IPOs This Week: ફિઝિક્સવાલા સહિત 7 કંપનીના શેર લિસ્ટિંગ થશે, નવા સપ્તાહે માત્ર 2 IPO ખુલશે

Upcoming IPOs And Share Listing This Week : આઈપીઓ રોકાણકારોને આ અઠવાડિયે 4 IPOમાં રોકાણ કરવાની તક મળશે, જેમા પાછલા સપ્તાહે ખુલેલા બે પબ્લિક ઇશ્યૂ પણ સામેલ છે. સૌથી ખાસ આ સપ્તાહમાં ફિઝિક્સવાલા સહિત 7 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

Written by Ajay Saroya
Updated : November 17, 2025 09:39 IST
IPOs This Week: ફિઝિક્સવાલા સહિત 7 કંપનીના શેર લિસ્ટિંગ થશે, નવા સપ્તાહે માત્ર 2 IPO ખુલશે
Upcoming IPO News : આઈપીઓ. (Photo: Freepik)

IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટમાં 17 નવેમ્બરથી શરૂ થયેલું નવું અઠવાડિયું એકંદરે સુસ્ત રહેવાનું છે. જો કે નવી કંપનીઓના શેર લિસ્ટિંગથી શેરબજારમાં હલચલ રહેશે. નવા સપ્તાહે માત્ર 2 કંપનીના આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 1 મેઇનબોર્ડ આઈપીઓ અને બીજો SME IPO છે. ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 આઈપીઓમાં આ સપ્તાહે રોકાણ કરવાની છેલ્લી તક મળશે, જે બંને મેઇનબોર્ડ IPO છે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો ફિઝિક્સવાલા (PhysicsWallah) સહિત 7 કંપનીઓના શેર આ અઠવાડિયે શેરબજારમાં લિસ્ટિંગ થવાના છે.

Upcoming IPO : આવનાર આઈપીઓ

Gallard Steel IPO : ગેલાર્ડ સ્ટીલ આઈપીઓ

ગેલાર્ડ સ્ટીલ આઈપીઓ 19 નવેમ્બરે ખુલશે. 37.50 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 142 – 150 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. રોકાણકારો 21 નવેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકે છે. શેર લિસ્ટિંગ BSE SME પર 26 નવેમ્બરે થશે.

Excelsoft Technologies IPO : એક્સેલસોફ્ટ ટેકનોલોજીસ આઈપીઓ

એક્સેલસોફ્ટ ટેક્નોલોજીસ કંપનીનો આઈપીઓ 500 કરોડ રૂપિયાનો આઈપીઓ 19 થી 21 નવેમ્બર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 114 – 120 રૂપિયા પ્રતિ શેર અને 125 શેરની લોટ સાઇઝ છે. આ મેઇનબોર્ડ આઈપીઓનો શેર BSE, NSE પર 26 નવેમ્બરે લિસ્ટેડ થશે.

ઉપરાંત પાછલા અઠવાડિયે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની આ સપ્તાહે તક મળશે. જેમા ફુજિયામાં પાવર સિસ્ટમ્સ કંપનીનો 828 કરોડ રૂપિયાનો આઈપીઓ 17 નવેમ્બરે બંધ થવાનો છે. તો કેપિલરી ટેકનોલોજીસ કંપનીનો 877.50 કરોડ રૂપિયાનો આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર છે.

નવા અઠવાડિયે 7 કંપનીના શેર લિસ્ટિંગ થશે

નવા અઠવાડિયામાં નવી 7 કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 18 નવેમ્બરે BSE, NSE પર ફિઝિક્સવાલા અને એમવી ફોટોવોલ્ટિકના શેર લિસ્ટેડ થવાના છે. આ તારીખે જ BSE SME પર મહામાયા લાઇફસાયન્સિસ અને Workmates Core2Cloud કંપનીના શેર પણ લિસ્ટેડ થશે. 19 નવેમ્બરે BSE, NSE પર ટેનેકો ક્લિન એર કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે. 20 નવેમ્બરે BSE, NSE પર ફુજિયામાં પાવર સિસ્ટમ્સના શેર લિસ્ટેડ થશે. 21 નવેમ્બરે કેપિલરી ટેકનોલોજીસ કંપનીના શેર BSE, NSE પર લિસ્ટેડ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ