ભારતમાં પણ બેટરીથી ચાલતા કાર અને ટુ- વ્હિલરની માંગ ઝડપથી વધી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ઓટો કંપનીઓ આ સેગમેન્ટમાં મોટી સંખ્યામાં અવનવી નવી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરવાનું શરૂ કર્યું છે. આજે અમે તમને વર્ષ 2023માં જાન્યુઆરી થીમાર્ચ 2023 દરમિયાન લોન્ચ થનાર સંભવિત લેટેસ્ટ ઈલેક્ટ્રિક બાઈક વિશે વિગતવાર જણાવીશું…
Ultraviolette F77 Super Electric Bike
અલ્ટ્રાવાયોલેટ F77 એ સ્પોર્ટી ડિઝાઇનવાળી પ્રીમિયમ ઇલેક્ટ્રિક બાઇક છે જેને કંપનીએ નવેમ્બર 2022માં રજૂ કરી છે. કંપનીએ આ બાઇકની પ્રારંભિક કિંમત 3.8 લાખ રૂપિયા રાખી છે. અલ્ટ્રાવાયોલેટ F77ની ડિલિવરી અંગે કંપનીનું કહેવું છે કે 2023ના શરૂઆતના મહિનાઓમાં આ બાઇકને દેશભરની ડીલરશિપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અલ્ટ્રાવાયોલેટ F77ની રાઇડિંગ રેન્જ અંગે કંપનીનો દાવો છે કે આ બાઇક એકવાર ફુલ ચાર્જ થયા બાદ 307 કિલોમીટરની રાઇડિંગ રેન્જ આપે છે. આ રેન્જ સાથે 152 કિમીની પ્રતિ કલાકની સ્પીડ આપી શકે છે. કંપનીનો બીજો દાવો છે કે આ સુપર ઇલેક્ટ્રિક બાઇક 2.9 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી શકે છે.
Ola Electric Bike
Ola S1 અને Ola S1 Pro લોન્ચ કર્યા બાદ હવે કંપની વધુ બે નવા ઇલેક્ટ્રિક વ્હિકલ – એક ઇલેક્ટ્રિક સેડાન કાર અને ઇલેક્ટ્રિક બાઇક પર કામગીરી કરી રહી છે. અહેવાલો અનુસાર, ઓલા ઇલેક્ટ્રિક 2023 ઓટો એક્સપોમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું સેમ્પલ મોડેલ પ્રદર્શિત કરી શકે છે.
Oben Rorr Electric Sports Bike
Oberon Rohr એ ભારતીય બજારમાં તેની ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી છે જે 2023 સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઇ શકે છે. અહેવાલો અનુસાર, કંપની ડીલરશિપને મોકલતા પહેલા બાઇકને 2023 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી શકે છે.
કંપનીએ આ બાઇકની શરૂઆતની કિંમત 99,999 રૂપિયા રાખી છે અને કંપનીનો દાવો છે કે ઓબેન રોર ઇલેક્ટ્રિક બાઇક માટે અત્યાર સુધીમાં 17,000 બુકિંગ મળી ચૂક્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ બાઇક એકવાર ફુલ ચાર્જ થયા બાદ 150 કિલોમીટરની રાઇડિંગ રેન્જ સાથે 100 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે.
Raptee Electric Bike
Rapti Electric એક નવી કંપની છે જે વર્ષ 2023માં તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇકનું લોન્ચિંગ કરવાની તૈયારી કરી રહી છે અને અહેવાલો અનુસાર, આ બાઇક ઓટો એક્સપો 2023 દરમિયાન જ લોન્ચ કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ ઇલેક્ટ્રિક બાઇકમાં 150 કિલોમીટરની રેન્જ અને પ્રતિ કલાક 135 કિલોમીટરની ટોપ સ્પીડ મેળી શકે છે.
Hero Electric AE 47
હીરો ઇલેક્ટ્રીક ઇલેક્ટ્રીક ટુ-વ્હિલર સેગમેન્ટમાં એક લોકપ્રિય કંપની છે અને બજારમાં તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની એક વિશાળ રેન્જ ઉપલબ્ધ છે. AE 47 હીરો ઈલેક્ટ્રીકની પહેલી બાઇક હશે જેને કંપની 2023 ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી શકે છે પરંતુ તેનું લોન્ચિંગ 2023ના છેલ્લા ક્વાર્ટરમાં જ થઇ શકશે. રિપોર્ટ્સ અનુસાર, આ બાઇકને સ્વાઇપેબલ બેટરી પેક આપવામાં આવશે અને એકવાર ચાર્જ કર્યા બાદ આ બાઇકને 150 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.