IPO This Week: આ અઠવાડિયે માત્ર 1 આઈપીઓ ખુલશે, ગુજરાત કિડની સહિત 10 કંપનીના શેર લિસ્ટિંગ થશે

IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટમાં નવા સપ્તાહે એક માત્ર મોર્ડન ડાયગ્નોસ્ટિક આઈપીઓ ખુલી રહ્યો છે. ઉપરાંત ગુજરાત કિડની અને ધારા રેલ પ્રોજેક્ટ્સ સહિત 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

IPO Open And Share Listing This Week : આઈપીઓ માર્કેટમાં નવા સપ્તાહે એક માત્ર મોર્ડન ડાયગ્નોસ્ટિક આઈપીઓ ખુલી રહ્યો છે. ઉપરાંત ગુજરાત કિડની અને ધારા રેલ પ્રોજેક્ટ્સ સહિત 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે.

author-image
Ajay Saroya
New Update
IPO | Upcoming IPO | IPO News | current ipo gmp | IPO Market | Initial Public Offer | Share Market |

IPO : આઈપીઓ (Photo: Freepik)

IPO Open And Share Listing This Week : આઈપીઓ રોકાણકારો માટે વર્ષ 2025 એકંદરે સારું રહ્યું છે. હવે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માત્ર એક જ IPO ખુલી રહ્યો છે, જે પણ એસએમઇ સેગમેન્ટનો છે. ઉપરાંત આ સપ્તાહે વર્ષ 2026ની શરૂઆત થશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ સપ્તાહે શેરબજારમાં 10 કંપનીઓના શેર લિસ્ટિંગ થવાના છે, જેમા ગુજરાત કિડનીનુ શેર લિસ્ટિંગ 30 ડિસેમ્બરે થવાનું છે.

Advertisment

Modern Diagnostic IPO : મોર્ડન ડાયગ્નોસ્ટિક આઈપીઓ 

મોર્ડન ડાયગ્નોસ્ટિક આઇપીઓ 31 ડિસેમ્બર ખુલશે. કંપની આઈપીઓ દ્વારા 36.89 કરોડ રૂપિયા ઉભા કરવા માંગે છે. આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 85 થી 90 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ  1600 શેર છે. 2 જાન્યુઆરી આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો છેલ્લો દિવસ છે. શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 7 જાન્યુઆરી 2026ના રોજ શેર લિસ્ટિંગ થશે.

ઇ ટુ ઇ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓ

આ ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા ઇ ટુ ઇ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. આ આઈપીઓ 26 ડિસેમ્બર ખુલશે હતો અને તે 30 ડિસેમ્બરે બંધ થશે.  84.22 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 164 - 174 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 800 શેર છે. આઈપીઓ ખુલ્યાના પ્રથમ દિવસે આ પબ્લિક ઇશ્યૂ 7.42 ગણો ભરાયો હતો. શેર એલોટમેન્ટ બાદ NSE SME પર 2 જાન્યુઆરી, 2026ના રોજ શેર લિસ્ટિંગ થઇ શકે છે.

નવા સપ્તાહે 10 કંપનીના શેર લિસ્ટિંગ થશે

30 ડિસેમ્બર : ગુજરાત કિડનીનું શેર લિસ્ટિંગ BSE, NSE પર થશે. તો NSE SME પર EPW ઈન્ડિયા, શ્યામ ધણી ઈન્ડસ્ટ્રીઝ, Sundrex ઓઈલના શેર લિસ્ટિંગ થવાના છે. આ જ તારીખે BSE SME પર ડાચેપલ્લી પબ્લિશર્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

Advertisment

31 ડિસેમ્બર : NSE SME પ્લેટફોર્મ પર ધારા રેલ પ્રોજેક્ટ્સના શેર લિસ્ટિંગ થશે. તો BSE SME પ્લેટોફોરમ પર નાન્તા ટેક, બાઇ કાકાજી પોલિમર્સ, એપોલો ટેક્નો ઈન્ડસ્ટ્રીઝ અને એડમાક સિસ્ટમ્સ કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

2 જાન્યુઆરી : NSE SME પ્લેટફોર્મ ઇ ટુ ઇ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેર લિસ્ટિંગ થવાના છે.

આઈપીઓ શેર બજાર બિઝનેસ