How Can You Save UPI Autopay Request Scam: યુપીઆઈ પેમેન્ટ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કે ખરીદી પર ડિજિટલ પેમેન્ટ સૌથા સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. ભારતમાં લારી પર શાકભાજી ખરીદવાથી લઇ ઇલેક્ટ્રિનિક ચીજવસ્તુની ખરીદી માટે યુપીઆઈ પેમેન્ટ કરવાનો ટ્રેન્ડ છે. ડિજિટલ ક્રાંતિના પગલે હવે ખિસ્સામાં રોકડ પૈસા રાખવાની જરૂરી નથી માત્ર એક સ્માર્ટફોનથી જ લાખો રૂપિયાના કામ થઇ જશે. એક બાજુ યુપીઆઈ પેમેન્ટ ખરીદ વેચાણ બહુ સરળ થઇ ગયું છે તો બીજી બાજુ ઓનલાઇન ફ્રોડ પણ વધી ગયા છે. યુપીઆઈ થી ઘણા લોકોએ ગુમાવ્યા હોવાના કિસ્સ બન્યા છે. ચાલો વિગતવાર જાણીયે
મનીકલેક્શન રિક્વેસ્ટ અપ્રુવ કરતા જ એકાઉન્ટ માંથી પૈસા કપાઇ જશે
યુપીઆઈ યુઝર્સને બોગસ ઓટોપે રિક્વેસ્ટ (UPI Autopay Request) મોકલવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે આવી કંપનીઓના નામે યુપીઆઈ કલેક્ટ મની કે ઓટોપે રિક્વેસ્ટ મોકલવામાં આવી રહ્યા છે, જે સામાન્ય રીતે યુઝર્સને મંથલી પેમેન્ટ માટે આવી રિક્વેસ્ટ મોકલે છે. પહેલી નજરે જોવામાં તો આ રિક્વેસ્ટ બરાબર દેખાય છે, પરંતુ ભૂલથી પણ આવી રિક્વેસ્ટ અપ્રુલ કરવાથી યુઝર્સ ઓનલાઇન ફ્રોડનો શિકાર બને છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, હાલ ઘણા લોકો ઓટીટી સબ્સક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આથી ફ્રોડ કરનાર આવી કંપની તરફથી કલેક્ટ મની કે ઓટોપે રિક્વેસ્ટ મોકલે છે.
ફ્રોડ કરનાર કંપનીને સરળ રીતે મળી જાય છે યુઝર્સના ફોન નંબર
એક્સપર્ટ્સનું કહેવું છે કે, આવા ઓનલાઇન ફ્રોડ સામાન્ય રીતે મોબાઇલ નંબર થતા હોવાથી ભેજાબાજો આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. યુઝર્સ ઘણી જગ્યા પર પોતાનો મોબાઇલ નંબર આપતા હોય છે, આથી ભેજાબાજો માટે મોબાઇલ નંબર મેળવવા સરળ હોય છે. યુઝર્સને સાયબર ફ્રોડથી બચવા માટે ગમે ત્યાં મોબાઇલ નંબર આપવાનું ટાળવું જોઇએ.
આ પણ વાંચો | ખોટા મોબાઇલ નંબર પર યુપીઆઈ પેમન્ટ વિશે અહીં ફરિયાદ કરો, ગણતરીના દિવસમાં પૈસા પરત મળશે
ઓનલાઇન ફ્રોડ થી બચવા આટલી સાવધાની રાખો
જો તમને આવી કોઇ ઓટોપે રિક્વેસ્ટ મળે છે તો પિન દાખલ કરવાની પહેલા મેસેજ વેરિફાય કરવું જોઇએ. જો મેસેજ કોઇ એવા સર્વિસ પ્રોવાઇડર તરફથી મળે છે જેના તમે કસ્ટમર નથી તો તમારે અપ્રુલ કરવાની જરૂર નથી. સામાન્ય રીતે જ્યારે તમે કોઇ સર્વિસ કે ચીજવસ્તુ ખરીદવા માટે ટ્રાન્ઝેક્શન કરો છો તો તમારે ઇ વોલેટ એપ પર પેમેન્ટની રિક્વેસ્ટ આવે છે. તે સમયે તમને ખબર હોય છે કે તમે શેની માટે ઓનલાઇન પેમેન્ટ કરી રહ્યા છો, પરંતુ વગર કોઇ ટ્રાન્ઝેક્શન જો તમારા મોબાઇલમાં પેમેન્ટ માટે ઓટોપે રિક્વેસ્ટ આવે છે તો તમારે સાવધાન થઇ જવું જોઇએ.





