IPO Market 2026 Outlook: 2026માં 2.5 લાખ કરોડથી વધુના IPO આવશે; જિયો, SBI MF, OYO સહિત ઘણા આઈપીઓ પાઇપલાઇનમાં

IPO Market 2026 Outlook: આઈપીઓ માર્કેટ માટે વર્ષ 2026 સિમાચિહ્નરૂપ રહેવાનું છે. ઇક્વિરસ કેપિટલના એક અહેવાલ મુજબ, આ વર્ષે, 75 થી વધુ કંપનીઓને પબ્લિક ઇશ્યૂ લાવવા માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે.

IPO Market 2026 Outlook: આઈપીઓ માર્કેટ માટે વર્ષ 2026 સિમાચિહ્નરૂપ રહેવાનું છે. ઇક્વિરસ કેપિટલના એક અહેવાલ મુજબ, આ વર્ષે, 75 થી વધુ કંપનીઓને પબ્લિક ઇશ્યૂ લાવવા માટે સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે.

author-image
Ajay Saroya
New Update
IPO | Upcoming IPO | IPO News | current ipo gmp | IPO Market | Initial Public Offer | Share Market |

IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Market 2026 Outlook : આઈપીઓ માર્કેટ માટે વર્ષ 2026 બહુ ખાસ રહેવાનું છે. 2025નું વર્ષ IPO માટે પ્રોત્સાહક રહ્યું, જેમાં ભારતીય કંપનીઓએ આઈપીઓ દ્વારા 1.89 લાખ કરોડ રૂપિયાનું જંગી મૂડીભંડોળ ઉભું કર્યું છે, જે વાર્ષિક તુલનાએ 13 ટકા વધારે છે. કોટક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગ (KIB)નો અંદાજ છે કે 2026માં IPO બજાર વધુ મજબૂત બનશે. આ વર્ષે, IPO બજારમાં 32 ટકાની ઝડપી વૃદ્ધિ જોવા મળી શકે છે, અને IPO દ્વારા ભંડોળ એક્ત્રિકરણ ₹ 2.50 લાખ કરોડ સુધી પહોંચી શકે છે.

Advertisment

મોટા IPO ની અપેક્ષા

ફાઈનાન્શિયલ એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ, KIB એ જણાવ્યું હતું કે આ વધારો મુખ્યત્વે $1 બિલિયન (આશરે રૂ. 8,000 કરોડ) થી વધુ મૂલ્યના મોટા IPO ની સંખ્યામાં વધારાને આભારી હશે. KIB ના મેનેજિંગ ડિરેક્ટર વી. જયશંકરે જણાવ્યું હતું કે આ વર્ષે લગભગ એક તૃતીયાંશ IPO $1 બિલિયનથી વધુના કદના હોઈ શકે છે. નવી ટેકનોલોજી આધારિત કંપનીઓ અને ગ્રાહક ક્ષેત્રની કંપનીઓ IPO બજારમાં પ્રભુત્વ જાળવી રાખશે. તેમણે કહ્યું કે QIP દ્વારા એકત્ર કરાયેલ રકમ 2026 માં વધીને 10-12 અબજ ડોલર થઈ શકે છે, જે 2025 માં લગભગ 10 બિલિયન ડોલર હતી.

Jio, SBI MF, OYO સહિત ઘણી કંપનીઓના IPO પાઇપલાઇનમાં

ઇક્વિરસ કેપિટલના એક અહેવાલ મુજબ, આ વર્ષે, 75 થી વધુ કંપનીઓને પબ્લિક ઇશ્યૂ લાવવા માટે બજાર નિયમનકાર સેબી તરફથી મંજૂરી મળી ગઈ છે, પરંતુ તેમણે હજુ સુધી તેમના આઈપીઓ લોન્ચ કર્યા નથી. અન્ય 100 કંપનીઓ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે. આગામી IPOમાં ટેકનોલોજી, ફાઈનાન્શિયલ સર્વિસિસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રક્ચર, એનર્જી અને યુટિલિટીઝ સેક્ટરના IPOનો સમાવેશ થાય છે, જેમાં વ્યાપક રોકાણરારોની ભાગીદારી જોવા મળવાની અપેક્ષા છે. વર્ષ 2026માં રિલાયન્સ જિયો , SBI મ્યુચ્યુઅલ ફંડ , OYO અને ફોનપે જેવી અગ્રણી કંપનીઓના IPO આવે તેવી શક્યતા છે.

રોકાણકારોનો રસ વધવાની અપેક્ષા છે 

કોટક ઇન્વેસ્ટમેન્ટ બેંકિંગના જણાવ્યા અનુસાર, તાજેતરમાં ભારતીય બજારની વેલ્યૂએશનમાં ઘટાડો થયો છે, અને મૂલ્યાંકન ગુણાંક હવે તેમના 10 વર્ષના સરેરાશની નજીક છે, જેના કારણે રોકાણકારોમાં રસ વધવાની શક્યતા છે. KIB એ 2025 દરમિયાન IPO ના સ્વરૂપ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. ગયા વર્ષે, લગભગ બે તૃતીયાંશ IPO OFS ના સ્વરૂપમાં હતા, જેમાં હાલના રોકાણકારોએ તેમનો હિસ્સો વેચી દીધો હતો, અને નવું મૂડી રોકાણ પ્રમાણમાં મર્યાદિત હતું. KIB એ જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બજારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહેશે.

Advertisment

સ્ટાર્ટઅપ્સ કંપનીઓમાં શેરબજારમાં લિસ્ટિંગનું આકર્ષણ

ઇક્વિરસ કેપિટલના મતે, 2025 ની એક મોટી સિદ્ધિ સ્ટાર્ટઅપ્સ (શેરબજાર લિસ્ટિંગ) લિસ્ટિંગ હતી. આ વર્ષે, લેન્સકાર્ટ, ગ્રોવ, મીશો અને ફિઝિક્સવોલા સહિત 18 સ્ટાર્ટઅપ્સ શેરબજારમાં  લિસ્ટિંગ થયા અને સામૂહિક રીતે ₹41,000 કરોડથી વધુ એકત્ર કર્યા. 2024માં, સ્ટાર્ટઅપ્સે ₹29,000 કરોડ એકત્ર કર્યા. વધુમાં, ઑફર્સ ફોર સેલ (OFS) એક મુખ્ય ભંડોળ ઊભું કરવાની પ્રવૃત્તિ રહી, જે 2025 માં એકત્ર કરાયેલા કુલ ભંડોળના લગભગ 60% હિસ્સો ધરાવે છે. (source : સમાચાર એજન્સી ઇનપુટ)

આઈપીઓ શેર બજાર બિઝનેસ