Upcoming IPO in 2025: આઈપીઓ માર્કેટમાં બુલરન ચાલુ રહેશે, રોકાણકારો શેરબજારમાં કમાણી માટે તૈયાર રહેજો

Upcoming IPO in 2025: વર્ષ 2025માં આઈપીઓ નવા રેકોર્ડ બનાવશે. ઘણી કંપનીઓના આઈપીઓ પાઈપલાઇનમાં છે. વર્ષ 2024માં 90 આઈપીઓ વડે રેકોર્ડ બ્રેક 1.6 લાખ કરોડ રૂપિયા ઉભા કરવામાં આવ્યા છે.

Written by Ajay Saroya
Updated : December 31, 2024 16:19 IST
Upcoming IPO in 2025: આઈપીઓ માર્કેટમાં બુલરન ચાલુ રહેશે, રોકાણકારો શેરબજારમાં કમાણી માટે તૈયાર રહેજો
Upcoming IPO in 2025: વર્ષ 2025માં ઘણી કંપનીઓ આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. (Photo: Freepik)

Upcoming IPO in 2025: શેરબજાર આઈપીઓ માર્કેટ માટે નવું વર્ષ 2025 શાનદાર રહેવાની આશા છે. વર્ષ 2024માં રેકોર્ડ બ્રેક આઈપીઓ અને તગડાં શેર લિસ્ટિંગથી રોકાણકારોને જંગી કમાણી થઇ છે. આઈપીઓ માર્કેટમાં આ બુલરન વર્ષ 2025માં યથાવત રહેવાની અપેક્ષા છે. ઘણી કંપનીઓ વર્ષ 2025માં આઈપીઓ લાવવાની તૈયારીઓ કરી રહી છે.

2025ના સંભવિત આઈપીઓ

આ વર્ષ 2025માં પણ આઈપીઓ માર્કેટમાં હલચલ રહેશે. ઘણી કંપનીઓ આઈપીઓ લાવી શેર લિસ્ટિંગ માટે તૈયારી કરી રહી છે. મની કન્ટ્રોલના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, બ્રોકરેજ ફર્મ એંજલ વન સાઇટ પરની વિગત અનુસાર ફાર્માઇઝી (PharmaEasy), સ્નેપડીલ (Snapdeal), ફેબ ઈન્ડિયા (FabIndia), ગો એરલાઈન્સ (Go Airlines), બજાજ એનર્જી (Bajaj Energy), ઓયો, એનએસડીએ, હીરો મોટર્સ (Hero Motors), લાવા ઈન્ટરનેશનલ (Lava International), ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ (IndiaFirst Life Insurance), બોટ (boAt), એચડીએફસી બેંકની એનબીએફસી કંપની એચડીબી ફાઈનાન્સિયલ સર્વિસિસ (HDB Finance Services), એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા અને ઉલ્લુ ડિજિટલ (Ullu Digital) કંપનીઓ સંભવિતપણે આઈપીઓ વર્ષ 2025માં લાવી શકે છે.

હીરો મોટર્સ કંપનીએ 23 ઓગસ્ટે 900 કરોડ રૂપિયાનો આઈપીઓ ડ્રાફ્ટ સેબી પાસે ફાઈલ કર્યો હતો, જેમા 400 કરોડ રૂપિયાનું ઓફર ફોર સેલ હોઇ શકે છે. ફાર્માઇઝી કંપનીનો આઈપીઓ 6250 કરોડ રૂપિયાનો હોઇ શકે છે. ઓટો હોટેલ્સ એન્ડ હોમ્સ કંપની આઈપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીનો આઈપીઓ 8430 કરોડ રૂપિયાનો હોઇ શકે છે, જેમા 1430 કરોડ રૂપિયાની ઓફર સેલ ઓફર હોઇ શકે છે.

IPO Open This Week | Upcoming IPO | IPO News | IPO Inestment | IPO News | Share Market
Upcoming IPO This Week: વર્ષ 2024ના છેલ્લા સપ્તાહમાં નવા 3 આઈપીઓ ખુલશે. (Photo: Freepik)

આઈપીઓ માટે 2025 કેવું રહેશે?

ગ્લોબલડેટાના કંપની પ્રોફાઇલ એનાલિસ્ટ મૂર્તિ ગ્રાંધીએ જણાવ્યું કે, વર્ષ 2024માં આઈપીઓ વડે 11.2 અબજ ડોલર એક્ત્ર કરવામાં આવ્યા છે, જે વર્ષ 2023ના આઈપીઓ ફંડ રાઈઝિંગ 5.5 અબજ ડોલર કરતા બમણી રકમ છે. વર્ષ 2025માં આઈપીઓ વડે જંગી રકમ ઉભી કરવામાં આવી શકે છે. સરકાર સમર્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ અને ખાનગી મૂડીમાં ઉછાળો જેવા પરિબળો ખર્ચ બજારના આશાવાદને વેગ આપશે.

તેમણે ઉમેર્યું કે, વર્ષ 2025 માટે ઘણા IPO પાઇપલાઇનમાં છે, કારણ કે ભારતની નાણાકીય ઇકોસિસ્ટમ મજબૂત બની રહી છે, જે તેને વૈશ્વિક સ્તરે રોકાણકારો માટે એક આકર્ષક હબ બનાવે છે. આ આગાહી ગ્લોબલ આઈપીઓ લેન્ડસ્કેપમાં ભારતને એક મુખ્ય ખેલાડી તરીકે ચિહ્નિત કરે છે, એવી અપેક્ષાઓ સાથે કે દેશ IPO એક્ટિવિટીમાં એશિયા પેસિફિક ક્ષેત્રનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે.

IPO Open This Week | Upcoming IPO | IPO News | IPO Inestment | IPO News | Share Market
IPO News : આઈપીઓ પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

આઈપીઓ માટે વર્ષ 2024 ઐતિહાસિક રહ્યું

આઈપીઓ માટે 2024 ઐતિહાસિક રહ્યું છે. વર્ષ 2024માં રેકોર્ડ આઈપીઓ આવવાની સાથે સૌથી મોટા આઈપીઓ પણ આવ્યો છે. વર્ષ 2024માં 1, 2 કે 10 નહીં 90 આઈપીઓ આવ્યા છે, જેમણે રેકોર્ડ બ્રેક 1.6 લાખ કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. જે કોઇ એક વર્ષમાં રેકોર્ડ બ્રેક આઈપીઓ ફંડ રાઇઝિંગ છે.

વર્ષ 2024માં હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા કંપનીનો 27870 રૂપિયાનો મેગા આઈપીઓ આવ્યો, જેણે 21008 કરોડ રૂપિયાના એલઆઈસી આઈપીઓનો રેકોર્ડ તોડ્યો અને ભારતીય શેરબજારનો સૌથી મોટો આઈપીઓ બન્યો છે.

ઉપરાંત સ્વિગી કંપનીએ આઈપીઓ વડે 11327 કરોડ, NTPC ગ્રીન એનર્જી કંપનીએ 10000 કરોડ, વિશાલ મેગા માર્ટ કંપનીએ 8000 કરોડ અને બજાજ હાઉસિંગ ફાઈનાન્સ કંપનીએ આઈપીઓ વડે 6560 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. વધુ વાંચો – વર્ષ 2024ના ટોપ 10 આઈપીઓ જેમા રોકાણકારો થયા માલામાલ, 300 ટકાથી વધુ વળતર

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ