Upcoming Midsize SUV : કિઆ સેલ્ટોસ થી રેનો ડસ્ટર, આ 7 મિડસાઇઝ એસયુવી કાર 2026માં થશે લોન્ચ

Upcoming Midsize SUV India 2026 : વર્ષ 2026 માં ભારતમાં લોન્ચ થનારી મિડસાઇઝ એસયુવીની સંપૂર્ણ વિગતો. નવી કિયા સેલ્ટોસ, મહિન્દ્રા XUV 7XO, રેનો ડસ્ટર, નિસાન ટેકટોન, સ્કોડા કુશાક ફેસલિફ્ટ સહિતની કિંમત, લોન્ચિંગ તારીખ અને એન્જિનની વિગતો વાંચો.

Upcoming Midsize SUV India 2026 : વર્ષ 2026 માં ભારતમાં લોન્ચ થનારી મિડસાઇઝ એસયુવીની સંપૂર્ણ વિગતો. નવી કિયા સેલ્ટોસ, મહિન્દ્રા XUV 7XO, રેનો ડસ્ટર, નિસાન ટેકટોન, સ્કોડા કુશાક ફેસલિફ્ટ સહિતની કિંમત, લોન્ચિંગ તારીખ અને એન્જિનની વિગતો વાંચો.

author-image
Ajay Saroya
New Update
Upcoming SUV Car India 2026 | New Car Launch India 2026 | Upcoming Midsize Car 2026 | Car Launch 2026

Upcoming Midsize SUV Car 2026 In India : એસયુવી કાર, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

Upcoming New midsize SUV India 2026 : ભારતમાં મિડસાઇઝ એસયુવી સેગમેન્ટ હંમેશા સૌથી વધુ સ્પર્ધાત્મક રહ્યું છે અને 2026માં હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ અને મારુતિ ગ્રાન્ડ વિટારા જેવી કાર વચ્ચે સ્પર્ધા વધુ રસપ્રદ બનશે. નવા વર્ષમાં આ સેગમેન્ટમાં ન્યુ જનરેશન મોડેલ, મોટી ફેસલિફ્ટ અને લોકપ્રિય એસયુવીનું પુનરાગમન જોવા મળશે. ચાલો જાણીએ 2026 માં ભારતમાં લોન્ચ થનારી તમામ મિડસાઇઝ એસયુવીની સંપૂર્ણ યાદી, તેની અપેક્ષિત કિંમત, લોન્ચ ટાઇમ લાઇન અને એન્જિન વિશે વિગતવાર.

Advertisment

New Kia Seltos : નવી કિઆ સેલ્ટોસ (ન્યુ જનરેશન)

  • લોન્ચ : 2 જાન્યુઆરી 2026
  • અપેક્ષિત કિંમત : 13 લાખ થી 23 લાખ રૂપિયા
  • એન્જિન: 1.5 લિટર પેટ્રોલ, 1.5 લિટર ટર્બો પેટ્રોલ, 1.5 લિટર ડીઝલ

નવી કિયા સેલ્ટોસ નવા K3 પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, જે તેને કદમાં મોટું બનાવે છે. તેમાં ડ્યુઅલ 12.3-ઇંચની સ્ક્રીન, 5-ઇંચ એસી કંટ્રોલ ડિસ્પ્લે, મેમરી ફંક્શન સાથે પાવર્ડ ડ્રાઇવર સીટ જેવી પ્રીમિયમ ફીચર્સ મળશે. 2027 માં હાઇબ્રિડ વર્ઝન પણ આવી શકે છે.

Mahindra XUV 7XO (મહિન્દ્રા એક્સયુવી 7XO)

  • લોન્ચ : 2026ના પ્રથમ ત્રિમાસિકમાં
  • અપેક્ષિત કિંમત : 14 લાખ થી 25 લાખ રૂપિયા
  • એન્જિન: 2.0 લિટર ટર્બો પેટ્રોલ, 2.2 લિટર ડીઝલ
Advertisment

XUV7XO, જે XUV700 નું ફેસલિફ્ટ વર્ઝન હોવાનું માનવામાં આવે છે, તે મહિન્દ્રાની પ્રથમ ICE SUV હશે

  • ટ્રિપલ સ્ક્રીન સેટઅપ
  • પેનોરેમિક સનરૂફ
  • ઇલેક્ટ્રિક બોસ મોડ
  • AWD ડીઝલ વિકલ્પ

Renault Duster : રેનો ડસ્ટર (કમબેક)

  • લોન્ચ : 26 જાન્યુઆરી 2026
  • અપેક્ષિત કિંમત : 11 લાખ થી 19 લાખ રૂપિયા
  • એન્જિન : 1.3 લિટર ટર્બો પેટ્રોલ

રેનો ડસ્ટર લગભગ 4 વર્ષ બાદ ભારતમાં વાપસી કરી રહી છે. નવી પેઢીના ડસ્ટર પહેલા કરતા વધુ પ્રીમિયમ હશે. ભવિષ્યમાં હાઇબ્રિડ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

Nissan Tekton : નિસાન ટેકટોન

  • લોન્ચ : 2026ના પ્રથમ ત્રિમાસિકમાં
  • અપેક્ષિત કિંમત : 11 લાખ થી ₹19 લાખ
  • એન્જિનઃ : 1.3 લિટર ટર્બો પેટ્રોલ (સંભવિત)

નિસાન ટેકટોન રેનો ડસ્ટર પર આધારિત હશે અને તેની ડિઝાઇનમાં નિસાન પેટ્રોલ એસયુવીની ઝલક મળશે.

Skoda Kushaq Facelift : સ્કોડા કુશાક ફેસલિફ્ટ

  • લોન્ચ : 2026ના પ્રથમ ક્વાર્ટરમાં
  • અપેક્ષિત કિંમતઃ 11 લાખથી 19 લાખ રૂપિયા
  • એન્જિન: 1.0 લિટર ટર્બો, 1.5 લિટર ટર્બો
  • ફેસલિફ્ટ કુશાકમાં પેનોરેમિક સનરૂફ
  • ADAS
  • ૩૬૦ ડિગ્રી કેમેરા
  • નવું 8 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ

Volkswagen Taigun Facelift : ફોક્સવેગન તાઇગુન ફેસલિફ્ટ

  • લોન્ચ : 2026ના ત્રીજા ક્વાર્ટરમાં
  • અપેક્ષિત કિંમતઃ 11 લાખ થી 19 લાખ રૂપિયા
  • એન્જિન: 1.0 લિટર ટર્બો, 1.5 લિટર ટર્બો
  • ફોક્સવેગન તાઇગુન ફેસલિફ્ટમાં કુશાક જેવા ફીચર્સ અને ડિઝાઇન અપડેટ્સ પણ મળશે.

Honda Elevate Facelift : હોન્ડા એલિવેટ ફેસલિફ્ટ

  • લોન્ચ : 2026ના બીજા ક્વાર્ટરમાં
  • અપેક્ષિત કિંમતઃ 11 લાખ થી 17 લાખ રૂપિયા
  • એન્જિન: 1.5 લિટર પેટ્રોલ
  • હોન્ડા એલિવેટને નવા લુક, અપડેટ ડેશબોર્ડ અને વધુ ફીચર્સ સાથે ઓફર કરવામાં આવશે.
Auto news બિઝનેસ