Upcoming IPO And Share Lisitng This Week : આઈપીઓ માર્કેટમાં આ સપ્તાહે ભારે હલચલ જોવા મળશે. 10 નવેમ્બરથી શરૂ થયેલા અઠવાડિયામાં 7 નવા આઈપીઓ ખુલવાના છે, જેમા 4 મેઇનબોર્ડ IPO છે. એડટેક સ્ટાર્ટઅપ PhysicsWallah આઈપીઓ પણ આ સપ્તાહે ખુલી રહ્યો છે. ઉપરાંત પાછલા સપ્તાહે ખુલેલા 4 આઈપીઓ સબ્સક્રાઇબ કરવાની આ અઠવાડિયે તક મળશે. શેર લિસ્ટિંગની વાત કરીયે તો આ અઠવાડિયે 7 કંપનીઓ શેરબજારમાં નવા સફરની શરૂઆત કરશે
Upcoming IPO This Week : આવનાર આઈપીઓ
Emmvee Photovoltaic IPO : એમવી ફોટોવોલ્ટિક આઈપીઓ
એમવી ફોટોવોલ્ટિક પાવર કંપનીનો 2900 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 નવેમ્બર ખુલી રહ્યો છે, જે 13 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 206 – 217 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 69 શેર છે. શેર એલોટમેન્ટ બાદ કંપનીનો શેર BSE, NSE પર 18 નવેમ્બર શેર લિસ્ટેડ થશે. એવી ફોટોવોલ્ટિક પાવર ભારતની બીજી સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ સોલર મોડ્યૂલ અને સેલ મેન્યુફેક્ચરિંગ કંપની છે.
PhysicsWallah IPO : ફિઝિક્સવાલા આઈપીઓ
ફિઝિક્સવાલા આઈપીઓ 11 નવેમ્બર ખુલશે અને 13 નવેમ્બર બંધ થશે. 3480 કરોડ રૂપિયાના ફિઝિક્સવાલા આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 103 – 109 રૂપિયા અને લોટ સાઇઝ 137 શેર છે. આ આઈપીઓમાં 3100 કરોડ રૂપિયાના 28.44 કરોડ શેરનો ફેશ ઇશ્યૂ અને 380 કરોડ રૂયિયાનો ઓફર ફોર સેલ સામેલ છે. 14 નવેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ BSE, NSE પર 18 નવેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Workmates Core2Cloud IPO : વર્કમેટ્સ કોર 2 ક્લાઉડ આઈપીઓ
વર્કમેટ્સ કોર 2 ક્લાઉડ કંપની આઈપીઓ દ્વારા 69.84 કરોડ રૂપિયા એક્ત્ર કરવા માંગ છે. કંપનીનો આઈપીઓ 11 થી 13 નવેમ્બર સબ્સક્રાઇબ કરી શકાશે. આઈપીઓ ઇશ્યૂ પ્રાઇસ 200 – 204 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 600 શેર છે. શેર લિસ્ટિંગ BSE SME પર 18 નવેમ્બરે થઇ શકે છે.
Mahamaya Lifesciences IPO : મહામાયા લાઇફસાયન્સીસ આઈપીઓ
મહામાયા લાઇફસાયન્સીસ આઈપીઓ એસએમઇ સેગમેન્ટનો પબ્લિક ઇશ્યૂ છે. 70.44 કરોડ રૂપિયાનો આઈપીઓ 11 નવેમ્બર ખુલશે. રોકાણકારો 13 નવેમ્બર સુધી આઈપીઓ સબ્સક્રાઇબ કરી શકાય છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 108 – 114 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 1200 શેર છે. 14 નવેમ્બરે શેર એલોટમેન્ટ બાદ BSE SME પર 18 નવેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Tenneco Clean Air IPO : ટેનેકો ક્લિન એર આઈપીઓ
ટેનેકો ક્લિન એર કંપનીનો મેઇનબોર્ડ આઈપીઓ 12 નવેમ્બરે ખુલશે. 3600 કરોડ રૂપિયાનો આઈપીઓ 14 નવેમ્બર સુધી સબ્સક્રાઇબ કરી શકા છે. આઈપીઓ પ્રાઇસ બેન્ડ 378 – 397 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 37 શેર છે. શેર લિસ્ટિંગ 19 નવેમ્બરે BSE, NSE પર થશે.
Fujiyama Power Systems IPO : ફુજિયામાં પાવર સિસ્ટમ્સ આઈપીઓ
ફુજિયામાં પાવર સિસ્ટમ્સ આઈપીઓ 13 નવેમ્બર ખુલશે અને 17 નવેમ્બર બંધ થશે. 828 કરોડના મેઇનબોર્ડ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ 216 – 228 રૂપિયા પ્રતિ શેર અને લોટ સાઇઝ 65 શેર છે. 18 નવેમ્બરે શેર એલોટમેન્ટ થયા બાદ BSE, NSE પર 20 નવેમ્બરે શેર લિસ્ટિંગ થઇ શકે છે.
Capillary Technologies IPO : કેપિલરી ટેકનોલોજીસ આઈપીઓ
કેપિલરી ટેકનોલોજીસ મેઇનબોરડ આઈપીઓ 14 નવેમ્બર ખુલશે. આઈપીઓમાં 345 કરોડ રૂપિયાના ફ્રેશ ઇશ્યૂ અને 0.92 કરોડ શેરની ઓફર ફોર સેલ હશે. આઈપીઓ 18 નવેમ્બરે બંધ થયા થશે. ત્યારબાદ 21 નવેમ્બરે BSE, NSE પર શેર લિસ્ટિંગ થશે. કંપનીએ હજી સુધી આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી નથી.
7 કંપનીના શેર લિસ્ટિંગ થશે
નવા અઠવાડિયે 7 કંપનીઓના શેર સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ થવાના છે. જેમા 12 નવેમ્બરે BSE, NSE પર Groww (ગ્રો) શેર લિસ્ટિંગ થશે. આ જ દિવસે શ્રીજી ગ્લોબલ FMCG શેર લિસ્ટિંગ NSE SME પર થઇ શકે છે. 13 નવેમ્બરે NSE SME પર ફિનબડ ફાઈનાન્સિયલ નો શેર લિસ્ટેડ થવાની અપેક્ષા છે. તો 14 નવેમ્બરે BSE, NSE પર Pine Labs શેર લિસ્ટિંગ થઇ શકે છે. તો NSE SME પર Curis Lifesciences અને BSE SME પર Shining Tools કંપનીના શેરમાં ટ્રેડિંગ શરૂ થશે.





