ ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાની દ્રષ્ટિ સાથે કરવામાં આવે તેવી અપેક્ષા છે.





