Upcoming Smartphones: ફેબ્રુઆરીમાં નવા સ્માર્ટફોનનો વરસાદ, સેમસંગ થી એપલ અને વીવો થી ઓપ્પો કરશે મોટી ઘોષણા

Upcoming Smartphones In February 2026 : સ્માર્ટફોન માટે ફેબ્રુઆરી 2026 બહુ ખાસ રહેવાનો છે. સેમસંગ થી એપલ અને વીવો થી ઓપ્પો કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. જેમા પાવરફુલ બેટરી, કેમેરા, પ્રોસેસર અને એડવાન્સ ફીચર્સ હશે.

Upcoming Smartphones In February 2026 : સ્માર્ટફોન માટે ફેબ્રુઆરી 2026 બહુ ખાસ રહેવાનો છે. સેમસંગ થી એપલ અને વીવો થી ઓપ્પો કંપની નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. જેમા પાવરફુલ બેટરી, કેમેરા, પ્રોસેસર અને એડવાન્સ ફીચર્સ હશે.

author-image
Ajay Saroya
New Update
Smartphone Launch | Upcoming Smartphones In February 2026

Upcoming Smartphones In February 2026 : ફેબ્રુઆરી 2026માં સ્માર્ટફોન લોન્ચ. પ્રતિકાત્મક તસવીર Photograph: (Freepik)

Upcoming Smartphones In February 2026 : સ્માર્ટફોન ખરીદવો છે? થોડોક સમય રાહ જુઓ. ફેબ્રુઆરી મહિનામાં ઘણા સ્માર્ટફોન લોન્ચ થવાના છે, જે પાવરફુલ બેટરી, કેમેરા અને એડવાન્સ ફીચર્સથી સજ્જ હશે. ફેબ્રુઆરી 2026માં સેમસંગ, એપલ, વીવો, ઓપ્પો સહિત ઘણા કંપનીઓના લેટેસ્ટ મોબાઇલ લોન્ચ થવાના છે. ચાલો ફેબ્રુઆરી 2026ના અપકમિંગ સ્માર્ટફોન પર એક નજર કરીયે

Advertisment

Samsung Galaxy S26 Series : સેમસંગ ગેલેક્સી S26 સિરીઝ

ફેબ્રુઆરનું સૌથી મોટું આકર્ષણ સંમસંગની Galaxy Unpacked 2026 ઇવેન્ટ છે. લિક રિપોર્ટ મુજબ કંપની 25 ફેબ્રુઆરી 2026ના રોજ પોતાની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સિરીઝ સેમસંગ ગેલેક્સી S26, S26+ અને S26 અલ્ટ્રા મોડલ રજૂ કરી શકે છે. અલ્ટ્રા મોડલમાં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ મળવાની અપેક્ષા છે. સાથે જ પ્રાઇવસી ડિસ્પ્લે અને અપગ્રેડેટ કેમેરા સેન્સર તેન વધુ ખાસ બનાવે છે. Galaxy S26 સિરીઝમાં કંપનીનું લેટેસ્ટ Exynos 2600 પ્રોસેસર મળી શકે છે.

iQOO 15R : આઈક્યુ 15 આર

આઈક્યુ કંપની ભારતમાં તેનો લેટેસ્ટ iQOO 15R સ્માર્ટફોન 24 ફેબ્રુઆરી એ લોન્ચ કરવાની છે. જે લોકો ઓછા બજેટમાં શાનદાર પર્ફોર્મન્સ માંગે છે તેમના માટે આ ઉત્તમ સ્માર્ટફોન છે. આ મોબાઇળમાં 7,600 mAh બેટરી અને 100W સુપરફાસ્ટ ચાર્જિંગ ફીચર્સ મળી શકે છે. તો Snapdragon 8 Gen 5 પ્રોસેસર અને ગેમિંગ લવર્સ માટે 144Hz AMOLED ડિસ્પ્લે આવી શકે છે.

Vivo V70 Series : વીવો વી 70 સિરીઝ

વીવો કંપની પોતાની લોકપ્રિય V Series ને અપડેટ કરી Vivo V70 અને V70 Elite સ્માર્ટફોન ફેબ્રુઆરીમાં લોન્ચ કરી શકે છે. તેમા ZEISS ના પાવરફુલ કેમેરા ટેકનોલોજી આવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમા 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ મળી શકે છે.

Advertisment

Google Pixel 10a : ગૂગલ પિક્સલ 10એ

ગૂગલ પિક્સલ 10એ સ્માર્ટફોન પણ ફેબ્રુઆરીમાં લોન્ચ થઇ શકે છે. તેમા Tensor G4 ચિપસેટ અને 48 એમપી ડ્યુઅલ કેમેરા આવવાની અપેક્ષા છે. આ ડિવાઇસમાં 5,100mAh બેટરી અને 23W ચાર્જિંગ મળી શકે છે. આ સ્માર્ટફોન એવા લોકો માટે ઉત્તમ છે, જેઓ ક્લીન સ્ટોક એન્ડ્રોઇડ અને સારો કેમેરા સોફ્ટવેર પસંદ કરે છે.

Apple iPhone 17e : એપલ આઇફોન 17ઇ

એપલ આઇફોન 17ઇ ફેબ્રુઆરીમાં રજૂ કરી શકે છે. તેમા નોચના સ્થાને Dynamic Island મળી શકે છે. આ ફોનમાં A19 ચિપસેટ, 6.1 ઇંચની OLED ડિસ્પ્લે અને સિંગલ 48 એપી કેમેરા મળી શકે છે, જે તેને બજેટ સેગમેન્ટમાં પણ પાવરફુલ ડિવાઇસ બનાવે છે.

Motorola Edge 70 Fusion : મોટોરોલા એજ 70 ફ્યુઝન

મોટોરોલા આ વખતે મિડ રેન્જ સેગમેન્ટ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ફેબ્રુઆરીના અંત સુધી Motorola Edge 70 Fusion માર્કેટમાં રજૂ થઇ શકે છે. તેમા 6.78 ઇંચ 144Hz AMOLED ડિસ્પ્લે અને Snapdragon 7s Gen 4 ચિપસેટ મળવાની અપેક્ષા છે. આ સ્માર્ટફોનમાં 7,000mAh બેટરી હશે, જે 68W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.

OPPO K14 Series : ઓપ્પો કે 14 સિરીઝ

ઓપ્પો કંપની લેટેસ્ટ કે 14 સિરીઝ સાથે મિડ બજેટ સેગમેન્ટને ટાર્ગેટ કરશે. શરૂઆત ઓપ્પો કે14 એક્સ થી થશે, ત્યાર બાદ સ્ટાન્ડર્ડ  K14 મોડલ રજૂ થશે. કંપનીએ અત્યાર સુધી કે14 સિરીઝ સ્માર્ટફોનની લોન્ચ તારીખ અને સ્પેસિફઇકેશન વિશે જાણકારી આપી નથી. આ સ્માર્ટફોનની ડિઝાઇન આકર્ષક અને ફાસ્ટ ચાર્જિંગ હોઇ શકે છે.

ટેકનોલોજી સ્માર્ટફોન બિઝનેસ