ભારતની પ્રથમ સીએનજી બાઈક થી લઇ BMW કાર અને ઇલેક્ટ્રિક સ્કૂટર સુધી, જુલાઇમાં લોન્ચ થનાર વાહનોની યાદી

Upcoming Cars, Bike And Scooter In July 2024: જુલાઇ મહિમાં બજાજ ઓટો, રોયલ એનફિલ્ડ, હીરો મોટોકોર્પ, મર્સિડીઝ, બીએમડબ્લ્યુ જેવી ઘણી ઓટો કંપનીઓ ભારતીય બજારમાં નવી કાર, બાઈક અને સ્કૂટર લોન્ચ કરવાની છે.

Written by Ajay Saroya
July 02, 2024 22:41 IST
ભારતની પ્રથમ સીએનજી બાઈક થી લઇ BMW કાર અને ઇલેક્ટ્રિક સ્કૂટર સુધી, જુલાઇમાં લોન્ચ થનાર વાહનોની યાદી
પ્રતિકાત્મક તસવીર (Image: Freepik)

New Cars, Bikes and Scooter Launch in July 2024: તહેવારોની મોસમ થઇ રહી છે અને તમે નવી કાર કે બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જુલાઇ મહિનામાં ઘણી ઓટો કંપનીઓ નવી કાર, બાઈક અને સ્કૂટર લોન્ચ કરવાની છે. જેમા ભારતની પ્રથમ CNG બાઇકથી લઇને ઇલેક્ટ્રિક સ્કૂટર અને કારનો સમાવેશ થાય છે. આ મહિને Royal Enfield, બીએમડબ્લ્યુ, મર્સિડિઝ જેવી કંપનીઓ ભારતીય બજારમાં નવા વાહન લોન્ચ કરવાની છે. ઉપરાંત અમુક કંપનીઓ તેમના હાલના વાહનને નવા અવતારમાં રજૂ કરી શકે છે. ચાલો જાણીએ કે જુલાઈમાં કયા દિવસે કયા વાહન લોન્ચ થવાના છે.

બજાજ સીએનજી બાઈક (Bajaj CNG Bike)

બજાજ ઓટો 5 જુલાઈએ ભારતીય બજારમાં તેની પ્રથમ CNG બાઇક લોન્ચ કરશે. કંપનીનો દાવો છે કે દેશ અને દુનિયામાં આ પોતાની પ્રકારની પ્રથમ CNG બાઇક હશે. મીડિયા આમંત્રણમાં, કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે બજાજ સીએનજી બાઇકને કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઇવે મંત્રી નીતિન ગડકરી અને બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજની હાજરીમાં લોન્ચ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બજાજની આ CNG બાઈકનું નામ Bajaj Bruzer હોઈ શકે છે.

Bajaj CNG Bike | Bajaj CNG Bike Photo | Bajaj CNG Bike Price | Bajaj CNG Bike Speed
બજાજ સીએનજી બાઈક ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. (Photo – Social Media)

મર્સિડીઝ ઈક્યુએ (Mercedes EQA)

જુલાઇ મહિનામાં આગામી લોન્ચિંગ મર્સિડીઝ બેન્ઝની હશે. લક્ઝરી કાર મેન્યુફેક્ચરિંગ કંપની 8 જુલાઈ, 2024ના રોજ EQA ઇલેક્ટ્રિક SUV રજૂ કરશે. આ મોડેલ ભારતમાં EQS, EQE SUV અને EQB પછી બ્રાન્ડનું ચોથું EV હશે. ઇલેક્ટ્રિક કારના ફીચર્સ વિશે વાત કરીએ તો EQA બે બેટરી પેક સાથે આવી શકે છે. જેમાં 66.5 kWh અને 70.5 kWh ક્ષમતા ધરાવતી બેટરી ઉપલબ્ધ થવાની અપેક્ષા છે. 66.5 kWh ક્ષમતાની બેટરીથી સજ્જ વેરિઅન્ટ એક જ ફુલ ચાર્જ પર 528 કિલોમીટરની રેન્જ આપવા સક્ષમ હશે, જ્યારે મોટી બેટરીવાળી કાર 560 કિલોમીટર સુધીની રેન્જ આપવાનો દાવો કરે છે. સ્ટાઇલ અપડેટ્સ ઉપરાંત, આ ઇલેક્ટ્રિક એસયુવીમાં 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવી ઘણી નવીનતમ સુવિધાઓ પણ મળશે.

રોયલ એનફિલ્ડ ગેરિલા 450 (Royal Enfield Guerrilla 450)

આ યાદીમાં આગામી નામ છે રોયલ એનફિલ્ડ. ચેન્નાઈ સ્થિત કંપની 17 જુલાઈના રોજ ભારતીય બજારમાં Royal Enfield Guerrilla 450 રજૂ કરી શકે છે . નવી બાઇક હિમાલયન 450નું રોડસ્ટર વર્ઝન હશે. હાલમાં જ કંપનીના MD અને CEO બાઇક ચલાવતા જોવા મળ્યા હતા.

બીએમડબ્લ્યુ 5 સિરીઝ એલડબ્લ્યુબી (BMW 5 Series LWB)

નવી Royal Enfield પછી, આ યાદીમાં નામ છે બીએમડબ્લ્યુ 5 સિરીઝ એલડબ્લ્યુબી, જે BMW દ્વારા લોન્ચ કરવામાં આવશે. લક્ઝુરિયસ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ BMW આ મહિને 24 જુલાઈના રોજ ઘણા નવા વ્હીકલ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાંથી એક નામ BMW 5 સિરીઝ LWB છે. ભારતીય બજારમાં ન્યુ જનરેશન 5 સિરીઝ લોંગ વ્હીલબેસ (LWB) માટે બુકિંગ શરૂ થઈ ગયું છે. 5 સીરીઝ LWB પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે ઓફર કરવામાં આવશે. તે નવી 48-વોલ્ટની હળવી-હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0-લિટર પેટ્રોલ અને ડીઝલ યુનિટ મેળવવાની શક્યતા છે.

મીની કૂપર એસ (Mini Cooper S)

બીએમડબ્લ્યુ ની માલિકીની MINI 24 જુલાઈ, 2024 ના રોજ ભારતીય બજારમાં નવા જેન કૂપર એસ અને કન્ટ્રીમેન E મોડલ્સ પણ લોન્ચ કરશે. 2.0-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત, આ કાર 201 bhp અને 300 Nm પીક ટોર્ક જનરેટ કરી શકે છે.

મિની કન્ટ્રીમેન ઇલેક્ટ્રિક (MINI Countryman Electric)

મિની કન્ટ્રીમેન ઇલેક્ટ્રિક પણ તે જ તારીખે ભારતમાં ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરવામાં આવશે. આ EVમાં આપવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર 201bhpનો પાવર અને 250Nmનો પીક ટોર્ક જનરેટ કરી શકે છે. આ ઇલેક્ટ્રિક વાહન માત્ર 8.6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.

બીએમડબ્લ્યુ સીઇ 04 (BMW CE 04)

લક્ઝરિયસ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ બીએમડબ્લ્યુ ભારતીય બજારમાં પ્રીમિયમ સેગમેન્ટનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર CE 04 BMW Motorrad દ્વારા ભારતીય બજારમાં 24 જુલાઈએ લોન્ચ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને મહત્તમ 120 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. તે માત્ર 2.6 સેકન્ડમાં 0 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. BMW Motorrad દાવો કરે છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક વાર ફુલ ચાર્જ થવા પર 129 કિલોમીટર સુધી ચાલશે. તેમાં ઘણા શાનદાર ફીચર્સ મળશે.

આ પણ વાંચો | ઇલેક્ટ્રિક વ્હીકલ વરસાદમાં ચલાવતી વખતે આ 6 બાબાતની કાળજી રાખો, તમારી ઇ કાર અને બાઈક રહેશે ટનાટન

હીરો ડેસ્ટિની 125 (Hero Destini 125)

હીરો મોટોકોર્પ જુલાઇ મહિનામાં નવા અવતારમાં Destini 125 સ્કૂટરને પણ રજૂ કરી શકે છે. અપડેટેડ સ્કૂટરને લોન્ચ પહેલા ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સ્કૂટરને નવા કલર ઓપ્શનમાં રજૂ કરવામાં આવશે. હાલમાં જ તેનો નવો લુક જોવા મળ્યો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ