IPO News : આઈપીઓમાં કમાણી તક, 8 સરકારી કંપનીના IPO આવશે, PMO એ આપી મંજૂરી

Upcoming IPO In 2026 : આઈપીઓમાં રોકાણ કરવાની અદભુત તક આવી રહી છે. આગામી સમયમાં 8 સરકારી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેની માટે પીએમઓ તરફથી મંજૂરી મળી ચૂકી છે.

Upcoming IPO In 2026 : આઈપીઓમાં રોકાણ કરવાની અદભુત તક આવી રહી છે. આગામી સમયમાં 8 સરકારી કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે, જેની માટે પીએમઓ તરફથી મંજૂરી મળી ચૂકી છે.

author-image
Ajay Saroya
New Update
Go Digit IPO: વિરાટ કોહલીનું રોકાણ ધરાવતી કંપનીમાં કમાણીની તક, ગો ડિજિટ નો આઈપીઓ 15 મે ખુલશે, જાણો તમામ વિગત

Upcoming IPO In 2026 : આઈપીઓ રોકાણકારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. વર્ષ 2026માં આઈપીઓમાં રોકાણ કરી કમાણી કરવાની શાનદાર તક મળવાની છે. હકીકતમાં આગામી સમયમાં 8 સરકારી કંપનીના આઈપીઓ આવી શકે છે. આ કંપનીઓમાં સરકાર પોતાનો હિસ્સો વેચવા આઈપીઓ લાવી શકે છે. સૌથી ખાસ વાત છે કે, આ તમામ 8 સરકારી કંપનીઓ કોલ ઈન્ડિયાની પૂર્ણમાલિકીની પેટા કંપનીઓ છે. ચાલો જાણીયે વિગતવાર

Advertisment

મીડિયા રિપોર્ટ મુજબ કોર્પોરેટ ગવર્નન્સ અને જવાબદારીમાં સુધારણા માટે PMO એ કોલસા મંત્રાલયને નિર્દેશ આપ્યો છે કે, તે સરકારી કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL)ની તમામ સબસિડિયરી કંપનીઓને વર્ષ 2030 સુધી શેરબજારમાં લિસ્ટિંગ કરાવે.

આ પગલાનો ઉદ્દેશ્ય CILના મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવું, પારદર્શિતા વધારવી અને એસેટ મોનેટાઇઝેશન દ્વારા મૂડી સર્જન કરવું. કોલ ઈન્ડિયા લિમિટેડ ભારતની સૌથી સૌથી કોલસા કંપની છે અન દેશના કુલ ઘરેલુ કોલસા ઉત્પાદનમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકારની કોલ ઈન્ડિયાની તમામ પેટા કંપનીઓને વર્ષ 2030 સુધી શેરબજારમાં લિસ્ટિંગ કરાવવાની યોજના છે. 

કઇ 8 સરકારી કંપનીઓના IPO આપશે?

કોલ ઈન્ડિયા લિમિટેડ તેની 8 પેટાકંપની મારફતે કામકાજ કરે છે. જેમા ઈસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ, ભારત કોકિંગ કોલ લિમિટેડ, સેન્ટ્રોલ કોલફિલ્ડ્સ લિમિટેડ, વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ, સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ, નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ, મહાનદી કોલફિલ્ડ્સ લિમિટેડ અને સેન્ટ્રોલ માઇન પ્લાનિંગ અને ડિઝાઇન ઈન્સ્ટિટ્યૂટ લિમિટેડ સામેલ છે.

Advertisment

બે સરકારી કંપનીનું શેર લિસ્ટિંગ 2026માં સંભવ

મીડિયા રિપોર્ટ મુજબ ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) અને સેન્ટ્રોલ માઇન પ્લાનિંગ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટીટ્યૂટ લિમિટેડ કંપની માર્ચ 2026 સુધી શેરબજારમાં લિસ્ટેડ થઇ શકે છે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. બીસીસીએલ ના સ્થાનિક અને ઇન્ટરનેશનલ રોડ શો સમાપ્ત થઇ ગયા છે. 

અન્ય એક મીડિયા મુજબ ભારત કોકિંગ કોલ લિમિટેડનો 10 ટકા હિસ્સો આઈપીઓ દ્વારા ડિસઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવી શકે છે. ભારત કોકિંગ કોલ લિમિટેડ દેશમાં કોકિંગ કોલસાનું ઉત્પાદન કરનાર સૌથી મહત્વપૂર્ણ કંપનીઓ પૈકીની એક છે. કોકિંગ કોલસાનો ઉપયોગ સ્ટીલ બનાવવામાં કાચા માલ તરીકે થાય છે.

(Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. ગુજરાતી ઈન્ડિયન એક્સપ્રેસ કોઇ પણ રીતે રોકાણ કરવાની સલાહ આપતું નથી. બજાર જોખમોને આધિન છે, આથી રોકાણ કે નાણાં સંબંધિત કોઇ પણ નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સની સલાહ લેવી.)

બિઝનેસ શેર બજાર આઈપીઓ