Upcoming Cars Launch in November 2025 : કાર અને ટુ વ્હીલરનું નવરાત્રી દિવાળી દરમિયાન ધૂમ વેચાણ થયું છે. જીએસટી ઘટ્યા બાદ એસયુવી કાર અને બાઇક સ્કૂટરની કિંમતમાં ધરખમ ઘટાડો થતા મોટી સંખ્યામાં લોકોએ નવા વાહન ખરીદ્યા છે. જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તો આ સમાચાર તમારા કામના છે. નવેમ્બર 2025માં હ્યુન્ડાઇ થી લઇ ટાટા મોટર્સ નવી કાર લોન્ચ કરવાની છે.
New Hyundai Venue : ન્યુ હ્યુન્ડાઇ વેન્યૂ, લોન્ચ તારીખ : 4 નવેમ્બર 2026
હ્યુન્ડાઇ વેન્યૂની નવી જનરેશન કાર લોન્ચ આ વર્ષના સૌથી મોટો ઓટો લોન્ચિંગ પૈકીનું એક માનવામાં આવી રહ્યું છ. નવી હ્યુન્ડાઇ વેન્યૂ 4 નવેમ્બરે લોન્ચ થઇ શકે છે. ફ્રન્ટ, સાઇડ અને રિયર પ્રોપાઇલમાં તેને સંપૂર્ણપણે રિડિઝાઇન કરવામાં આવી છે. SUV કારના ઇન્ટિરિયરમાં મોટા ફેરફાર જોવા મળશે, જેમા નવું લેઆઉટ, પ્રીમિયમ મટીરિયલ અને અપગ્રેડેડ ફીચર પેકેજ સામેલ છે. પાવરટ્રેનની વાત કરીયે તો નવી હ્યુન્ડાઇ વેન્યૂ કારમાં હાલનો એન્જિન વિકલ્પ ચાલુ રહેશે, પરંતુ હવે ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન જોડામાં આવ્યા છે.
Tata Sierra : ટાટા સિએરા
Tata Sierra, જેને ઓટો એક્સ્પો 2023માં ડિસ્પ્લે કરવામાં આવી હતી, હવે તે લોન્ચ થવા તૈયાર છે. નવી ટાટા સિએરા કારમાં ટાટા કંપનીએ Alpine window ડિઝાઇનની ઝલક જાળવી રાખી તેને મોર્ડન લુક આપ્યો છે. આ SUV ICE (પેટ્રોલ/ડીઝલ) અને EV બંને મોડલમાં ઉપલબ્ધ થશે. આ એસયુવી બે એન્જિન વિકલ્પ સાથે આવશે – 1.5 લીટર ટર્બો પેટ્રોલ અને 1.5 લીટર ડીઝલ એન્જિન. ટ્રાન્સમિશન માટે કંપનીએ તેમા 6 સ્પીડ મેન્યૂઅલ અને 7 સ્પીડ DCT ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ આપ્યો છે, જેનાથી ડ્રાઇવિંગનો અનુભવ વધુ આરામદાયક અને મજેદાર બનશે.
Tata Safari અને Harrier : ટાટા સફારી અને હેરિયર
ટાટા મોટર્સ પોતાની અગ્રણી SUV કાર – સફાર (Safari) અને હેરિયર (Harrier) હવે પેટ્રોલ એન્જિન મોડલમાં લોન્ચ કરવા જઇ રહી છે. આ મોડલમાં ડિઝાઇન કે ઇન્ટિરિયરમાં કોઇ ફેરફાર જોવા થશે, પરંતુ બંનેમાં ટાટા મોટર્સના નવું 1.5 લિટર, 4 સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે.





