/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Kia-Car-Launch-India-In-2026.jpg)
Kia Car Launch India In 2026 : કિયા મોટર ઈન્ડિયા 2026માં ભારતમાં 3 નવી એસયુવી કાર લોન્ચ કરી શકે છે. (Photo: Kia)
2026 Kia Cars India : કિયા ઈન્ડિયા એ 10 ડિસેમ્બરના રોજ સેકન્ડ જનરેશન Kia Seltos 2026 (કિયા સેલ્ટોસ 2026) પરથી પડદો ઉઠાવ્યો છે, જેનું સત્તાવાર લોન્ચિંગ 2 જાન્યુઆરી, 2026 ના રોજ થશે. આ એસયુવી કંપનીના 2026 રોડમેપનું નેતૃત્વ કરશે. આ ઉપરાંત, કિયા ઈન્ડિયા ની લાઇનઅપમાં ઓલ ઇલેક્ટ્રિક Syros EV અને થ્રી રો Sorento SUV પણ શામેલ છે. ચાલો જાણીએ 2026 દરમિયાન ભારતમાં લોન્ચ થનાર નવી કિયા કારની સંપૂર્ણ વિગતો.
2026 Kia Seltos: નવી ડિઝાઇન અને વધુ પ્રીમિયમ
લોન્ચ તારીખ : 2 જાન્યુઆરી 2026
અપેક્ષિત કિંમતઃ 12 લાખ થી 22 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)
ન્યુ જનરેશન કિયા સેલ્ટોસને સંપૂર્ણપણે નવી ડિઝાઇન સાથે ઓફર કરવામાં આવી છે. તેમાં વધુ સરળ અને પાવરફુલ ફ્રન્ટ લુક, વર્ટિકલ ડીઆરએલ અને મોટું કદ છે, જેના કેબિન સ્પેસમાં પણ સુધારો કરાયો છે.
ઇન્ટિરિયર અને ફીચર્સ
- Syros નું ટ્રિનિટી પેનોરેમિક ડિસ્પ્લે
- ઉત્કૃષ્ઠ ફિટિંગ અને ફિનિશ
- વધુ પ્રીમિયમ કેબિન અનુભવ
- એંજિન વિકલ્પો
- 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (115hp)
- 1.5 લિટર ટર્બો પેટ્રોલ (160hp)
- 1.5 લિટર ડીઝલ (116 એચપી)
મીડિયા રિપોર્ટ અનુસાર, 2027 સુધીમાં, એનએ પેટ્રોલ એન્જિનને હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે અપડેટ કરી શકાય છે, જે તેને મારુતિ ગ્રાન્ડ વિતારાની હરીફ બનાવશે.
2026 Kia Syros EV: સસ્તી ઇલેક્ટ્રિક SUV
લોન્ચ ક્યારે થશે : 2026 નું બીજું ત્રિમાસિક
અપેક્ષિત કિંમત: 15 લાખ - 18 લાખ રૂપિયા
Kia Syrosનું ઓલ-ઇલેક્ટ્રિક વર્ઝન 2026 માં લોન્ચ કરવામાં આવશે. તે હ્યુન્ડાઇ ઇન્સ્ટર ઇવી સાથે K1 પ્લેટફોર્મ શેર કરશે.
બેટરી અને રેન્જ
42kWh બેટરી - આશરે 300 કિમી (WLTP)
49kWh બેટરી - આશરે 355 કિમી (WLTP)
ડિઝાઇન હાઇલાઇટ્સ
- બોક્સી સિલુએટ યથાવત
- બ્લેંક્ડ આઉટ ગ્રીલ
- ફ્રન્ટ લેફ્ટ ફેંડર પર ચાર્જિંગ પોર્ટ
- કેબિન આઇસીઇ મોડેલ જેવું જ હશે, પરંતુ ઇવી-વિશિષ્ટ ટ્રિમ અને અપહોલ્સ્ટરીમાં ફેરફાર થઈ શકે છે.
2026 Kia Sorento: ફોર્ચ્યુનર ને ટક્કર આપશે
લોન્ચ ક્યારે થશે : 2026ના બીજા ક્વાર્ટરમાં
અપેક્ષિત કિંમતઃ 35 લાખ (એક્સ-શોરૂમ)
કિયા ઇન્ડિયા સોરેન્ટો એસયુવી લોકલાઇઝ કરવા અથવા તેના પ્લેટફોર્મ પર નવી એસયુવી લાવવા પર કામ કરી રહી છે. તે ટૉયોટા ફોર્ચ્યુનર અને જીપ મેરિડિયન સાથે સ્પર્ધા કરશે.
આ પણ વાંચો | MG Hector ફેસલિસ્ટ લોન્ચ, 5 અને 7 સીટર વેરિયન્ટ, કિંમત 11.99 લાખથી શરૂ
ડિઝાઇન અને ફીચર્સ
- વર્ટિકલ એલઇડી હેડલેમ્પ્સ અને ટેઇલલેમ્પ્સ
- મોટી લંબચોરસ જાળી
- ડ્યુઅલ 12.3 ઇંચની સ્ક્રીન અને કર્વ્ડ ડિસ્પ્લે
- Level 2 ADAS
- 7 સીટર લેઆઉટ, પાવર-ફોલ્ડિંગ બેઠકો
- એન્જન વિકલ્પો (સંભવિત)
- સેલ્ટોસ આધારિત પેટ્રોલ અને ડીઝલ એન્જિન
- વૈશ્વિક મોડેલોમાં હાઇબ્રિડ અને PHEV વિકલ્પ ઉપલબ્ધ છે


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us