IPO : બેંક ખાતામાં 15000 રાખજો, આ સપ્તાહે નવા 5 આઈપીઓ ખુલશે, લેન્સકાર્ટ IPOમાં રોકાણની છેલ્લી તક

Open Open This Week And Share Listing : નવા સપ્તાહે કુલ 5 આઈપીઓ ખુલશે જેમા 2 મેઇનબોર્ડ સેગમેન્ટના છે. ઉપરાંત લેન્સકાર્ટ અને સ્ટડ્સ એસેસરીઝ IPO સબ્સક્રાઇબ કરવાનો છેલ્લો મોકો મળશે.

Written by Ajay Saroya
Updated : November 03, 2025 11:11 IST
IPO : બેંક ખાતામાં 15000 રાખજો, આ સપ્તાહે નવા 5 આઈપીઓ ખુલશે, લેન્સકાર્ટ IPOમાં રોકાણની છેલ્લી તક
Upcoming IPO News : આઈપીઓ. (Photo: Freepik)

Upcoming IPO This Week And Share Listing : શેરબજારના રોકાણકારોને આઈપીઓમાં રોકાણ કરવાની ઉત્તમ તક આવી છે. 3 નવેમ્બરથી શરૂ થયેલા નવા અઠવાડિયામાં નવા 5 આઈપીઓ ખુલી રહ્યા છે, જેમા 2 મેઇનબોર્ડ અને 3 SME IPO છે. ઉપરાંત પાછલા સપ્તાહે સબ્સક્રિપ્શન માટે ખુલેલા લેન્સકાર્ટ અને Studds Accessories આઈપીઓમાં રોકાણ કરવાની છેલ્લી તર મળશે. શેરબજારમાં સ્ટોક લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે 5 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ શરૂ થવાનું છે. ચાલો જાણીયે વિગતવાર

Billionbrains Garage Ventures IPO (Groww IPO) : બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ આઇપીઓ

Growwની પેટન્ટ કંપની બિલિયનબ્રેઇન્સ ગેરેજ વેન્ચર્સ નો આઇપીઓ 4 નવેમ્બર ખુલી રહ્યો છે. આ મેઇનબોર્ડ આઈપીઓનું કુલ કદ 6,632.30 રૂપિયા છે. જેમા આઈપીઓ પ્રાઇસ બેન્ડ 95 – 100 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 150 શેર છે. 7 નવેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકાશે. ત્યાર પછી 10 નવેમ્બરે શેર એલોટમેન્ટ ફાઇનલ થયા બાદ BSE, NSE પર 12 નવેમ્બરે શેર લિસ્ટિંગ થશે.

Shreeji Global FMCG IPO : શ્રીજી ગ્લોબલ એફએમજીસી આઈપીઓ

શ્રીજી ગ્લોબલ એફએમસીજી આઈપીઓ 4 થી 7 નવેમ્બર દરમિયાન સબ્સક્રાઇબ કરી શકાશે. 85 કરોડ રૂપિયાના એસએમઇ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 120 – 125 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 10 નવેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ NSE SME પર 12 નવેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Finbud Financial IPO : ફિનબડ ફાઈનાન્સિયલ આઈપીઓ

ફિનબડ ફાઈનાન્સિયલ કંપનીઓ આઈપીઓ દ્વાા 71.68 કરોડ રૂપિયા એક્ત્ર કરવા ધારે છે. કંપનીનો આઈપીઓ 6 નવેમ્બરે ખુલશે અને 10 નવેમ્બર બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇશ બેન્ડ 140 – 142 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1,000 શેર છે. 11 નવેમ્બરે શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 13 નવેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.

Pine Labs IPO : પાઈન લેબ્સ આઈપીઓ

પાઈન લેબ્સ આઈપીઓ 7 નવેમ્બર ખુલશે અને 11 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આ મેઇનબોર્ડ આઈપીઓ કુલ 3899.91 કરોડ રૂપિયાનો છે, જેની માટે પ્રાઇસ બેન્ડ 210 – 221 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 67 શેર છે. 12 નવેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ BSE, NSE પર 14 નવેમ્બરે શેર લિસ્ટિં થઇ શકે છે.

Curis Lifesciences IPO : ક્યુરિસ લાઇફસાયન્સિસ આઈપીઓ

ક્યુરિસ લાઇફસાયન્સિસ કંપનીના આઈપીઓનું કુલ કદ 27.52 કરોડ રૂપિયા છે. આ SME IPO 7 નવેમ્બર ખુલશે અને 11 નવેમ્બર બંધ થશે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 120 થી 128 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. 12 નવેમ્બર શેર એલોટમેન્ટ થયા બાદ 14 નવેમ્બરે NSE SME પર શેર લિસ્ટિંગ થઇ શકે છે.

આ IPO સબ્સક્રાઇબ કરવાની છેલ્લી તક

Studds Accessories IPO : સ્ટડ્સ એસેસરીઝ આઈપીઓ

સ્ટડ્સ એસેસરીઝ આઈપીઓ 30 ઓક્ટોબર ખુલ્યો હતો અને તે 3 નવેમ્બર બંધ થઇ રહ્યો છે. 455.49 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 557 – 585 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 25 શેર છે. BSE, NSE પર 7 નવેમ્બર શેર લિસ્ટિંગ થશે.

Lenskart Solutions IPO : લેન્સકાર્ટ સોલ્યુશન્સ આઈપીઓ

લેન્સકાર્ટ સોલ્યુશન્સ આઈપીઓ 31 ઓક્ટોબર ખુલ્યો હતો અને 4 નવેમ્બર બંધ થશે. 7278.02 કરોડ રૂપિયાના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 382 – 402 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 10 નવેમ્બરે શેર લિસ્ટિંગ થશે.

Share Listing This Week : આ અઠવાડિયે શેર લિસ્ટિંગ

આ અઠવાડિયામાં નવી 5 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા 3 નવેમ્બરે NSE SME પર Jayesh Logistics, 4 નવેમ્બરે BSE SME પર ગેમ ચેન્જર્સ ટેક્સફેબ અને 6 નવેમ્બરે Orkla Indiaન શેર BSE, NSE પર લિસ્ટેડ થવાના છે. આ જ તારીખે BSE SME પર Safecure ના શેર પણ લિસ્ટેડ થઇ શકે છે. તો છેલ્લે 7 નવેમ્બરે સ્ટડ્સ એસેસરીઝ કંપનીના શેર BSE, NSE પર લિસ્ટેડ થશે.

(Disclaimer : આ આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી રોકાણ વિશે પ્રકારની સલાહ આપતું નથી. બજાર જોખમને આધિન છે, આથી રોકાણ સંબંધિત નિર્ણય લેવાની પહેલા એક્સપર્ટ્સ પાસેથી સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ