UPI Incentive Scheme: યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ઇન્ટેન્સિવ આપવાની કેન્દ્ર સરકારે ઘોષણા કરી છે. ભારત સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે 19 માર્ચે એક નવી UPI પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે , જે UPI ટ્રાન્ઝેક્શન કરવા લોકોને પ્રોત્સાહિત કરશે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ઇન્ટેન્સિવ કોને અને કેટલું મળશે તેના વિશે ચાલો જાણીયે વિગતવાર
UPI Incentive Limit : યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવ લિમિટ
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવ યોજના હેઠલ 2000 રૂપિયા સુધીના UPI પેમેન્ટ પર ઇન્ટેન્સિવ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવામાં અને ઓછા રોકડવાળા અર્થતંત્રના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે.
UPI Incentive Scheme Benefits : યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવ કેટલું અને કોને મળશે?
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવ યોજના હેઠળ 2000 રૂપિયા સુધીના યુપીઆઈ પેમેન્ટ પર 0.15 ટકા ઇન્ટેન્સિવ આપવામાં આવશે . આનાથી ખાસ કરીને નાના વેપારીઓને ફાયદો થશે, જે તેમને ડિજિટલ પેમેન્ટ સ્વીકાર કરવા માટે પ્રોત્સાહિત કરશે. આનાથી ફક્ત વેપારીઓને જ ફાયદો થશે નહીં પરંતુ ગ્રાહકોને સરળ અને સુરક્ષિત ઓનલાઇન પેમેન્ટનો લાભ પણ મળશે.
સરકાર 1500 કરોડ રૂપિયા ખર્ચશે
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવ યોજનાના અમલીકરણ માટે સરકારે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે . આ રકમનો ઉપયોગ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કરવામાં આવશે . કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે આ યોજના ખાસ કરીને નાના વેપારીઓને ડિજિટલ પેમેન્ટ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે બનાવવામાં આવી છે.
UPI Incentive Scheme Rules : યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવ યોજનાના નિયમ
આ યોજના હેઠળ ઇન્ટેન્સિવ રકમનો 80 ટકા હિસ્સો બેંકોને કોઈપણ શરત વિના આપવામાં આવશે. પરંતુ બાકીના 20 ટકા ઇન્ટેન્સિવ પ્રોત્સાહન મેળવવા માટે, આ શરતો પૂરી કરવી પડશે :
બેંકનો ટેકનિકલ ઘટાડો દર (Technical Decline) 0.75 ટકા કરતા ઓછો હોય ત્યારે જ 10 ટકા ઇન્ટેન્સિવ મળશે.
વધારાનું 10 ટકા ઇન્ટેન્સિવ ત્યારે મળશે જ્યારે બેંકનો સિસ્ટમ અપટાઇમ 99.5% થી વધુ હશે.
આનાથી ખાતરી થશે કે બેંકોની સેવાઓ હંમેશા ઉપલબ્ધ રહેશે અને ગ્રાહકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર યુપીઆઈ પેમેન્ટ કરી શકશે .
સામન્ય જનતાને કેવી રીતે ફાયદો થશે?
યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇન્ટેન્સિવયોજના સામાન્ય લોકોને ઝડપી ચુકવણી કરવામાં, સુરક્ષિત વ્યવહારો કરવામાં અને ડિજિટલ ક્રેડિટ ઍક્સેસને સરળ બનાવવામાં મદદ કરશે . UPI દ્વારા ચુકવણી કરવા માટે કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં, તેથી લોકો ડિજિટલ પેમેન્ટ અપનાવવામાં અચકાશે નહીં.





