Smartphone Launch in October 2025: ઓક્ટોબરમાં લોન્ચ થશે ધાકડ સ્માર્ટફોન, યાદીમાં Vivo, ઓપ્પો, રિયલમી, Xiaomi સામેલ

ઓક્ટોબર 2025 માં લોન્ચ થનારા સ્માર્ટફોન : સ્માર્ટફોન પ્રેમીઓ માટે ઓક્ટોબર મહિનો બહુ ખાસ રહેવાનો છે. Vivo, ઓપ્પો, રિયલમી, Xiaomi સહિત ઘણી કંપનીઓ નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. નવા મોબાઇલ ફોન શાનદાર કેમેરા, પાવરફુલ બેટરી અને એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે.

Written by Ajay Saroya
Updated : September 30, 2025 14:07 IST
Smartphone Launch in October 2025: ઓક્ટોબરમાં લોન્ચ થશે ધાકડ સ્માર્ટફોન, યાદીમાં Vivo, ઓપ્પો, રિયલમી, Xiaomi સામેલ
Smartphones : સ્માર્ટફોન, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Upcoming smartphone Launch October 2025 : સ્માર્ટફોન ખરીદવામાં ઉતાવળ ન કરતા. ઓક્ટોબર મહિનામાં સ્માર્ટફોન કંપનીઓ દ્વારા નવા મોબાઇલ લોન્ચ કરવામાં આવશે. નવા સ્માર્ટફોનમાં એડવાન્ચ ચિપસેટ, શાનદાર કેમેરા અને પાવરફુલ બેટરી હશે. ઓક્ટોબર મહિનામાં વનપ્લસ, મોટોરોલા, વીવો, રિયલમી અને રેડમી સહિત ઘણી કંપનીઓ નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. અહીં ઓક્ટોબરમાં લોન્ચ થનાર સ્માર્ટફોન વિશે જાણકારી આપવામાં આવી છે.

Motorola EDGE 60 Neo 5G

મોટોરોલા એજ 60 નિયો 5જી સ્માર્ટફોન ભારતમાં ઓક્ટોબર મહિનામાં લોન્ચ થવાનો છે. આમ તો આ મોટોરોલા ફોનનું 5 સપ્ટેમ્બરે ગ્લોબલ લોન્ચિંગ થયું હતું, હવે તે ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. આ મોટોરોલા સ્માર્ટફોનમાં 6.36 ઇંચની ડિસ્પ્લે હશે, જેનો રિફ્રેશ રેટ 120Hz, રિઝોલ્યુશન 1.5K અને 3000 નિટ્સ બ્રાઇટનેસ મળશે. આ ફોનની ડિસ્પ્લે Gorilla Glass 7i પ્રોટેક્શન સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 32MP ફ્રન્ટ કેમેરા, MediaTek Dimensity 7400 SoC સાથે 12GB સુધીની રેમ મળે છે. તેમા 5200mAhનીબેટરી અને 68W ફાસ્ટ ચાર્જિંગ મળશે.

Vivo X300 Pro : વીવો એક્સ300 પ્રો

વીવો એક્સ300 પ્રો સીરિઝ સ્માર્ટફોન ઓક્ટોબરમાં લોન્ચ થશે. વીવો કંપનીએ કન્ફર્મ કર્યું છે કે, તે ભારતમાં 13 ઓક્ટોબરે Vivo X300 સીરિઝ સ્માર્ટફોન લોન્ચ કરશે. આ સીરિઝનો સૌથી પાવરફુલ મોડલ X300 Pro હશે, જે MediaTek Dimensity 9500 ચિપસેટ, 12GB સુધી રેમ, ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ હશે. આ સ્માર્ટફોનમાં 200 મેગાપિક્સલનું સેન્સર મળશે, જે પેરિસ્કોપ ટેલીફોરો સેન્સર છે. ઉપરાંત આ વીવો ફોનમાં યુઝર્સને એડવાન્સ ફીચર્સ પણ મળશે.

Realme GT 8 Pro : રિયલમી જીટી 8 પ્રો

રિયલમી જીટી 8 પ્રો (Realme GT 8 Pro) સ્માર્ટફોન લોન્ચ થવાની સત્તાવાર તારીખ હજી સુધી જાહેર થઇ નથી. આ ફોન Snapdragon 8 Elite Gen 5 ચિપ સાથે ભારતમાં લોન્ચ થનારો પ્રથમ ફોન હશે. આ સ્માર્ટફોનનું ટીઝર રજૂ કરતી વખતે કંપનીએ જણાવ્યું હતું કે, તેણે 4 મિલિયન AnTuTu પોઇન્ટ મેળવ્યા છે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોનમાં 2K AMOLED સ્ક્રીન છે, જેનો રિફ્રેશ રેટ 144Hz અને બ્રાઇટનેસ 7000 નિટ્સ હશે. તેમા 7000mAhની બેટરી સાથે 120W વાયર્ડ ચાર્જિંગ, 200 મેગાપિક્સલ પેરિસ્કોપ ટેલીફોટો લેન્સ આવશે, જે બે 3X ઓપ્ટિકલ ઝૂમ 12X લોસલેસ ઝૂમ સપોર્ટ કરશે. આ સ્માર્ટફોન Android 16 બેઝ્ડ Realme UI 7 પર સંચાલિત થશે.

Realme 15x 5G : રિયલમી 15એક્સ 5જી

રિયલમી 15એક્સ 5જી (Realme 15x 5G) ઓક્ટોબર મહિનામાં લોન્ચ થનારો પ્રથમ સ્માર્ટફોન છે. Realme 15x 5G ફોન 1 ઓક્ટોબરે ભારતમાં લોન્ચ થશે. આ અફોર્ડેબલ મિડ રેન્જ સ્માર્ટફોન હશે, જે પાછલા વર્ષે લોન્ચ થયેલા રિયલમી 14એક્સનું રિપ્લેસ હશે. નવા ફોનમાં 50 એમપીનો પ્રાયમરી કેમેરો, 7000 MAh બેટરી, 60w ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે. લેટેસ્ટ રિયલમી સ્માર્ટફોન IP69 રેટિંગ સાથે ભારતમાં રજૂ કરવામાં આવશે.

Xiaomi 17 : શાયોમી 17

Xiaomi 17 સ્માર્ટફોન ચીનમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ સાથે લોન્ચ થયો છે,જે હવે ભારતમાં પણ રજૂ કરવામાં આવશે. કંપનીએ તેની સાથે Xiaomi 17 Pro અને Xiaomi 17 Ultra ફોન પણ લોન્ચ કર્યા છે. Xiaomi 17 સ્માર્ટફોનમાં 6.3 ઇંચની LTPO OLED ડિસ્પ્લે છે, જેમાં વેરિયેબલ 1-120Hz રિફ્રેશ રેટ અને 3500nits પીક બ્રાઇટનેસ મળે છે. આ ફોન IP68 રેટિંગ અને Xiaomi Dragon Crystal Glass પ્રોટેક્શન સાથે આવે છે.

આ સ્માર્ટફોન ટ્રિપલ રિયર કેમેરાથી સજ્જ છે, જેમા 50MP OIS મેન શૂટરનો પ્રાયમરી કેમેરા, 50 એમપીનો ટેલીફોટો શૂટર અને 50 એમપીનો અલ્ટ્રાવાઇડ કેમેરા અને 50 એમપીનો સેલ્ફી કેમેરા છે. આ ફોનમાં 7000mAhની મોટી બેટરી, 100W વાયર્ડ ચાર્જિંગ, 50W વાયરલેસ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ મળે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ