Universal Pension Scheme : પેન્શન યોજનાને લઈને કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. અહેવાલો અનુસાર મોદી સરકાર નવી યુનિવર્સલ પેન્શન યોજના લાવવા પર કામ કરી રહી છે. આ પેન્શન યોજનાથી જે લોકો પાસે નોકરી નથી અને અન્ય કામ દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમને પણ આર્થિક સુરક્ષા પૂરી પાડી શકાય છે. જી હા, ટ્રેડિશનલ જોબ બેઝ્ડ પેન્શન પ્લાન ઉપરાંત ટૂંક સમયમાં જ નવી પેન્શન સિસ્ટમ શરૂ કરી શકાય છે.
ઇટીના એક અહેવાલ મુજબ શ્રમ મંત્રાલયે એક વોલંટરી અને અંશદાયી આપનારી યોજના પર ચર્ચા કરવાનું શરૂ કર્યું છે, જે તમામ વ્યક્તિઓને તેમની રોજગારની સ્થિતિને ધ્યાનમાં લીધા વિના તેમના રિટાયરમેન્ટમાં રોકાણ કરવાની મંજૂરી આપશે.
વર્તમાન પેન્શન યોજનાઓને એક જ પ્લેટફોર્મ હેઠળ લાવવાનું છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એક વખત આ માળખું તૈયાર થઈ જાય પછી સરકાર મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કરીને વિગતોને સુદૃઢ બનાવશે. રિપોર્ટ અનુસાર આ પ્રકારની યોજના શરૂ કરવાનું કારણ વર્તમાન પેન્શન યોજનાઓને એક જ પ્લેટફોર્મ હેઠળ લાવવાનું છે, ખાસ કરીને અસંગઠિત મજૂરો, વેપારીઓ અને 18 વર્ષ કે તેથી વધુ વયના સ્વ-રોજગાર વ્યક્તિઓ માટે વધુ આકર્ષક અને સુલભ બનાવી શકાય.
આ પણ વાંચો – OPPO Find N5 : દુનિયાનો સૌથી પાતળો ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ
રિપોર્ટમાં એક સૂત્રના હલાલાથી કહેવાયું કે સ્વૈચ્છિક અને અંશદાયી પેન્શન યોજના બધા માટે ખુલ્લી રહેશે અને તે નોકરીઓ અથવા વ્યવસાયો સુધી મર્યાદિત રહેશે નહીં. રિપોર્ટમાં એ પણ સૂચવવામાં આવ્યું છે કે આ યોજના સમાજના તમામ વર્ગો માટે કવરેજ વધારવા માટે સરકાર દ્વારા સંચાલિત હાલની કેટલીક પેન્શન યોજનાઓનો સમાવેશ કરી શકે છે.
અંશદાયી યોજનામાં અસંગઠિત ક્ષેત્રની નોકરીઓ, વેપારીઓ અને સ્વ-રોજગાર જૂથો અને સંસ્થાઓને આવરી લેવામાં આવે તેવી અપેક્ષા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે 18-60 વર્ષની આયુ વર્ગના બધા લોકો આ યોજના હેઠળ 60 વર્ષ પછી પેન્શન લાભો માટે પાત્ર બનશે.





