Hyundai Upcoming Car : 2026માં ધમાલ મચાવશે હ્યુન્ડાઇની 4 નવી કાર, વર્ના ફેસલિફ્ટ થી ioniq 5 જુઓ યાદી

Hyundai Upcoming Car 2026 : હ્યુન્ડાઇ મોટર્સ વર્ષ 2026માં 3 ફેસલિફ્ટ મોડલ અને 1 નવી ગ્લોબલ એસયુવી રજૂ કરી શકે છે. અપકમિંગ કારમાં હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ, એક્સ્ટર ફેસલિફ્ટ, આયોનિક 5 ફેસલિફ્ટ અને નવી બેયોન એસયુવી શામેલ છે.

Hyundai Upcoming Car 2026 : હ્યુન્ડાઇ મોટર્સ વર્ષ 2026માં 3 ફેસલિફ્ટ મોડલ અને 1 નવી ગ્લોબલ એસયુવી રજૂ કરી શકે છે. અપકમિંગ કારમાં હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ, એક્સ્ટર ફેસલિફ્ટ, આયોનિક 5 ફેસલિફ્ટ અને નવી બેયોન એસયુવી શામેલ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
hyundai verna facelift | hyundai car | hyundai suv

Hyundai Upcoming Car 2026 : હ્યુન્ડાઇની 2026ની અપકમિંગ કાર. (Photo: hyundai.com)

Hyundai Upcoming Car 2026 : હ્યુન્ડાઇ મોટર્સ 2025માં ક્રેટા ઇલેક્ટ્રિક, અલકાઝર ફેસલિફ્ટ અને ન્ય જનરેશન વેન્યુ લોન્ચ કર્યા પછી 2026માં ભારતીય બજારમાં તેની પકડ મજબૂત કરવા માટે તૈયાર છે. કંપની આવતા વર્ષે ભારતમાં 3 ફેસલિફ્ટ મોડલ અને 1 નવી ગ્લોબલ એસયુવી રજૂ કરે તેવી અપેક્ષા છે. ચાલો જાણીએ 2026માં ભારતમાં લોન્ચ થનારી હ્યુન્ડાઇની તમામ અપકમિંગ કારની વિગતો.

Advertisment

Hyundai Verna Facelift 2026 : હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ 2026

હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ 2026ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ થવાની અપેક્ષા છે, જેની અંદાજિત કિંમત 11 લાખ રૂપિયાથી 18 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. તેમાં 1.5 લીટર પેટ્રોલ એન્જિન મળી શકે છે.

હ્યુન્ડાઇ વર્ના ફેસલિફ્ટ તાજેતરમાં ભારે કેમોફ્લાઝમાં ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી હતી. સેડાનમાં ફ્રન્ટ અને રિયર પર નવી ડિઝાઇન મળશે, જે હ્યુન્ડાઇ સોનાટાથી પ્રેરિત થઈ શકે છે.

સંભવિત ફીચર્સ:

  • નવી વક્ર ડિસ્પ્લે (ઇન્ફોટેનમેન્ટ + ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર)
  • નવા ઇન્ટિરિયર લેઆઉટ
  • હાલના 1.5 લિટર એનએ અને 1.5 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળશે
Advertisment

Hyundai Exter Facelift 2026 : હ્યુન્ડાઇ એક્સ્ટર ફેસલિફ્ટ 2026

હ્યુન્ડાઇ એક્સ્ટર ફેસલિફ્ટ સંભવિત લોન્ચિંગ 2026ના બીજા ક્વાર્ટરમાં થવાની ધારણા છે, જેની અંદાજિત કિંમત રૂ.6 લાખ થી રૂ.9 લાખ છે. હ્યુન્ડાઇ એક્સ્ટર ફેસલિફ્ટમાં સૌથી મોટો ફેરફાર તેની કેબિનમાં જોવા મળશે. ગૂગલ એન્ડ્રોઇડ ઓટોમોટિવ (એએઓએસ) દર્શાવતી આ ભારતની પ્રથમ માસ-માર્કેટ કાર હોઈ શકે છે.

મુખ્ય અપડેટ :

  • 12.9 ઇંચની ટચસ્ક્રીન
  • 9.9 ઇંચની ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે
  • Venue પ્રેરિત એક્સટીરિયર ફેરફાર
  • એન્જિનમાં કોઈ મોટા ફેરફારો નથી

Hyundai Ioniq 5 Facelift : હ્યુન્ડાઇ આયોનિક 5 ફેસલિફ્ટ

હ્યુન્ડાઇ આયોનિક વર્ષ 2026ના બીજા ક્વાર્ટરમાં લોન્ચ કરી શકે છે. જેની કિંમત લગભગ 50 લાખ રૂપિયા હોઇ શકે છે. હ્યુન્ડાઇની પ્રીમિયમ ઇલેક્ટ્રિક કાર Ioniq 5 ને 2026 માં ફેસલિફ્ટ અપડેટ મળશે. તેણે ડિઝાઇનની સાથે સાથે બેટરી અને રેન્જમાં પણ સુધારો કર્યો છે.

હાઇલાઇટ્સ:

  • નવી ફ્રન્ટ ગ્રિલ અને બમ્પર્સ
  • નવા એલોય વ્હીલ્સ
  • વધારે ફિઝિકલ બટનો અને નવું સ્ટીયરિંગ વ્હીલ
  • 570kWh બેટરી સાથે 84 કિમી સુધી WLTP રેન્જ

Hyundai Bayon (New SUV) : હ્યુન્ડાઇ બાયોન (નાઇ એસયુવી)

હ્યુન્ડાઇ બેયોનનું સંભવિત લોન્ચિંગ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં થઇ શકે છે, જેને 8 થી 15 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત સાથે બજારમાં લોન્ચ કરી શકાય છે. હ્યુન્ડાઇ બેયોન મારુતિ ફ્રોન્ક્સ સામે ટકરાઈ શકે છે. તે ક્રોસઓવર એસયુવી હશે, જે નવા ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવશે.

હાઇલાઇટ્સ:

  • નવું 1.2 લિટર 4 સિલિન્ડર ટર્બો પેટ્રોલ એિન્જન
  • વધુ ટોર્ક અને વધુ સારી માઇલેજ
  • હાઇબ્રિડ ટેકનોલોજી માટે તૈયાર
  • Verna જેવી જ ડિઝાઇન
electric vehicles Auto news બિઝનેસ