UPI Payments: નવા વર્ષથી યુપીઆઈ પેમેન્ટના નિયમમાં 5 ફેરફાર, RBIએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની લિમિટ વધારી

UPI Payment Rules Change: UPI પેમેન્ટના નિયમોમાં અમુક ફેરફારો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવ્યા છે. આ ફેરફારો સામાન્ય લોકો પર સીધી અસર કરશે અને તેથી દરેક યુપીઆઈ યુઝર્સને તેના વિશે જાણકારી હોવી જરૂરી છે

UPI Payment Rules Change: UPI પેમેન્ટના નિયમોમાં અમુક ફેરફારો 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવ્યા છે. આ ફેરફારો સામાન્ય લોકો પર સીધી અસર કરશે અને તેથી દરેક યુપીઆઈ યુઝર્સને તેના વિશે જાણકારી હોવી જરૂરી છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
RBI | UPI Payment | online Transaction | New Rule

નવા વર્ષથી યુપીઆઈ પેમેન્ટના નિયમોમાં કેટલાક ફેરફાર થયા છે. (Express Photo)

UPI Payment Rules Change: નવા વર્ષ સાથે અનેક ક્ષેત્રોમાં ઘણા નવા ફેરફારો આવે છે. ફાઇનાન્સ સેક્ટરમાં ફેરફારની સાથે સાથે UPIના નિયમોમાં પણ ફેરફાર થયો છે. નવા નિયમો ઓનલાઈન બેંકિંગ અને પેમેન્ટ ટ્રાન્ઝેક્શન એક્સપિરિયન્સમાં નોંધપાત્ર સુધારાનું વચન આપે છે.

Advertisment

યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI), એક સ્વિફ્ટ મોબાઇલ-આધારિત મની ટ્રાન્સફર સિસ્ટમ છે, દેશની સૌથી ઝડપથી વિકસતી ચૂકવણીની પદ્ધતિ તરીકે ઉભરી આવી છે. તેના લોન્ચથી સમગ્ર ભારતમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં મોટો ઉછાળો આવ્યો છે

UPI Payment | UPI Payment Transaction Rules | UPI Payment Rules 2023
UPI પેમેન્ટઃ સરકાર ઓનલાઈન પેમેન્ટ ફ્રોડ ઘટાડવા માટે એક નવી યોજના પર કામ કરી રહી છે.

UPI પેમેન્ટની પહોંચને વિસ્તૃત કરવા માટે, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 1 જાન્યુઆરી, 2024ના રોજ અમલમાં આવતા કેટલાક પગલાં અને ફેરફારોની ઘોષણા કરી હતી. આ ફેરફારો સામાન્ય લોકો પર સીધી અસર કરશે અને તેથી દરેક યુપીઆઈ યુઝર્સને તેના વિશે જાણકારી હોવી જરૂરી છે

Advertisment

સક્રિય ન હોય તેવા યુપીઆઈ આઈડીને બંધ કરો (Inactive UPI IDs to be deactivated: )

ગૂગલ પે અને ફોનપે જેવી પેમેન્ટ એપ્લિકેશનો એ ચાલુ યુપીઆઈ આઈડીનું વેરિફાઇ કરવું અને જાળવી રાખવું આવશ્યક છે કારણ કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એક વર્ષથી સક્રિય ન હોય તેવા યુપીઆઈ આઈડીને બંધ કરવા સૂચના આપી છે.

સેકન્ડરી માર્કેટ માટે યુપીઆઈ માટેનો બીટા ફેઝ (Beta phase for ‘UPI for Secondary Market)

એનપીસીઆઈનું 'યુપીઆઈ ફોર સેકન્ડરી માર્કેટ' બીટા ફેઝમાં પ્રવેશે છે, જે મર્યાદિત પાયલોટ ગ્રાહકોને ક્લિયરિંગ કોર્પોરેશન દ્વારા ટી1 ધોરણે પેમેન્ટનું સેટલમેન્ટ કરીને ટ્રેડ પોસ્ટ-ટ્રેડ કન્ફર્મેશનને બ્લોક કરવા સક્ષમ બનાવે છે.

યુપીઆઈ ટ્રાન્ઝેક્શન લિમિટમાં વધારો (Increased transaction limit)

RBIએ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. ડિસેમ્બરની ધિરાણનીતિની બેઠકમાં રિઝર્વ બેંક દ્વારા આ ઓનલાઇન પેમેન્ટની લિમિટ વધારવામાં આવી હતી.

upi payments | UPI Credit Line | Unified Payments Interface | online transaction | Upi credit line charges
યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એ ભારતમાં વિકસિત ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે. (Photo- Canva)

QR કોડ દ્વારા રોકડ ઉપાડ ( Cash withdrawal via QR code)

Hitachi પેમેન્ટ સર્વિસે NPCI સાથે મળીને ભારતનું પ્રથમ UPI-ATM લોન્ચ કર્યું, જેનો ઉદ્દેશ દેશભરમાં પ્રચાર કરવા માટે છે. આ યુનિક યુપીઆઈ - એટીએમમાં QR કોડ સ્કેન કરીને રોકડ નાણાં ઉપાડી શકાય છે.

પહેલા પેમેન્ટ માટે 4-કલાકની વિન્ડો (4-hour window for first payments)

રિઝર્વ બેંક ઓનલાઇન પેમેન્ટમાં છેતરપીંડિને રોકવા માટે નવા નિયમો લાગુ કર્યા છે. જે હેઠળ પહેલીવાર યુપીઆઈ પેમેન્ટ કરનાર માટે પ્રથમ ઓનલાઈન પેમેન્ટમાં 2000 રૂપિયા સુધીનો 4 કલાકનો વિન્ડોની દરખાસ્ત કરે છે, જે ટ્રાન્ઝેક્શનને કેન્સલ અથવા ફેરફારની મંજૂરી આપે છે. આ નિયમથી ઓનલાઇન પેમેન્ટના અંકુશ અને સુરક્ષામાં વધારો કરે છે.

આ પણ વાંચો | જાન્યુઆરી 2024માં બેંકો 16 દિવસ બંધ રહેશે, કેલેન્ડરમાં નોંધી લો તારીખ નહીંત્તર ધક્કો પડશે

ઓગસ્ટ 2023 સુધીમાં UPIએ 10 અબજ ડોલરને વટાવીને મહત્વપૂર્ણ લક્ષ્યાકં હાંસલ કર્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ આશાવાદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશ પાસે દર મહિને 100 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને સંચાલિત કરવાની ક્ષમતા છે.

Investment આરબીઆઇ બેંક બિઝનેસ