/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/06/IPO-Investment-1.jpg)
આઈપીઓ. (Photo: Freepik)
IPOs This Week: શેરબજારમાં જયેશ લોજિસ્ટિક્સ IPO સાથે વિક્રમ સંવત 2082માં આઈપીઓ માર્કેટના શ્રીગણેશ થઇ રહ્યા છે. 27 ઓક્ટોબરથી શરૂ થયેલા નવા સપ્તાહમાં રોકાણકારોને 3 આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે, જેમા 1 મેઇન બોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે. પાછલા અઠવાડિયે ખુલેલો એક પણ આઈપીઓ નથી અને કોઇ કંપનીના શેર લિસ્ટિંગ થવાના નથી. ચાલો જાણીયે આવનાર 3 આઈપીઓ વિશે વિગતવાર
Jayesh Logistics IPO : જયેશ લોજિસ્ટિક્સ આઈપીઓ
જયેશ લોજિસ્ટિક્સ આઈપીઓ 27 ઓક્ટોબર ખુલશે અને 29 ઓક્ટોબર બંધ થશે. 28.63 કરોડ રૂપિયાના એસએમઇ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 116 - 122 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1000 શેર છે. આઈપીઓમાં નવા 23 લાખ શેર જારી કરવામાં આવશે. કંપનીનું શેર લિસ્ટિંગ NSE SME પર 3 નવેમ્બરે થઇ શકે છે.
Game Changers Texfab IPO : ગેમ ચેન્જર્સ ટેક્સફેબ આઈપીઓ
ગેમ ચેન્જર્સ ટેકફેબ કંપનીઓનો 54.84 કરોડ રૂપિયાનો આઈપીઓ 28 ઓક્ટોબર ખુલવાનો છે. આ એસએમઇ આઈપીઓમાં નવા 54 લાખ શેર જારી થશે. પ્રાઇસ બેન્ડ 96 - 102 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. 30 ઓક્ટોબર આઈપીઓ બંધ થયા બાદ 31 ઓક્ટોબર શેર એલોટમેન્ટ ફાઇનલ થશે. ત્યાર બાદ 4 નવેમ્બર BSE SME પર કંપનીના શેર લિસ્ટિેડ થશે.
Orkla India IPO : ઓર્કલા ઈન્ડિયા આઈપીઓ
ઓર્કલા ઈન્ડિયા આઈપીઓ મેઈનબોર્ડ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યુ છે. રોકાણકારો આઈપીઓ 29 થી 31 ઓક્ટોબર સુધી સબ્સક્રાઇબ કરી શકે છે. કંપની આઈપીઓ દ્વારા 1667.54 કરોડ રૂપિયા એકત્ર કરવા ઇચ્છે છે. IPOમાં 2.28 કરોડ શેરનો ઓફર ફોર સેલ રહેશે. પ્રાઇસ બેન્ડ 695 - 730 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 20 શેર છે. શેર એલોટમેન્ટ 3 નવેમ્બર ફાઇનલ થશે. કંપનીનું શેર લિસ્ટિંગ BSE, NSE પર 6 નવેમ્બર થઇ શકે છે.
Lenskart IPO : લેન્સકાર્ટ આઈપીઓ
ગોગલ્સ અને કોન્ટેક્ટ લેન્સ બનાવતી લેન્સકાર્ટ સોલ્યુશનનો આઈપીઓ 31 ઓક્ટોબરે ખુલી રહ્યો છે. રોકાણકારો 4 નવેમ્બર, 2025 સુધી આઈપીઓ સબ્સક્રાઇપ કરી શકે છે. આ પબ્લિક ઇશ્યૂમાં 2150 કરોડ રૂપિયાના નવા શે જારી કરાશે. સાથે જ પ્રોમટર્સ અને ઇન્વેસ્ટર્સ 12.75 કરોડ ક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ વેચશે. કંપનીએ હજી સુધી આઈપીઓ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્જ જાહેર કરી નથી.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી છે. ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી રોકાણ કરવા માટે કોઇ પણ રીતે સૂચન કે ભલામણ કરતું નથી. બજાર જોખમને આધિન છે, રોકાણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંતની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us