Smartphone: ફેબ્રુઆરીમાં લોન્ચ થશે આ 5 પાવરફુલ સ્માર્ટફોન, વાજબી કિંમત પર શાનદાર ફીચર્સ

Upcoming Smartphones In February: ફેબ્રુઆરીમાં સંભવિત લોન્ચ થનાર 5 સ્માર્ટફોન વિશે અહીં જાણકારી આપવામાં આવી છે. આ લેટેસ્ટ સ્માર્ટફોન પાવરફુલ કેમેરા અને શાનદાર કેમેરા સાથે લોન્ચ થવાના છે.

Written by Ajay Saroya
February 03, 2025 12:20 IST
Smartphone: ફેબ્રુઆરીમાં લોન્ચ થશે આ 5 પાવરફુલ સ્માર્ટફોન, વાજબી કિંમત પર શાનદાર ફીચર્સ
Smartphone: સ્માર્ટફોન પ્રતિકાત્મક તસવીર (Photo: Freepik)

Upcoming Smartphone Launch In February 2025: સ્માર્ટફોન લોન્ચ મામલે જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી મહિનો પર ખાસ રહેવાનો છે. વર્ષ 2025ના પહેલા મહિનામાં OnePlus 13 અને Galaxy S25 અલ્ટ્રા જેવા સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યા છે. હવે ફેબ્રુઆરીમાં ઘણા મિડ રેન્જ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવી રહ્યા છે. વીવો, આઈક્યુઓઓ, સેમસંગ જેવી કંપનીઓ પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન રજૂ કરવા માટે તૈયાર છે. અમે તમને ફેબ્રુઆરી 2025માં લોન્ચ થનારા ટોપ 5 સ્માર્ટફોન વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે સતત લીકમાં જાણકારી સામે આવી રહી છે.

Vivo V50: વીવો વી50

વીવો એક્સ200 સીરિઝના થોડા અઠવાડિયા બાદ વીવો પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. વીવો વી50 સ્માર્ટફોનમાં Zeiss બ્રાન્ડનો અફોર્ડેબલ કેમેરા સેટઅપ આપવામાં આવે તેવી અપેક્ષા છે. લીક થયેલી માહિતી મુજબ સ્માર્ટફોનમાં રિયરમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હશે. આ સ્માર્ટફોનમાં 50MPનો હાઈ-રિઝોલ્યુશન કેમેરા હોવાની આશા છે. આ સ્માર્ટફોન Snapdragon 7 Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત હોવાની અપેક્ષા છે. હેન્ડસેટ લેટેસ્ટ Android 15 બેઝ્ડ FunTouchOS 15 સ્કિન આવે તેવી અપેક્ષા છે.

iQOO Neo 10R : આઈક્યુ નિયો 10આર

આઈક્યુ નિયો 10આર (iQOO Neo 10R) મજબૂત પરફોર્મન્સ સાથે મિડ-રેન્જ સ્માર્ટફોન હોઈ શકે છે. હેન્ડસેટ Snapdragon 8s Gen 3 ચિપસેટ દ્વારા સંચાલિત હોવાની અફવા છે. આ ડિવાઇસમાં 6.78 ઇંચ, 144Hz રિફ્રેશ રેટ સ્ક્રીન અને 6400mAhની મોટી બેટરી હોવાની આશા છે. બેટરી 80W/100W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે તેવી અપેક્ષા છે. વીવો વી50ની જેમ જ, આઇક્યુઓઓ નિયો 10આર એન્ડ્રોઇડ 15 બેઝ્ડ FunTouchOS 15 આવે તેવી અપેક્ષા છે.

Tecno Pova 7 Series : ટેક્નો પોવા 7 સીરિઝ

ટેક્નો પોવા 7 સીરિઝમાં ઓછામાં ઓછો એક ફોન ફેબ્રુઆરીમાં લોન્ચ થઇ શકે છે. કંપનીએ શેર કરેલા ટીઝર અનુસાર, પોવા 7 સ્માર્ટફોનમાં પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા સેટઅપની આસપાસ એક અનોખી એલઇડી લાઇટ મળશે. આ ડિવાઇસ કેમેરા-કેન્દ્રિત ફોન હોવાની અપેક્ષા છે અને તેમાં એઆઇ ફીચર્સ સાથે ટ્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે.

Nothing Phone (3a) : નથિંગ ફોન (3એ)

નથિંગ ફોન 3એ (Nothing Phone (3a) સીરિઝ 4 માર્ચે લોન્ચ થવાની સંભાવના છે. આ સીરીઝમાં બે ફોન Phone 3a અને Phone 3a Plus રજૂ કરી શકાય છે. આ કંપનીનો પ્રથમ ફોન હશે જેમાં અલગથી ટેલિફોટો કેમેરા સેટઅપ આપી શકાશે. આ ડિવાઇસને સુધારેલી ડિઝાઇન, ગ્લાયફ લાઇટિંગ, એઆઇ ફીચર્સ અને નથિંગઓએસ 3 સાથે લોન્ચ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

Realme Neo7: રિયલમી નિયો 7

રિયલમી નિયો 7 અન્ય એક પરફોર્મન્સ-ફોકસ્ડ મિડ-રેન્જ સ્માર્ટફોન હોઈ શકે છે અને આ હેન્ડસેટને મીડિયાટેક ડિમેન્સિટી 9300+ પ્રોસેસર આપી શકાય છે. 91Mobilesના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરીમાં ભારતમાં હેન્ડસેટ લોન્ચ થઇ શકે છે. આ ફોન એવા પસંદગીના મિડ-રેન્જ સ્માર્ટફોનમાંથી એક હોઈ શકે છે, જે 16 જીબી સુધીની રેમ અને 1 ટીબી સુધીની ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે આવશે. આ ડિવાઇસમાં લેટેસ્ટ realmeUI 6 આવી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ