UPI Circle Features: યુપીઆઈ સર્કલ ફીચર એક થી વધુ વ્યક્તિઓને એક જ બેંક એકાઉન્ટ માંથી યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. આ ફીચર એવા વ્યક્તિઓ માટે બહુ ઉપયોગી છે જે ઓનલાઇન પેમેન્ટ માટે અન્ય વ્યક્તિ પર નિર્ભર હોય છે અથવા તેમના પોતાના નામનું બેંક એકાઉન્ટ નથી. યુપીઆઈ સર્કલ ફીચર્સ વડે એક પરિવારના 5 સભ્યો ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. ખાસ કરીને એક પરિવારના સભ્યો અને બાળક – સિનિયર સિટીઝન માટે ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ સર્કલ ફીચરથી વધુ સુવિધાજનક બની શકે છે.
બેંક એકાઉન્ટ વગર યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે
યુપીઆઈ સર્કલ ફીચર પ્રાયમરી યુઝરને અન્ય કોઇ વ્યક્તિને ઓનલાઇન પેમેન્ટ કરવાની સત્તા આપે છે. જેવી રીતે કોઇ વ્યક્તિ પોતાના બાળક અને વૃદ્ધ માતાપિતાને ઓથોરાઇઝ કરે છે. યુપીઆઈ સર્કલ ફીચર વડે એક બેંક એકાઉન્ટ માંથી 5 વ્યક્તિ યુપીઆઈ પેમેન્ટ કરી શકશે.
યુપીઆઈ પેમેન્ટ લિમિટ
યુપીઆઈના પ્રાયમરી યુઝરે ફુલ કે આંશિક ડેલિગેશનમ માટે સેકેન્ડરી યુઝરને ઓથોરાઇઝ કરવો પડશે. ફુલ ડેલિગેશનમાં પ્રાયમરી યુઝર સેકેન્ડરી યુઝર માટે ઓનલાઇન પેમેન્ટ લિમિટ પણ નક્કી કરી શક છે. ફુલ ડેલિગેશન હેઠળ પ્રાયમરી યુઝર્સ પ્રતિ ડેલગેશન 15000 રૂપિયાની લિમિટ નક્કી કરવાની હોય છે. પ્રતિ ટ્રાન્ઝેક્શનની મેક્સિમમ લિમિટ 5000 રૂપિયા હશે. આમ સેકેન્ડરી યુઝર નિર્ધારિત લિમિટ કરતા વધારે યુપીઆઈ પેમેન્ટ કરી શકશે નહીં.
યુપીઆઇ પેમેન્ટ માટે સેકેન્ડરી યુઝર કેવી રીતે બનાવવો?
પ્રાયમરી યુઝર જેમ સેકેન્ડરી યુઝરને પણ એક પાસવર્ડ અને બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન મળે છે. તેના વડે સેકેન્ડરી યુઝર એપ લોક અને અનલોક કરી શકે છે. યુઝર પોતાની મરજીથી એપ પસંદ કર ીશકે છે. સેકેન્ડર યુઝરને લિંક કરવા માટે પ્રાયમરી યુઝરે એક યુનિક QR કોડ સ્કેન કરવાનું હોય છે અથવા તે સેકેન્ડરી યુઝરને યુપીઆઈ આઈડી એન્ટર કરી શકે છે.
આ પણ વાંચો | UPI વડે ATM માં કેશ જમા થશે, જાણો UPI ICD ફીચર્સ ઉપયોગ કરવાની રીત
યુપીઆઈ સર્કલ ફીચર: 1 બેંક એકાઉન્ટ માંથી 5 લોકો યુપીઆઈ પેમેન્ટ કરી શકશે
યુપીઆઈ સર્કલ ફીચર 1 બેંક એકાઉન્ટ માંથી 5 લોકોને યુપીઆઈ પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. QR કોડ સ્કેન કરીને કે યુપીઆઈ આઈડી એન્ટર કર્યા બાદ પ્રાયમરી યુઝરે પોતાના ફોનની કોન્ટેક્ટ લિસ્ટ માંથી સેકેન્ડરી યુઝરનું નામ સિલેક્ટ કરવાની રહેશે. તેનાથી પ્રાયમરી યુઝરના એકાઉન્ટ માંથી સેકેન્ડરી યુઝર કનેક્ટ થઇ જશે. સુરક્ષા કારણોસર ફોન નંબરની મેન્યુઅલ એન્ટ્રીની મંજૂરી મળશે નહીં. એક પ્રાયમરી યુઝર 5 સેકેન્ડરી યુઝરને યુપીઆઈ પેમેન્ટ કરવાની મંજૂરી આપી શકે છે. એક સેકેન્ડર યુઝર્સ માત્ર 1 પ્રાયમરી યુઝર્સને ડેલિગેશન એક્સેપ્ટ કરી શકે છે.