/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/IPO-13.jpg)
IPO : આઈપીઓ, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)
Upcoming IPO This Week : આઈપીઓ માર્કેટ માટે 25 ડિસેમ્બરથી શરૂ થયેલું નવું અઠવાડિયું વ્યસ્ત રહેશે. આ અઠવાડિયામાં નવા 11 આઈપીઓ ખુલવાના છે, જેમા એક ગુજરાત સ્થિત કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ છે. અન્ય તમામ આઈપીઓ SME સેગમેન્ટના છે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો શેરબજારમાં 5 નવી કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.
Gujarat Kidney and Super Speciality : ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી
મેઈનબોર્ડ સેગમેન્ટમાં આગામી અઠવાડિયે ખુલનાર એકમાત્ર IPO ગુજરાત કિડની અને સુપર સ્પેશિયાલિટી છે. આ કંપની ગુજરાતમાં મધ્યમ કદની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સંચાલિત કરે છે. આ IPO 22 ડિસેમ્બરે ખુલશે અને 24 ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓ પ્રાઈસ બેન્ડ 108 - 114 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 128 શેર છે. શેર એલોટમેન્ટ બાદ 30 ડિસેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે. આ આઇપીઓનું કુલ કદ 250.80 કરોડ રૂપિયા છે, તે સંપૂર્ણપણે નવો ફ્રેશ ઇશ્યૂ છે, એટલે કે તેમાં ઓફર ફોર સેલ (OFS) શામેલ નથી.
EPW India IPO : ઇપીડબ્લ્યુ ઈન્ડિયા આઈપીઓ
EPW ઇન્ડિયા કંપનીનો SME IPO 22 ડિસેમ્બરે ખુલશે અને 24 ડિસેમ્બરે બંધ થશે. આ ₹ 31.81 કરોડનો ફ્રેશ ઇશ્યૂ છે, જેની પ્રાઈસ બેન્ડ 95 – 97 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીના શેર 30 ડિસેમ્બરે લિસ્ટ થવાની ધારણા છે. રિટેલ રોકાણકારો માટે 2,400 શેરનો એક સિંગલ લોટ ફાળવવામાં આવ્યો છે.
Dachepalli Publishers IPO : ડાચેપલ્લી પબ્લિશર્સ IPO
ડાચેપલ્લી પબ્લિશર્સ IPO સબ્સક્રાઇબ 22 થી 24 ડિસેમ્બર સુધી કરી શકાશે. કંપની આઈપીઓ દ્વારા 40.39 કરોડ રૂપિયા ઉભા કરવા ધારે છે. આ એક સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યૂ પણ છે, જેની માટે આઈપીઓ પ્રાઇસ બેન્ડ ₹ 100 – 102 પ્રતિ શેર છે. 30 ડિસેમ્બરે BSE SME પર શેર લિસ્ટિંગ થવાની ધારણા છે, જેમાં રિટેલ લોટ સાઈઝ 2,400 શેર હશે.
Shyam Dhani Industries IPO : શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝ IPO
શ્યામ ધાણી ઇન્ડસ્ટ્રીઝ SME IPO 22 થી 24 ડિસેમ્બર દરમિયાન ખુલશે. રૂ. 38.49 કરોડના આ નવા ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 65-70 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારોએ 4,000 શેરના લોટમાં અરજી કરવાની રહેશે. શેર લિસ્ટિંગ 30 ડિસેમ્બરે NSE SME પર થવાનું છે.
Sundrex Oil IPO : સનડ્રેક્સ ઓઇલ આઈપીઓ
સન્ડ્રેક્સ ઓઇલ આઈપીઓ 22 ડિસેમ્બરે ખુલશે અને 24 ડિસેમ્બરે બંધ થશે. આ ₹ 32.25 કરોડનો નવો ઇશ્યૂ છે જેની પ્રાઇસ બેન્ડ 81 – 86 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ 30 ડિસેમ્બર NSE SME પર થવાની ધારણા છે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઈઝ 3,200 શેર રાખવામાં આવી છે.
Dhara Rail Projects IPO : ધારા રેલ પ્રોજેક્ટ્સનો IPO
ધારા રેલ પ્રોજેક્ટ્સ IPO 23 ડિસેમ્બરે ખુલશે અને 26 ડિસેમ્બરે બંધ થશે. આ 50.20 કરોડ રૂપિયાનો નવો ઇશ્યૂ છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 120 - 126 રૂપિયા પ્રતિ શેર છે. રિટેલ રોકાણકારોએ મિનિમમ 2,000 શેરના લોટ માટે અરજી કરવાની રહેશે. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 31 ડિસેમ્બરે શેર લિસ્ટિંગ થવાના છે.
Nanta Tech IPO : નન્તા ટેક આઈપીઓ
નન્તા ટેક IPO 23 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ ₹31.81 કરોડ નો નવો ઇશ્યૂ છે અને પ્રાઇસ બેન્ડ 209 – 220 રૂપિયા પ્રતિ શેર છે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઈઝ 1,200 શેર છે. શેર એલોટમેન્ટ બાદ 31 ડિસેમ્બરે BSE SME પર શેર લિસ્ટિંગ થવાના છે.
Admach Systems IPO : એડમાક સિસ્ટમ્સ આઈપીઓ
એડમાચ સિસ્ટમ્સ IPO 23 થી 26 ડિસેમ્બર દરમિયાન ખુલશે. કંપની આઈપીઓ દ્વારા ₹ 42.60 કરોડ એકત્ર કરવા માંગે છે. પ્રાઇસ બેન્ડ ₹ 227 – 239 પ્રતિ શેર છે. શેર લિસ્ટિંગ 31 ડિસેમ્બરે BSE SME પર થવાનું છે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઇઝ 1,200 શેર છે.
Bai Kakaji Polymers IPO : બાઈ કાકાજી પોલિમર આઈપીઓ
બાઈ કાકાજી પોલિમર્સ IPO સબ્સક્રાઇપ 23 ડિસેમ્બર થી 26 ડિસેમ્બર સુધી કરી શકાશે. આ આઈપીઓ ₹ 105.17 કરોડ નો ફ્રેશ ઇશ્યૂ છે. પ્રાઇસ બેન્ડ ₹ 177 - 186 પ્રતિ શેર છે. શેર લિસ્ટિંગ 31 ડિસેમ્બરે BSE SME પર થવાનું છે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઈઝ 1,200 શેર છે.
Apollo Techno Industries IPO : એપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓ
એપોલો ટેક્નો ઇન્ડસ્ટ્રીઝ IPO 23 ડિસેમ્બરે ખુલશે અને 26 ડિસેમ્બરે બંધ થશે. આ ₹ 47.96 કરોડ નો નવો ઇશ્યૂ છે અને પ્રાઇસ બેન્ડ ₹ 123 – 130 પ્રતિ શેર છે. કંપનીના શેર લિસ્ટિંગ 31 ડિસેમ્બરે BSE SME પર થવાના છે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઇઝ 2,000 નક્કી કરવામાં આવી છે.
E to E Transportation Infrastructure IPO : ઇ ટુ ઇ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ
ઇ ટુ ઇ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર IPO 26 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી ખુલશે. આ ₹84.22 કરોડ નો નવો ઇશ્યૂ છે અને પ્રાઇસ બેન્ડ ₹ 123 – 130 પ્રતિ શેર છે. શેર લિસ્ટિંગ BSE SME પર 2 જાન્યુઆરીએ થવાની ધારણા છે. રિટેલ રોકાણકારો માટે લોટ સાઈઝ 1,600 શેર છે.
નવા શેર લિસ્ટિંગ
નવા IPO ઉપરાંત આ અઠવાડિયામાં નવી 5 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે. જેમા એક આગામી દિવસોમાં ઘણી કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થવાની તૈયારીમાં છે. KSH ઇન્ટરનેશનલ અને નેપ્ચ્યુન લોજીટેક 22 ડિસેમ્બરે લિસ્ટ થવાના છે.
22 ડિસેમ્બર : નેપ્ચ્યુન લોજીટેક BSE SME પર લિસ્ટેડ થયો છે.
23 ડિસેમ્બર : મેઇનબોર્ડ આઈપીઓ KSH ઇન્ટરનેશનલના શેર BSE, NSE પર લિસ્ટેડ થવાના છે.
24 ડિસેમ્બર : BSE SME પર MARC ટેક્નોક્રેટ્સ અને NSE SME પર ગ્લોબલ ઓશન લોજિસ્ટિક્સના શેર લિસ્ટેડ થવાના છે.
24 ડિસેમ્બર : BSE SME પર ફાયટોકેમ રેમેડીઝન શેર લિસ્ટિંગ થવાના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us