/indian-express-gujarati/media/media_files/2026/03/02/ipo-2026-03-02-11-15-59.jpg)
IPO : આઈપીઓ Photograph: (Freepik)
Upcoming IPO And Share Listing This Week : આઈપીઓ રોકાણકારો માટે 2 માર્ચથી શરૂ થયેલું નવું અઠવાડિયા વ્યસ્ત રહેવાનું છે. આ અઠવાડિયામાં 3 નવા આઈપીઓ આવી રહ્યા છે, જેમા રોકાણકારોને કમાણી કરવાની તક મળશે. આ સાથે જ પાછલા સપ્તાહે ખુલેલા 2 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાનો મોકો મળશે. આ દરમિયાન શેરબજારમાં 9 કંપનીઓના શેર લિસ્ટેડ થશે, જેમાથી 4 કંપનીઓ મેઇનબોર્ડ સેગમેન્ટની છે.
SEDEMAC Mechatronics IPO : સેડેમેક મેકાટ્રોનિક્સ આઈપીઓ
સેડેમેક મેકાટ્રોનિક્સ આઈપીઓ 4 માર્ચ ખુલશે અને 6 માર્ચ બંધ થશે. આ મેઇનબોર્ડ સેગમેન્ટનો આઈપીઓ છે. કંપનીના 1,087.45 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ ₹ 1,287 - ₹ 1,352 પ્રતિ શેર અને લોટ સાઇઝ 11 શેર છે. શેર એલોટમેન્ટ બાદ BSE, NSE પર 11 માર્ચના રોજ કંપનીના શેર લિસ્ટેડ થશે.
Elfin Agro India IPO : એલ્ફિન એગ્રો ઈન્ડિયા આઈપીઓ
એલ્ફિન એગ્રો ઈન્ડિયા આઈપીઓ સબ્સક્રિપ્શન 5 માર્ચ થી 9 માર્ચ દરમિયાન કરી શકાશે. 25.03 કરોડ રૂપિયાના આઈપીઓ માટે ઇશ્યૂ પ્રાઇસ 47 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 3,000 શેર નક્કી કરી છે. શેર એલોટમેન્ટ બાદ કંપનીના શેર લિસ્ટિંગ 12 માર્ચના રોજ BSE SME પર થશે.
Srinibas Pradhan Constructions IPO : શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન આઈપીઓ
શ્રીનિવાસ પ્રધાન કન્સ્ટ્રક્શન કંપનીનો ₹20.32 કરોડ રૂપિયાનો આઈપીઓ 6 માર્ચ ખુલશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 91 થી 98 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. આઈપીઓ સબ્સક્રિપ્શન 10 માર્ચે બંધ થશે. શેર એલોટમેન્ટ બાદ 13 માર્ચના રોજ NSE SME પર શેર લિસ્ટિંગ થશે.
ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા બે આઈપીઓ સબ્સક્રાઇબ કરવાન તક મળશે. Striders ઇમ્પેક્સ આઈપીઓ 2 માર્ચ અને એસીટેક ઇ કોમર્સ આઈપીઓ 4 માર્ચ સુધી સબ્સક્રાઇબ કરી શકાય છે.
9 કંપનીના શેર લિસ્ટિંગ થશે
2 માર્ચ : BSE, NSE પર શ્રી રામ ટ્વિસટેક્સ અને ક્લિન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સના શેર લિસ્ટિંગ થશે. આ જ તારીખે BSE SME પર કિઆસા રિટેલ, એકોર્ડ ટ્રાન્સફોર્મર અને સ્વિગિયર તેમજ NSE SME પર મોબાઇલિઝ એપના શેર લિસ્ટિંગ થશે.
4 માર્ચ : BSE, NSE પર PNGS રેવા ડાયમંડ જ્વેલરીના શેર લિસ્ટિંગ થશે.
5 માર્ચ : BSE, NSE પર ઓમનીટેક એન્જિનિયરિંગ અને NSE SME પર યાપ ડિજિટલના શેર લિસ્ટિંગ થશે.
6 માર્ચ : NSE SME પર Striders ઇમ્પેક્સના શેર લિસ્ટેડ થશે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us