/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/UPI-ID-.jpg)
UPI Payments: જો તમે યુપીઆઈનો ઉપયોગ કરો છો તો તમારા માટે કામના સમાચાર છે (Photo: UPI).
UPI Circle Feature Benefits: યુપીઆઈ યુઝર્સ માટે NPCI દ્વારા એક ખાસ ફીચર્સ યુપીઆઈ સર્કલ (UPI Circle) રજૂ કરવામાં આવેલું છે. યુપીઆઈ સર્કલ ફીચર્સ દ્વારા 1 બેંક એકાઉન્ટ માંથી 1 થી વધુ યુપીઆઈ યુઝર્સ ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે. આ યુપીઆઈ ફીચર્સ નાના બાળકો અને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે બહુ ઉપયોગી છે. આ ખાસ યુપીઆઈ ફીચર્સ દ્વારા જે વ્યક્તિના બેંક એકાઉન્ટ નથી તેઓ પણ યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે. ચાલો જાણીયે કેવી રીતે
What is UPI Circle : યુપીઆઈ સર્કલ ફીચર શું છે ?
ઓનલાઇન પેમેન્ટ માટે સામાન્ય રીતે આપણે મોબાઇલ નંબર કે સ્કેનર સ્કેન કરી પૈસા મોકલીયે છીએ. આ કામ બેંક એકાઉન્ટ સાથે યુપીઆઈ આઈડી વડે થાય છે. યુપીઆઈ સર્કલ ફીચર્સ પણ ઓનલાઇન પેમેન્ટ માટેની સર્વિસ છે. જેમા એક યુપીઆઈ આઈડી વડે એક થી વધુ વ્યક્તિઓ ઓનલાઇન પેમેન્ટ કરી શકે છે, જેમની પાસે બેંક એકાઉન્ટ કે યુપીઆઈ આઈડી નથી તેઓ પણ સરળતાથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
યુપીઆઈ સર્કલમાં 5 મેમ્બરને એડ કરી શકાય છે. જે વ્યક્તિના બેંક એકાઉન્ટ અને યુપીઆઈ આઈડી વડે પેમેન્ટ થશે તેને પ્રાયમરી યુપીઆઈ યુઝર્સ કહેવામાં આવે છે. આ પ્રાયમરી યુઝર્સ તેમના પરિવારના સભ્યો કે મિત્રોને યુપીઆઈ સર્કલમાં એડ કરી શકે છે. યુપીઆઈ સર્કલ ફીચરમાં એડ થનાર મેમ્બરને સેકેન્ડરી યુઝર્સ કહેવામાં આવે છે.
UPI Circle Limit Set : યુપીઆઈ સર્કલ પેમેન્ટ લિમિટ નક્કી કરો
યુપીઆઈ સર્કલ ફીચર્સ દ્વારા તમે અન્ય કોઇ વ્યક્તિને તમારા એકાઉન્ટથી ઓનલાઇન પેમેન્ટ કરવાની સુવિધા આપી છો, તેની માટે એક પેમેન્ટ લિમિટ પણ નક્કી કરી શકાય છે. આથી સેકેન્ડરી યુઝર્સ જે તે લિમિટ કરતા વધારે યુપીઆઈ પેમેન્ટ કરી શકશે નહીં.
યુપીઆઈ સર્કલમાં ઓનાલઇન પેમેન્ટ માટે મહત્તમ મર્યાદા 15 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે. જેમા એક વખતમાં 5 હજાર રૂપિયા સુધીનું યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.
યુપીઆઈ સર્કલમાં એડ કરવામાં આવેલા સેકેન્ડરી યુઝર્સ મરજી મુજબ ઓનલાઇન પેમેન્ટ ન કરે તેની માટે પાર્શિયલ પેમેન્ટ ડેલિગેશન સેટ કરી શકાય છે. તેનાથી યુપીઆઈ સર્કલમાં એડ સેકેન્ડર યુઝર્સે કરેલા ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ત્યારે સક્સેસ થશે જ્યારે પ્રાયમરી યુઝર્સ યુપીઆઈ પિન દાખલ કરશે.
UPI Circle Benefits : યુપીઆઈ સર્કલના ફાયદા
યુપીઆઈ સર્કલની મદદથી એક પરિવારના લોકો અલગ અલગ શહેરમાં રહેવા છતાં એક બેંક એકાઉન્ટ માંથી ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. પતિ, પત્ની અને બાળક એક જ યુપીઆઈ આઈડી દ્વારા બેંક એકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે. તેનાથી ઘરના સભ્યોના ઓનલાઇન પેમેન્ટ ઉપર નજર રાખી શકાશે. અલબત્, તેમા ઓટો પે કરી શકાશે નહીં. પ્રાયમરી યુઝર્સ યુપીઆઈ સર્કલમાં એડ થયેલા દરેક મેમ્બર માટે અલગ અલગ પેમેન્ટ લિમિટ નક્કી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us