10000mAh Phone : 10,000mAh મોટી બેટરી સાથે લોન્ચ થશે સ્લિમ સ્માર્ટફોન, મેટલ ફ્રેમ અને એડવાન્સ ફીચર્સ

10000mAh Battery Phones Launch In 2026 : સ્માર્ટફોનની બેટરી વારંવાર ચાર્જ કરવાની ચિંતા દૂર થશે. ચીની મોબાઇલ કંપની 10,000mAh ની મેગા બેટરી વાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમા LTPS OLED સ્ક્રીન, મેટલ ફ્રેમ અને પાવરફુલ કેમેરા આવી શકે છે.

10000mAh Battery Phones Launch In 2026 : સ્માર્ટફોનની બેટરી વારંવાર ચાર્જ કરવાની ચિંતા દૂર થશે. ચીની મોબાઇલ કંપની 10,000mAh ની મેગા બેટરી વાળો સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. તેમા LTPS OLED સ્ક્રીન, મેટલ ફ્રેમ અને પાવરફુલ કેમેરા આવી શકે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Smartphone With 10000mAh Battery | Upcoming Phone In 2026 | 10000mAh Battery phone | 10000mAh Battery mobile

Upcoming Phone In 2026 With 10000mAh Battery : 2026માં 10000mAh બેટરી વાળો સ્માર્ટફોન લોન્ચ થશે. (Photo: Freepik)

Upcoming Phone Launch In 2026 With 10000mAh Battery : સ્માર્ટફોન કંપનીઓ વચ્ચે મોટી બેટરી વાળા ફોન લોન્ચ કરવાની હરિફાઇ લાગી છે. ચીની કંપનીઓ ખાસ કરીને પાવરફુલ મોટી બેટરી વાળા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી રહી છે. તેમા શાઓમીી સબ બ્રાન્ડ રેડમી ટુંક સમયમાં 10,000mAh બેટરીવાળો સ્માર્ટફોન લોન્ચ કરી નવી રેકોર્ડ બનાવી શકે છે. રેડમીનો આ ફોન ગત જૂનમાં લોન્ચ થયેલા Redmi K80 Ultra ના અપગ્રેડ વેરિયન્ટ તરીકે રજૂ કરવામાં આવશે. આ સ્માર્ટફોનમાં 7410mAh બેટરી આવે છે.

Advertisment

10,000mAh બેટરી વાળો સ્માર્ટફોન

ચીનના માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર રેડમીના આ ફોન Redmi K90 Ultra ના વા ફીચર્સ ઓનલાઇન લીક થયા છે. Gizmochina ની રિપોર્ટ મુજબ, અપકમિંગ રેડમી સ્માર્ટફોન 10,000mAh ની મોટી બેટરી સાથે રજૂ કરવામાં આવી શકે છે. અગાઉ આ ફોન 8,000mAh બેટરી સાથે લોન્ચ થવાની વાત હતી. કંપની આ સીરિઝમાં બે સ્માર્ટફોન Redmi K90 અને Redmi K90 Max ને ચાઇનીઝ બજારમાં રજૂ કરી ચૂકી છે. આ ફોન ઓક્ટોબરમાં અમુક્રમે 7100mAh અને 7560mAh બેટરી સાથે રજૂ થયા હતા.

એડવાન્સ ફીચર્સ

ચીની ટિપ્સ્ટર ડિજિટલ ચેટ સ્ટેશનના આ ફોનમાં 100W ફાસ્ટ વાયર્ડ ચાર્જિંગ ફીચર્સ આવી શકે છે. ઉપરાંત અપકમિંગ સ્માર્ટફોનમાં 50W નું વાયરલેસ ચાર્જિંગ ફીચર પણ આવી શકે છે. રિપોર્ટ મુજબ, ચીની બ્રાન્ડના આ સ્માર્ટફોન 8.5mm જાડો હશે એટલે કે મોટી બેટરી અને સ્લિમ ડિઝાઇન સાથે રજૂ કરવામાં આવી શકે છે. સ્માર્ટફોનના અન્ય ફીચર્સની વાત કરીયે તો તેમાં LTPS OLED સ્ક્રીન આવશે, જે 165Hz રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. તેમા મેટલ ફ્રેમ આવી શકે છે.

આ પણ વાંચો | OnePlus 15R સ્માર્ટફોન પર મહા બચત, જબરદસ્ત ડિસ્કાઉન્ટ સાથે લોન્ચ ઓફર સેલ શરૂ

Advertisment

ચીની બ્રાન્ડનો આ સ્માર્ટફોન MediaTek Dimensity 9000 સીરિઝના નવા પ્રોસેસર સાથે રજૂ કરવામાં આવી શકે છે. તેમા 16GB LPDDR5x RAM અને 1TB UFS 4.1 સ્ટોર આવશે. ફોનના બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. આ ફોન 50MPના મુખ્યन, 50MP નો પેરાસ્કોપિક ટેલીફોટો અને 50MPનો અલ્ટ્રા વાઇડ કેમેરા આવી શકે છે. કનેક્ટિવિટી માટે બ્લૂટૂથ 5.4, NFC, WiFi 7 જેવા ફીચર્સ આવી શકે છે.

સ્માર્ટફોન ટેકનોલોજી બિઝનેસ